________________
૫૮
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨
રત્નાકરાવતારિકા
(અન્વયવ્યાપ્તિ), જે જે અણુપરિમાણવાળુ હોય છે તે તે ઇન્દ્રિય હોતી નથી કેમ કે પરમાણુ (વ્યતિરેકવ્યાતિ) આ અનુમાનથી તમારૂ માનેલું મનનુ અણુપરિમાણત્વ ખંડિત થઈ જાય છે.
નૈયાયિક :- જો મનને અણુપરિમાણ ન માનીએ અને શરીરવ્યાપી જ માનીએ તો સ્પર્શનાદિ પાંચ ઇન્દ્રિયોથી એકી સાથે ઇન્દ્રિયજન્ય પાંચેય જ્ઞાનો સાથે ઉત્પન્ન થવાનો પ્રસંગ આવશે કારણ કે મન શરીરવ્યાપી હોવાથી પાંચેય ઇન્દ્રિયોની સાથે યુગપતુ સજ્ઞિકર્ષને પામશે. તેથી સ્પર્શનાદિ, વિષયનાં પાંચેય જ્ઞાન યુગપદ્ થશે.
જૈન :- આવું કહેવું નહીં, કારણ કે લબ્ધિરૂપ પાંચે ભાવેન્દ્રિય આત્મામાં સાથે હોવા છતાં, તથા મન શરીરવ્યાપી હોવાથી પાંચ ઇન્દ્રિયોની સાથે યુગપતુ જોડાવા છતાં પણ ઉપયોગભાવેન્દ્રિય રૂપ જે જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ, તે તેવા પ્રકારનો વિશેષ હોવાથી જ સ્પર્શનાદિ જ્ઞાનો ક્રમશઃ થાય છે. પરંતુ યુગપત્ થતાં નથી. તેનો ઉત્તર અહીં પૂર્વે (અને અન્યગ્રન્થોમાં પણ) કહી ચુક્યા છીએ. તેથી તૈયાયિકાદિ દર્શનકારોએ કહેલું પ્રમાણનું આ લક્ષણ નિર્દોષ નથી. “મતપરીક્ષા પંચાલતુ' નામના અમારા જ બનાવેલા ગ્રન્થમાં અમે કહ્યું છે કે
અર્થની પ્રમિતિમાં જે પ્રકૃષ્ટતમ સાધન હોય તેને પ્રમાણ કહેવાય એમ પરતીર્થિકો કહે છે. તેઓને (જો સાધન શબ્દથી પરંપરા સાધન સમજે તો) અંજન, ભોજન વિગેરે વસ્તુ પણ સ્પષ્ટપણે પ્રમાણ બનવી જોઈએ (કારણ કે પરંપરાએ તે પણ ચક્ષુને નિર્મળ કરવા દ્વારા જ્ઞાનપ્રાપ્તિનું કારણ છે.) અને વળી જો આસન્નની (અનારની) પ્રમાણતા સ્વીકારે તો (જેનોએ માનેલા) જ્ઞાનની જ પ્રમાણતા આવી જાય છે. આ પ્રમાણે આંધળો સર્પ દરમાંથી નીકળીને ચારે બાજુ આમતેમ જવા પ્રયત્ન કરે પરંતુ દષ્ટિ નહિ હોવાથી અંતે થાકીને પાછો દરમાં આવે તેમ પરતીર્થિકો વડે (બીજા પક્ષો કલ્પવા જતાં નિર્દોષતા નહી આવતી હોવાથી થાકીને અંતે) હે પ્રભુ તમારો મત આશ્રિત કરાયો છે' એટલે કે થાકીને તમારો જ મત સ્વીકારાયો છે.
___ 'अनधिगतार्थाधिगन्तृ प्रमाणम्' इत्यपि प्रमाणलक्षणं न मीमांसकस्य मीमांसामांसलतां सूचयति, प्रत्यभिज्ञानस्याप्रामाण्यप्रसङ्गात् । अथात्रापूर्वोऽप्यर्थः प्रथते, "इदानींतनमस्तित्वं न हि पूर्वधिया गतम्" इति चेद् ? इदमन्यत्रापि तुल्यम्, उत्तरक्षणसत्त्वस्य प्राक्क्षणवतिसंवेदनेनावेदनात् । पूर्वोत्तरक्षणयोः सत्त्वस्यैक्यात् कथं तेन तस्यावेदनम् ? इति चेत् - प्रत्यभिज्ञागोचरेऽपि तुल्यमेतत्, "रजतं गृह्यमाणं हि चिरस्थायीति गृह्यते इति वचनात् । प्रागेव तवेदने च तदिदानीमस्ति, न वा ? "कीदृग् वाऽस्ति ? इति तदनन्तरं न कोऽपि सन्दिहीत । ततोऽपार्थकमेवानधिगतेति विशेषणम् । व्यवच्छेद्याभावात् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org