________________
મીમાંસકે કરેલા પ્રમાણના લક્ષણનું ખંડન
નૈયાયિકોના પ્રમાણના લક્ષણની ચર્ચા કરીને હવે મીમાંસકોને માન્ય જે પ્રમાણનું લક્ષણ છે તેની ચર્ચા કરે છે. “અધિગત પૂર્વે નહિ જાણેલા અર્થને જણાવનારૂં જે જ્ઞાન તે પ્રમાણ કહેવાય છે” એમ મીમાંસક દર્શનકારો માને છે. પરંતુ મીમાંસકની આ માન્યતા તેઓની મીમાંસાની (બુદ્ધિચાતુર્યની) માંસલતાને (પુષ્ટિને-સૂક્ષ્મતાને-અધિકતાને) સૂચવતી નથી. કારણ કે તેમ માનવા જતાં ‘પ્રત્યભિજ્ઞાન’ અપ્રમાણ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે ‘તે આ ઘટ છે જે મેં પહેલાં જોયો હતો' આનું નામ પ્રત્યભિજ્ઞાન છે. આ જ્ઞાનમાં પૂર્વે જાણેલું જ જણાય છે. તેથી પ્રત્યભિજ્ઞાન જ્ઞાતવિષયને જાણનાર થવાથી પ્રમાણના ઉપરોક્ત લક્ષણથી અપ્રમાણ ઠરશે.
=
તેથી પ્રત્યભિજ્ઞાનમાં લક્ષણ ન ઘટવાથી તમારા જણાવેલા લક્ષણમાં જ અવ્યાપ્તિ દોષ આવશે.
હવે કદાચ મીમાંસક અહીં એવો બચાવ કરે કે આ પ્રત્યભિજ્ઞામાં અપૂર્વ અર્થ પણ જણાય છે. કારણ કે જ્યારે પૂર્વકાલે ઘટ જોયો ત્યારે ‘આ ઘટ છે - ઘટોઘં' આટલું જ માત્ર જ્ઞાન કર્યુ હતું. પરંતુ જ્યારે પ્રત્યભિજ્ઞા થઈ ત્યારે ‘સોડ્યું' તે આ ઘટ છે એવું જ્ઞાન થાય છે તે જ્ઞાન પૂર્વકાળવર્તી જ્ઞાનવડે જ્ઞાત હતું નહિ. માટે પ્રત્યભિજ્ઞા અપૂર્વઅર્થને જણાવનાર હોવાથી પ્રમાણ બનશે જ. શાસ્ત્રમાં કહ્યું પણ છે કે - જ્યારે પ્રત્યભિજ્ઞા થાય છે ત્યારે તે વર્તમાનકાળનું અસ્તિત્ત્વ પૂર્વકાળની બુધ્ધિ વડે જ્ઞાત થયું નથી. એટલે અમારૂં આ લક્ષણ વ્યાજબી છે. અને પ્રત્યભિજ્ઞામાં અપ્રમાણતા આવતી નથી. આવું જો મીમાંસક કહે તો આ યુક્તિ અન્ય ધારાવાહી જ્ઞાનમાં પણ તુલ્ય જ છે. ‘આ ઘટ છે' એવું પ્રથમસમયવર્તી જ્ઞાન થયા પછી દ્વિતીય-તૃતીય-ચતુર્થ ક્ષણાદિમાં આ ઘટ છે આ ઘટ છે એવું જે ધારાવાહી જ્ઞાન થાય છે તે જ્ઞાનમાં પણ જાણેલા વિષયને જ જણાવનાર હોવાથી અપ્રમાણ તમે કહી શકશો નહિ. કારણ કે ઉત્તરક્ષણવર્તી જ્ઞાનમાં જે તે સમયસંબંધી વર્તમાનકાળવિષયક અસ્તિત્વ જણાય છે તે અસ્તિત્વ પ્રાક્ષણવર્તિ જ્ઞાન વડે વર્તમાન સ્વરૂપે સંવેદિત થયેલું નથી. તે પ્રાક્ષણવર્તી સમયકાલે ઉત્તરક્ષણ ભાવિસ્વરૂપ હતો એટલે અજ્ઞાત જ છે. અને જે પૂર્વસમયમાં અજ્ઞાત એવો ઉત્તરક્ષણ હતો તે જ ઉત્તરક્ષણે જણાયો છે. માટે ધારાવાહી જ્ઞાનમાત્રામાં પણ અપૂર્વઅર્થગ્રાહિતા હોવાથી પ્રમાણ જ ઠરશે.
Jain Education International
पूर्वोत्तरक्षणयोः
હવે કદાચ મીમાંસક એવો બચાવ કરે કે ધારાવાહી થતા જ્ઞાનમાં પૂર્વક્ષણ અને ઉત્તરક્ષણમાં થતા જ્ઞાનમાં પદાર્થનું અસ્તિત્વ એક જ હોવાથી ‘આ ઘટ છે - આ ઘટ છે' એમ બોધ થતો હોવાથી ઉત્તરક્ષણવડે જે જણાય છે તસ્ય તે ઉત્તરક્ષણવર્તી જ્ઞાન ન = તે પૂર્વક્ષણવર્તી જ્ઞાન વડે થં વેનમ્
–
નથી સંવેદિત થતુ એમ કેમ
=
૫૯
=
For Private & Personal Use Only
www.jainelibrary.org