________________
જૈનદર્શને કરેલા પ્રમાણના લક્ષણની સાર્થકતા
૬૩
તો તે દોષ લાગે છે. જેમકે “વહ્નિ શીતળ છે” આવું સાધીએ તો આ દોષ લાગે પરંતુ અમારા લક્ષણમાં પ્રત્યક્ષ-અનુમાન-અને આગમાદિ પ્રમાણો વડે કોઈ બાધા આવે તેવું નથી. તેજોવયવી (અગ્નિ) અનુષ્ણ છે - શીતળ છે આ અનુમાનમાં અનુષ્યત્વસાધ્ય પ્રત્યક્ષપ્રમાણ વડે બાધિત છે, આ જગતમાં કોઈ સર્વજ્ઞ નથી આ અનુમાનમાં સર્વજ્ઞત્વાભાવ સાધ્ય પ્રતિસ્પર્ધી અનુમાન વડે બાધિત છે. અને જૈનોએ રાત્રિભોજન કરવું જોઈએ આ અનુમાનમાં રાત્રિ ભોજન સાધ્ય આગમથી બાધિત છે. ઇત્યાદિ દ્રષ્ટાન્તોની જેમ અમારા આ ‘સ્વ-પ૨વ્યવસાયિ જ્ઞાનં પ્રHTTTP' લક્ષણમાં પ્રત્યક્ષ-અનુમાન-કે આગમપ્રમાણો વડે આવતા બાધાના સંબંધોની ચતુરાઈને ધારણ કરવાપણું દેખાતું નથી. અર્થાત્ કોઈ પ્રમાણથી બાધ દોષ આવતો દેખાતો નથી. માટે પ્રમાણસાધક અનુમાનમાં સૂક્ષ્મ પણ પક્ષસંબંધી દોષ કલ્પવાને તમારા વડે સમર્થ થવાશે નહિ, - તમે સૂક્ષ્મદોષ પણ અમારા અનુમાનમાં આપી શકશો નહિ.
नापि हेतोः । स ल्वसिद्धता, विरुद्धता, व्यभिचारो वा भवेत् ? यदि तावदसिद्धता, तदापि किमन्यतरासिद्धिः, उभयासिद्धिर्वा भवेत् ? अन्यतरासिद्धिश्चेत् - तदापि वादिनः, प्रतिवादिनो वाऽन्यतरस्येयमसिद्धिः स्यात् ? यदि वादिनः तदा किं स्वरूपद्वारेण, आश्रयद्वारेण भिन्नाधिकरणताद्वारेण पक्षकदेशद्वारेण प्रतिज्ञार्थैकदेशद्वारेण वासौ स्यात् ? स्वस्पद्वारेण चेत् -तत्कि हेतुस्वस्ये विप्रतिपत्तेः, अप्रतिपत्तेः, सन्देहाद् वा ? न प्राच्यः प्रकार: सारः, प्रमाणत्वाख्यहेतुस्वल्पे समस्तप्रामाणिकपरिषदामविवादात् ।
હવે પ્રમાણના અમારા લક્ષણમાં તમે જો હેતુના દોષો કહો તો તે દોષો પણ વ્યાજબી નથી. હેતુના દોષો પરિચ્છેદ ૬/૪૭ સૂત્રમાં જણાવ્યા મુજબ ત્રણ હોય છે. તે હેતુદોષ શું (૧) અસિધ્ધહેત્વાભાસતા, (૨) વિરૂધ્ધહેત્વાભાસતા, કે (૩) વ્યભિચારહેત્વાભાસતા દોષ લાગે ? તે ત્રણમાંથી પહેલો અસિધ્ધહેત્વાભાસ દોષ જો અમને તમે આપો તો પણ શું ? (૧) અન્યતરાસિધ્ધ કહો છો કે (૨) ઉભયસિધ્ધ કહો છો? જો અન્યતરાસિધ્ધ કહો તો પણ શું અન્યતર એવા વાદિને આ અસિધ્ધ કે અન્યતર એવા પ્રતિવાદિને આ અસિધ્ધ દોષ લાગે છે? જો વાદિને અસિધ્ધ કહો તો પણ શું (૧) સ્વરૂપદ્વારા અસિધ્ધ, (૨) આશ્રયદ્વારા અસિધ્ધ, (૩) ભિન્નાધિકરણતાદ્વારા અસિધ્ધ, (૪) પક્ષેકદેશદ્વારા અસિધ્ધ, (૫) પ્રતિજ્ઞાથેંકદેશદ્વારા અસિધ્ધ આ દોષ આવે છે ? આ પાંચ પક્ષોમાંનો જો પ્રથમપક્ષ સ્વરૂપદ્વારા અસિધ્ધદોષ કહો તો પણ શું (૧) હેતુના સ્વરૂપમાં વિવાદથી અસિધ્ધિ દોષ આવે? કે (૨) હેતુના સ્વરૂપના અજ્ઞાનથી અસિધ્ધિ દોષ આવે કે (૩) સંદેહથી અસિધ્ધિ દોષ આવે? આ ત્રણ પક્ષોમાંનો જો પહેલો પક્ષ તમે કહો તો (૧) અન્યતર એવા વાદિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org