________________
પ્રમાણનું લક્ષણ તથા તેના એક એક પદની સાર્થકતા
દર્શન કેવું છે ? તે જણાવવા માટે ક્રમશઃ દર્શન પદનાં ચાર વિશેષણો છે. (૧) જો કે દર્શનથી સામાન્યધર્મોનો બોધ થાય છે તથાપિ વિશેષધર્મોનો બોધ ન થતો હોવાથી જેમ માણસ પાસે અલ્પધન હોવા છતાં તે ધન અલ્પ હોવાથી નિર્ધન કહેવાય છે, તથા જેમ અલ્પજ્ઞાનવાલો અજ્ઞાની કહેવાય છે, તેમ આ દર્શન પણ અલ્પબોધ સ્વરૂપ હોવાથી (જ્ઞાનથી ભિન્ન અર્થાત્) અજ્ઞાનાત્મક છે. અજ્ઞાન રૂપસ્ય આવો આ પ્રથમ વિશેષણનો અર્થ થયો.
તથા વ્યવહારધુરાની અગ્રેસરતાને ધારણ નહિ કરનારૂં આ દર્શન છે. જેમ કે દૂર ઘરના ખુણામાં કાળુ રજ્જુ પડેલ છે તે જોઈને શું આ સર્પ છે કે રજ્જે છે એવો સંશય થાય પરંતુ જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી રજ્જુ માનીને પ્રવૃત્તિ કે સર્પ માનીને નિવૃત્તિ થતી નથી. એટલે પ્રવૃત્તિ કે નિવૃત્તિ સ્વરૂપ વ્યવહાર કરાવવા સંબંધી પુરાની અગ્રેસરતા જેમાં નથી એવું આ દર્શન છે. કારણ કે દર્શન સામાન્યબોધરૂપ હોવાથી પ્રવૃત્તિનિવૃત્તિ કરાવવામાં અસમર્થ છે. આ વ્યવહાર પૂરા ઈત્યાદિ બીજું વિશેષણ થયું.
૫૧
તથા ‘આ કંઈક છે’ એટલી વસ્તુની સત્તા (વિદ્યમાનતા) માત્રને જ જણાવનારૂં આ દર્શન છે આ સન્માત્ર શોચરણ્ય ત્રીજું વિશેષણ છે અને સ્વસમયમાં (જૈનદર્શનમાં) જ આ પ્રસિદ્ધ છે. પ્રથમ સામાન્યોપયોગ પછી વિશેષોપયોગ, નિરાકારોપયોગ તરીકે જૈનદર્શનમાં જ પ્રસિધ્ધ એવું દર્શન છે. આ દર્શન સામાન્યધર્મનું જ્ઞાન કરાવનાર હોવા છતાં પણ પ્રવૃત્તિ-નિવૃત્તિમાં અસમર્થ હોવાથી તથા વિશેષ ધર્મોનું જ્ઞાન કરાવનાર ન હોવાથી પ્રમાણ મનાતું નથી. આ સ્વસમય પ્રસિદ્ધસ્ય ચોથું વિશેષણ છે તેવા પ્રકારના દર્શનની પ્રમાણતાના વ્યવચ્છેદ માટે સૂત્રમાં ‘જ્ઞાનમ્' પદ કહ્યું છે.
તથા નૈયાયિકોએ કલ્પેલા અજ્ઞાનાત્મક એવા સન્નિકર્માદિને પ્રમાણતા આવી ન જાય તે માટે પણ આ જ્ઞાન પદ કહ્યું છે. ઇન્દ્રિયો અને વિષયોનો જે સંયોગ તે સજ્ઞિકર્ષ કહેવાય છે. તેના સંયોગ, સંયુક્તસમવાય ઇત્યાતિ છ ભેદો નૈયાયિકો માને છે. ઇન્દ્રિયો પણ પુદ્ગલોની બનેલી છે અને તેનાથી જણાતા વિષયો પણ પૌદ્ગલિક છે. તેથી તેઓનો સંયોગ પણ પૌદ્ગલિક છે માટે અચેતન છે અને અચેતન વસ્તુ પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવવામાં અસમર્થ છે. માટે તે સશિકúદિ પણ પ્રમાણ નથી. એ જણાવવા જ્ઞાન પદ છે.
સારાંશ કે અલ્પજ્ઞાનસ્વરૂપ, વ્યવહારની ધુરાની અગ્રેસરતાને ધારણ નહિ કરનાર, સત્તા માત્રને જણાવનાર, અને જૈનદર્શનમાં જ પ્રસિધ્ધ એવા દર્શનોપયોગનું અને નૈયાયિકાદિ વડે કલ્પાયેલા, અચેતનાત્મક, એવા સક્ષિકદિનું પ્રમાણપણું દૂર કરવા માટે જ્ઞાન પદનું કથન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org