________________
४८
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨
રત્નાકરાવતારિકા
આ સંબંધ વાચ્ય-વાચકના ઉત્પત્તિકાળે સાથે જ ઉત્પન્ન થાય છે. નિત્યાનિત્ય છે. કથંચિત્ ભિન્નભિન્ન છે. ઉભયાત્મક વસ્તુને જણાવનાર છે. આ બધી ચર્ચા આ જ ગ્રન્થમાં આગળ-આગળ યથાસ્થાને બતાવાશે. બૌધ્ધદર્શનની એકાત્તદષ્ટિ હોવાથી ખોટી રીતે દોષો અપાયા છે. જો વસ્તુસ્વરૂપને અનેકાન્તદષ્ટિથી જોવામાં આવે તો કોઈ દોષ આવે નહીં. માટે જે શ્રોતાગણ આદિવાક્ય વિના પ્રયોજન ન જાણી શકે અને શબ્દને અર્થના પ્રતિપાદક તરીકે પ્રમાણભૂત માને છે તે શ્રોતાગણ પ્રત્યે અમે ગ્રન્થની આદિમાં પ્રયોજન જણાવવા માટે આદિવાક્ય” અવશ્ય કહીએ છીએ.
પરંતુ જે શ્રોતાગણ આદિવાક્ય વિના પણ શાસ્ત્રાન્તરોની સાથે આ શાસ્ત્રનું સાધર્માદિ દેખીને સ્વયં પ્રયોજનને જાણી લે છે તે, તથા જેઓ શબ્દને પ્રમાણ તરીકે નથી માનતા, તે બન્ને શ્રોતાગણ પ્રત્યે શાસ્ત્રની આદિમાં આ પ્રયોજન વાક્ય' ન કરવું જોઈએ એમ પણ અમે માનીએ છીએ. આ પ્રમાણે શ્રોતાગણની પાત્રતા જોઈને જ આદિવાક્ય કર્તવ્ય પણ છે અને અકર્તવ્ય પણ છે એમ અનેકાન્તવાદ જ ખરેખર વિજયવંત છે. / ૧ //
હવે પ્રારંભમાં પ્રમાણનું લક્ષણ જણાવે છે. अथ प्रमाणस्यादौ लक्षणं व्याचक्षते -
स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम् ॥ २ ॥ अत्र चादग्धदहनन्यायेन यावदप्राप्तं तावद् विधेयम् - इति विप्रतिपन्नानाश्रित्य स्वपरेत्यादिकम्, अव्युत्पन्नान् प्रति प्रमाणम्, प्रमाणप्रमेयापलायिनस्तूद्दिश्य द्वयमपि विधेयम्, शेषं पुनरनुवाद्यम् ।
तत्र प्रमाणमिति प्राग्वत् । स्वमात्मा ज्ञानस्य स्वरूपम् । पर: स्वस्मादन्यः अर्थ इति यावत् । तौ विशेषेण यथावस्थितस्वरूपेण अवस्यति निश्चिनोतीत्येवं शीलं यत् तत् स्वपरव्यवसायि ।
સ્વનો એટલે જ્ઞાનનો, અને પરનો એટલે પદાર્થનો, એમ ઉભયનો નિશ્ચય કરાવનારૂં જે જ્ઞાન તે જ્ઞાન પ્રમાણ કહેવાય છે.
જે જે દર્શનકારો જે જે વસ્તુને માનતા નથી તે તે દર્શનકારોને સમજાવવા માટે તે તે પદો સૂત્રકારે સૂત્રમાં કહ્યાં છે, તેને વિધેય કહેવાય છે, કારણ કે સમજેલી વસ્તુ સમજાવવાની હોતી નથી, પરંતુ જે ન સમજાઈ હોય તે વસ્તુ જ સમજાવવાની હોય છે. જેમ અગ્નિ બલેલાં (રાખ થયેલાં) કાષ્ઠને બાળતી નથી, પરંતુ અદગ્ધ (નહી બળેલાં)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org