________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨
રત્નાકરાવતારિકા
(૩) દ્રષ્ટાન્તના દોષ, આ ત્રણમાંથી પ્રથમ પક્ષદોષો દૂર કરે છે. પક્ષદોષ ત્રણ પ્રકારનો હોય છે. (સૂત્ર ૬૩૮) તે ત્રણમાંથી અમારા અનુમાનમાં તમારા વડે ક્યો દોષ રજુ કરાય છે. શું
(૧) પ્રતીતસાધ્ય ધર્મવિશેષણતા દોષ આવે? કે (૨) અનભીપ્સિત સાધ્યધર્મવિશેષણતા દોષ આવે? કે (૩) નિરાકૃત સાધ્યધર્મવિશેષણતા દોષ આવે?
ચપલ નેત્રવાળી સ્ત્રીઓના લલાટમાં રહેલી ત્રિવલી (ત્રણ રેખા) ની જેમ આ ત્રણ દોષોમાંનો કયો પક્ષદોષ અહીં (અમારા અનુમાનમાં) તમે રજુ કરશો
(૧) જો તમારાવડે “પ્રતીતસાધ્યધર્મવિશેષણત્વ” નામનો દોષ અહીં કહેવાય તો તે વિદ્વાનોના યશ માટે થશે નહિ, એટલે કે આ દોષ અહીં લાગતો નથી છતાં તમે કહેશો તો તે તમારી વિદ્વત્તાની પ્રસિધ્ધિ માટે થશે નહી. કારણ કે પક્ષમાં સાધ્ય પ્રસિધ્ધ હોય છતાં તે સાધ્ય જો અનુમાનથી સધાય તો તેવા પ્રસિધ્ધ સાધ્યને સાધનારાઓને આ પક્ષદોષ આવે છે. જેમકે “જલ દ્રવીભૂત સ્વભાવવાળું છે' અગ્નિ દહનશીલ છે, સાકર મધુર છે ઇત્યાદિની જેમ પ્રસિધ્ધને સાધે તો આ દોષ આવે. અમારા વડે કરાતું પ્રમાણનું આ લક્ષણ આજ સુધી પરતીર્થિકોને પ્રસિધ્ધિના પ્રકારને પામ્યું નથી. અર્થાત્ અપ્રસિધ્ધ જ છે અને તેને અમે સમજાવીએ છીએ. માટે પ્રથમપક્ષદોષ લાગતો નથી.
(૨) વળી અમારા આ લક્ષણમાં “અનભીપ્સિતસાધ્યધર્મવિશેષણતા” દોષ પણ ભાષિત કરવા જેવો નથી. કારણ કે તે વિશેષણતારૂપ દોષ પોતાને અણગમતાસાધ્યને સાધતા એવા મૂર્ખ માણસોને આવે છે. જેમકે શૌધ્ધોદનને (બૌધ્ધને) નિત્યત્વ સાધતાં આ દોષ આવે. કારણ કે બૌધ્ધદર્શન સર્વ વસ્તુઓને ક્ષણિક માને છે. એટલે નિયત્વ તેને અનભીપ્સિત છે. છતાં જો તે સાધે તો તેને તે દોષ આવે. તેમ અમે પણ અણગમતું સાધ્ય સાધીએ તો આ દોષ અમને આવે. પરંતુ જૈનદર્શનના અનુયાયીઓને પ્રમાણનું આ લક્ષણ અનાકાંક્ષિત (અણગમતું) નથી. પરંતુ ઈષ્ટ છે, માન્ય છે. માટે આ બીજો દોષ પણ આવતો નથી.
(૩) વળી અમારા આ લક્ષણમાં નિરાકૃતસાધ્યધર્મવિશેષણત્વ' નામનો ત્રીજો દોષ જો તમારા વડે કહેવાય તો તે વાત યુક્તિની પદ્ધતિની યુક્તતાને ધારણ કરતી નથી. અર્થાત્ તમારી વાત યુક્તિસંગત નથી. કારણ કે પક્ષમાં પ્રત્યક્ષપ્રમાણ વડે, અનુમાનપ્રમાણ વડે, અથવા આગમપ્રમાણ વડે જે સાધ્યનું નિરાકરણ થતું હોય તેવું સાધ્ય જો પક્ષમાં સધાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org