________________
૫૬
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૨
રત્નાકરાવતારિકા
વચ્ચે ભાવેન્દ્રિયનો સહારો લેવો જ પડે છે. આ પ્રમાણે ભાવેન્દ્રિય દ્વારા અર્થબોધ કરાયે છતે તે ભાવેન્દ્રિય વ્યવધાન રૂપ બનવાથી આ અત્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયની અર્થબોધ કરાવવામાં અનન્તરતા” સિધ્ધ થતી નથી.
હવે ભાવેન્દ્રિય અર્થબોધ કરાવવામાં અનંતર કારણ જો કહો તો શું લબ્ધિસ્વરૂપ કહો છો કે ઉપયોગ સ્વરૂપ કહો છો ? જો લબ્ધિસ્વરૂપ ભાવ ઇન્દ્રિય (કોષ્ઠકની અપેક્ષાએ ચાર નંબર) અર્થબોધમાં અનંતર કારણ કહો તો તે પ્રથમપક્ષ ઉચિત નથી. કારણ કે તે (ચાર નંબરની) લબ્ધિ ઇન્દ્રિય વિષયને ગ્રહણ કરવાની શક્તિ સ્વરૂપ છે. તે વિષયને ગ્રહણ કરવાના વ્યાપાર સ્વરૂપ ઉપયોગ ભાવેન્દ્રિય દ્વારા જ આત્માને વિષય બોધ કરાવી શકે છે. તેથી અર્થને ગ્રહણ કરવાના વ્યાપારાત્મક = ઉપયોગ ભાવેન્દ્રિયનું વચ્ચે વ્યવધાન થવાથી લબ્ધિ ઇન્દ્રિયમાં અનંતરતા સિધ્ધ થતી નથી.
૩ીવીની 7 = જો બીજો પક્ષ કહો તો એટલે કે ઉપયોગ ભાવેન્દ્રિય અર્થબોધમાં અનંતરકારણ છે. એમ જો કહો તો અમે જૈનોએ સ્વ-પર-વ્યવસાયિ જ્ઞાનને જે પ્રમાણ કહ્યું છે. તે જ્ઞાન જ ઉપયોગ ભાવેન્દ્રિય છે. તેથી અમારૂં કરાયેલું જ લક્ષણ અક્ષરાન્તરો દ્વારા તમારા વડે કહેવાયેલું થાય છે. તેથી ઉપયોગ ભાવેન્દ્રિય સ્વરૂપ જ્ઞાન જ અર્થપ્રકાશનમાં અનંતરહેતુ હોવાથી પ્રમાણ સિધ્ધ થાય છે. પરંતુ પુગલની બનેલી ઇન્દ્રિયો સાક્ષાહેતુ ન હોવાથી પ્રમાણ થતી નથી.
પ્રશ્ન :- સમૂશબૂ ફન્દ્રિયં નાચેવ = આવા પ્રકારની ઉપયોગાત્મક ભાવેન્દ્રિયો છે જ નહિ. માત્ર ભૌતિક (દ્રવ્યેન્દ્રિયો) જ છે અને તે દ્રવ્યેન્દ્રિય જ ત્યાં (અર્થબોધ કરાવવામાં) સીધેસીધી કારણ બનતી હોવાથી અનંતર હેતુ જ છે. માટે ભૌતિક ઇન્દ્રિય જ પ્રમાણ છે.
ઉત્તર :- આ પ્રમાણે વવ્ય = કહેવું નહિ. કારણ કે વ્યાપારાત્મક ઉપયોગ ઇન્દ્રિય વિના આત્માને સ્વાર્થવિત્નએ સ્વનો (જ્ઞાનનો) અને પદાર્થનો બોધ થવા સ્વરૂપ ફળની અનુપપત્તિ જ હોય છે. વ્યાપારાત્મક ભાવેન્દ્રિયો વિનાનો આત્મા સ્પર્ધાદિ વિષયોનો પ્રકાશક બનતો નથી. જો માત્ર દ્રવ્યેન્દ્રિયથી જ અર્થબોધ થતો હોય તો સુષુપ્તાવસ્થામાં પણ અર્થબોધ થવાનો પ્રસંગ આવશે જ, તે નિદ્રાવસ્થાના સમયે, તે દ્રવ્યેન્દ્રિયો નથી એમ નહિ કે જેથી તે જ્ઞાનનો અભાવ થાય. અર્થાત્ દ્રવ્યેન્દ્રિયો તો છે જ અને દ્રવ્યેન્દ્રિયો જ જો કારણ બનતી હોય તો તે દ્રવ્યન્દ્રિયો સુષુપ્તદશામાં હોવાથી તે અર્થબોધનો અભાવ ન થવો જોઈએ ને અર્થબોધનો અભાવ તો થાય છે. માટે વ્યાપારાત્મક ભાવેન્દ્રિય જ કારણ છે અને તે જ પ્રમાણ છે. દ્રવ્યેન્દ્રિય સાક્ષાત્કારણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org