________________
૬ 0
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨
રત્નાકરાવતારિકા
કહેવાય ? અર્થાત જ્ઞાતને જ જણાવનાર કહેવાય માટે અપ્રમાણ છે. આવું જો મીમાંસક કહે તો પ્રત્યભિજ્ઞાનના વિષયમાં પણ આ વાત તુલ્ય જ છે. જ્યારે પ્રથમ રજતદર્શન થયું ત્યારે જ આ ચિરસ્થાયી રજત છે (પણ માત્ર ક્ષણવર્તી નથી) એવું જ ગ્રહણ કરાય છે. આવા પ્રકારનું શાસ્ત્રવાક્ય છે. તેથી પ્રોવ = પૂર્વે રજત જાણું, તને ર = અને ત્યારબાદ ફરીથી તે જ રજતનું જ્યારે સંવેદન કર્યું ત્યારે તાિનીતિ ન વા = શું અત્યારે હું જે રજત જોઉં છું તે તે જ છે? કે તે નથી (અર્થાત્ બીજું છે)? આવી શંકા, અથવા વીદ્રવાતિ = આ રજત કેવું છે. આવી શંકા તે ઉત્તરક્ષણના પ્રત્યભિજ્ઞા પછી કોઈ કરતું નથી. સારાંશ કે જેમ ધારાવાહી જ્ઞાનમાં પ્રાકક્ષણવર્તી અને ઉત્તરક્ષણવર્તીમાં પદાર્થ તેનો તે જ હોવાથી અપૂર્વ અર્થગ્રાહિતા નથી માટે અપ્રમાણ છે. તેવી જ રીતે પ્રત્યભિજ્ઞામાં પણ પ્રથમરજત દર્શન અને પશ્ચાદ્જતદર્શનમાં પણ કોઈ ભેદ-કે શંકા ન હોવાથી ગૃહીતગ્રાહી જ જ્ઞાન છે. માટે પ્રત્યભિજ્ઞા અપ્રમાણ જ ઠરશે. ફલિતાર્થ એ છે કે પ્રત્યભિજ્ઞામાં વિશેષધર્મની અપેક્ષાએ જો ભેદ લો તો ધારાવાહી જ્ઞાનમાં પણ વિશેષની અપેક્ષાએ ભેદ છે અને ધારાવાહી જ્ઞાનમાં સામાન્યધર્મની અપેક્ષાએ જો અભેદ લો તો પ્રત્યભિજ્ઞામાં પણ સામાન્યધર્મની અપેક્ષાએ અભેદ જ છે. માટે પ્રત્યભિજ્ઞામાં અપ્રમાણતા જ આવશે. અથવા ધારાવાહીજ્ઞાન પણ અપૂર્વ-અપૂર્વ અર્થગ્રાહી થવાથી સર્વે જ્ઞાનો પ્રમાણ જ ઠરશે. તેથી કોઈ પણ જ્ઞાન અપૂર્વ અર્થ માત્રનું જ પ્રકાશક બનવાથી “અનધિગત’ એવું મૂળસૂત્રમાં મુકેલું વિશેષણ વ્યર્થ થશે. કારણ કે સર્વે જ્ઞાનો અપૂર્વ અર્થના જ પ્રકાશક હોવાથી તમામ અનધિગત જ થયાં, અને જો કોઈ અધિગતજ્ઞાન જ નથી તો પછી વ્યવચ્છેદ્ય જ કોઈ નહી હોવાથી “અનધિગત’ વિશેષણ વ્યર્થ જ છે.
જેમ કોઈ “CMવિત ઃ' કહે તો આ વિશેષણ વ્યર્થ છે કારણ કે તમામ ગાયો ચતુષ્પાદ જ હોય છે. આવું વિશેષણ મુકવાનો કોઈ અર્થ જ નથી. તેવી જ રીતે “અનધિગત” વિશેષણ પણ વ્યર્થ જ છે. જ્યાં વ્યવચ્છેદ્યનો અભાવ હોય છે ત્યાં વિશેષણ વ્યર્થ જ છે.
न चाव्यापकत्वदोषः प्रकृतलक्षणे, प्रत्यक्षपरोक्षलक्षणव्यक्तिव्यापकत्वात् । नाप्यतिव्यापकत्वकलङ्कः, संशयाद्यप्रमाणविशेषेष्ववर्तनात् । नाप्यसम्भवसम्भवः, प्रमाणं स्वपरव्यवसायि ज्ञानम्, प्रमाणत्वान्यथानुपपत्तेः - इत्यतः तत्र स्वपरव्यवसायिज्ञानत्वसिद्धेः ।
નૈયાયિક અને મીમાંસકોએ કરેલાં પ્રમાણના લક્ષણોને દૂષિત કરીને હવે આચાર્યશ્રીએ મૂલસૂત્ર ૨ માં કરેલું લક્ષણ નિર્દોષ છે તે જણાવે છે -
અમારા કરાયેલા પ્રસ્તુત લક્ષણમાં “અવ્યાપકત્વનો (અવ્યાપ્તિનો) દોષ આવતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org