________________
પ્રમાણનું લક્ષણ તથા તેના એક એક પદની સાર્થકતા
૫૩
(૪) સ્વ પદના કથનનું કારણ જણાવે છે કે જ્ઞાન (બુધ્ધિ) સદા પરોક્ષ જ હોય છે એમ કહેનારા મીમાંસકોના, એકના એક આત્મામાં (સમયાન્તરે) સમવાયસંબંધથી થનારા જ્ઞાનાતરવડે પ્રથમસમયનું જ્ઞાન પ્રત્યક્ષ થાય છે એવું કહેનારા યોગદર્શન (ન્યાયદર્શન)વાળા નૈયાયિકોના, અને જ્ઞાન હંમેશાં (અચેતન એવી પ્રકૃતિમાંથી જન્મે છે માટે) અચેતન જ છે એવું કહેનારા સાંખ્યોના કદાગ્રહ સ્વરૂપ આગ્રહવિશેષનો નિગ્રહ કરવા માટે “વ' પદનું ઉચ્ચારણ છે.
મીમાંસકો એમ માને છે કે ઘટ-પટાદિ ષેય પદાર્થો જ્ઞાનથી જ્ઞાત થાય છે. પરંતુ જ્ઞાન પોતે કોઈનાથી જ્ઞાત થતું નથી માટે જ્ઞાન નિત્યપરોક્ષ જ છે. અર્થાત્ જ્ઞાન અપ્રકાશિત જ રહે છે.
નિયાયિકો એમ માને છે કે ઘટ-પટાદિ પદાર્થો જેમ જ્ઞાનથી જણાય છે. તેમ જો તે જ્ઞાનને જાણવું હોય તો તે જ્ઞાનને જાણવાની જિજ્ઞાસા થવાથી તે જ આત્મામાં સમયાંતરે સમવાય સંબંધથી બીજુ જ્ઞાન (જ્ઞાનાન્તર) ઉત્પન્ન થાય છે, અને તે જ્ઞાનાન્તર પ્રથમજ્ઞાનને પ્રકાશિત કરે છે. પરંતુ પ્રથમજ્ઞાન સ્વયં પ્રકાશિત થતું નથી. એમ બીજા જ્ઞાનને જાણવાની જિજ્ઞાસા થાય તો ત્રીજુ જ્ઞાન પણ થાય છે.
સાંખ્યો એમ માને છે કે પુરૂષ-પ્રકૃતિ બે તત્ત્વ છે. પુરૂષ ચેતન અને પ્રકૃતિ અચેતન (જડ) છે. જડ એવી તે પ્રકૃતિમાંથી બુધ્ધિ (જ્ઞાન) ઉત્પન્ન થાય છે. આ ત્રણે પક્ષોના કદાગ્રહોને દૂર કરવા માટે મૂળ સૂત્રોમાં ૪ પદ કહ્યું છે. જ્ઞાન એ દીપકની જેમ સ્વયં પ્રકાશક છે.
समग्रलक्षणवाक्यं तु परपरिकल्पितस्यार्थोपलब्धिहेतुत्वादेः प्रमाणलक्षणत्वप्रतिक्षेपार्थम् । तथाहि - अर्थोपलब्धेरनन्तरहेतुः परम्पराहेतुर्वा विवक्षाञ्चक्रे ? परम्पराहेतुश्चेत् तर्हि इन्द्रियवदञ्जनादेरपि प्रामाण्यप्रसङ्गः। अथानन्तरहेतुरिन्द्रियमेव प्रमाणम्, तत् किं द्रव्येन्द्रियं भावेन्द्रियं वा । द्रव्येन्द्रियमप्युपकरणरूपम् निर्वृत्तिरूपं वा ? न प्रथमम्, तस्य निवृत्तीन्द्रियोपष्टम्भमात्रे चरितार्थत्वात् । नापि द्वितीयम्, तस्य भावेन्द्रियेणार्थोपलब्धौ व्यवधानादानन्तर्याऽसिद्धेः । भावेन्द्रियमपि लब्धिलक्षणं उपयोगलक्षणं वा ? न पौरस्त्यम्, तस्यार्थग्रहण-शक्तिरूपस्यार्थग्रहणव्यापारस्पेण तेन व्यवधानात् । उदीचीनस्य तु प्रमाणत्वेऽस्मल्लक्षितमेव लक्षणमक्षरान्तरैराख्यातं स्यात् । न च - नास्त्येवामूदृशमिन्द्रियमिति भौतिकमेव तत् तत्रानन्तरो हेतुः इति वक्तव्यम्, व्यापारमन्तरेणात्मनः स्वार्थसंवित्फलस्यानुपपत्तेः । न ह्यव्यापृत आत्मा स्पर्शादिप्रकाशकः, सुषुप्तावस्थायामपि प्रकाशप्रसङ्गात् । न च तदानीमिन्द्रियं नास्ति, यतस्तदभावः स्यात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org