________________
૫ ૪
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨
રત્નાકરાવતારિકા
લક્ષણને બતાવનારું સમગ્ર એવું આ સૂત્ર પરદર્શનકારોએ કલ્પેલા ‘અર્થોપલબ્ધિમાં જે હેતુ હોય છે. તે પ્રમાણ' ઇત્યાદિ પ્રમાણના લક્ષણનું ખંડન કરવા માટે છે. નૈયાયિકવૈશેષિકો પ્રમાણનું લક્ષણ એવું જણાવે છે કે – ‘અર્થોપત્નશ્ચિત પ્રમUTY' અર્થનો બોધ થવામાં જે હેતુ તે પ્રમાણ કહેવાય છે એમ માને છે. ત્યાં અમે (જૈન) તે નૈયાયિકોને પુછીએ છીએ કે આ સૂત્રમાં મુકેલા હેતુ શબ્દથી તમે શું અનન્તરહેતુ કહો છો કે પરંપરા હેતુ કહો છો ? જો “પરંપરા હેતુ’ કહો તો જ્ઞાન ઉત્પન્ન થવામાં ચક્ષુ વિગેરે ઇન્દ્રિયો જેમ પરંપરાએ કારણ છે. તેમ ચક્ષુમાં અંજાતુ અંજન પણ પરંપરાએ કારણ છે. અંજન ચક્ષુની નિર્મળતા કરે છે અને ચક્ષુની નિર્મળતા જ્ઞાન ઉત્પન્ન કરે છે. માટે અંજન પણ નિર્મળતા ઉત્પન્ન કરવા દ્વારા પરંપરાએ જ્ઞાનનું કારણ બને જ છે. અહીં અંજનાદિમાં વપરાયેલા આદિશબ્દથી શેષ ઇન્દ્રિયોની નિર્મળતામાં હેતુભૂત ઔષધ સમજી લેવા માટે અંજનાદિને પણ તમારે પ્રમાણરૂપ માનવાનો પ્રસંગ આવશે.
હવે અર્થબોધ થવામાં પરંપરાહેતુ ન કહો અને અનન્તરહેતુ એટલે સાક્ષાતુહેતુ જો કહો અને તે સાક્ષાત્ હેતુ ઇન્દ્રિય જ છે પરંતુ અંજનાદિ નથી એમ માની ઇન્દ્રિયને જ પ્રમાણ જો કહો તો શું તે દ્રવ્યેન્દ્રિય કહો છો કે ભાવેન્દ્રિય કહો છો? અને દ્રવ્યેન્દ્રિય જો કહો તો પણ શું ઉપકરણ ઇન્દ્રિય કહો છો કે નિવૃત્તિ ઇન્દ્રિય કહો છો ?
આ શરીરમાં પુદ્ગલોની બનેલી જે ઈન્દ્રિય તે દ્રવ્યેન્દ્રિય કહેવાય છે તેના બે ભેદનિવૃત્તિ અને ઉપકરણ, નિવૃત્તિના બે ભેદ-બાહ્ય અને અત્યંતર, વિષય જાણવાની આત્મામાં રહેલી જે શક્તિ તે ભાવેન્દ્રિય, તેના બે ભેદ છે - લબ્ધિ અને ઉપયોગ, તેથી એકેક ઇન્દ્રિયના ભેદો આ પ્રમાણે થાય છે -
(૧) જે બહાર આકારરૂપે કાન-નાક-આંખ દેખાય છે તે બાહ્ય-નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય મ્યાન જેવી છે, અંદરની ઇન્દ્રિયનું રક્ષણ માત્ર કરે છે.
(૨) જે અંદર આકારરૂપે છે. જે વિષય જાણવામાં મદદગાર થવાનું કામ કરે છે. તે અત્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય અસિ (તલવાર) સમાન છે. | (૩) જે અંદર આકારરૂપ અ.નિ.દ્રવ્યેન્દ્રિય છે. તેમાં રહેલી વિષય જણાવાની જે શક્તિ તે ઉપકરણ ઇન્દ્રિય છે. આ અસિધારા સમાન છે. આ ત્રણે ઇન્દ્રિયો પુદ્ગલસંબંધી છે માટે દ્રવ્યેન્દ્રિય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org