________________
४६
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
ननु यद्येवमादिवाक्यं पराक्रियते, न तहीदं भवद्भिरपि कर्तव्यमिति चेत् ? नैवम् - कर्तव्यं च तं प्रति, यो नान्यथा प्रयोजनं विदाञ्चकार, वाच्यवाचकोत्पत्तिसमयसम्भूष्णुशक्तिस्वभावस्याऽबाधिततयाऽनुभवेन चित्रज्ञानरूपस्पष्टदृष्टान्तावष्टम्भेन च कृतविरोधपरिहारत्वाद् नित्यानित्यस्य वाच्यवाचकाभ्यां कथञ्चिद्भिन्नस्य सामान्यविशेषोभयस्वभाववस्तुगोचरोपरचितसङ्केताभिव्यक्तस्य वाच्यवाचकभावसम्बन्धस्य बलेन शब्दानामर्थस्य प्रतिपादकत्वं प्रतिपद्य प्रामाण्यं चाङ्गीचकार । एतच्च यथास्थानं समर्थयिष्यते । यः पुनरन्यथाऽपि प्रयोजनमजानाद्, यश्च शब्दविशेषणं प्रमाणत्वेन नाऽमंस्त, तौ प्रति न कर्तव्यं च - इत्यनेकान्तो विजयते ॥१॥
બૌધ્ધ - જો આદિવાક્ય વિના આ શાસ્ત્રનો શાસ્ત્રાન્તરોની સાથે સમાનભાવ જોઈને જ સંદેહાદિ થતાં હોય અને આ રીતે તમે જૈનો આદિવાક્યનું જો ખંડન જ કરો છો. તો આદિવાક્ય તમારા વડે શાસ્ત્રોમાં કેમ કરાય છે ?
જૈન - આવી શંકા કરવી નહિ. કારણ કે જે શ્રોતાગણ અન્યથા = આદિવાક્ય વિના પ્રયોજન ન સમજી શકે, અને શબ્દો અર્થનું પ્રતિપાદન કરે છે એમ માને છે અર્થાત્ શબ્દો અને અર્થની વચ્ચે વાચ્યવાચકભાવ સંબંધ છે, એવું સ્વીકારીને શબ્દોની પ્રમાણતા અંગીકાર કરે છે. તેવા શ્રોતાગણ પ્રત્યે આ આદિવાક્ય અમારા વડે સ્વીકારાય છે.
આ ઉત્તરમાં શબ્દો અર્થ પ્રતિપાદન કરવાની શક્તિ ધરાવે છે અને તેથી શબ્દો પ્રમાણ છે એવું જે શ્રોતાગણ માને છે. એમ બીજો પોઈન્ટ ગ્રન્થકારે જે જણાવ્યો છે તે વધારે સ્પષ્ટ કરે છે કે -
(૧) જ્યારે વાચ્ય પદાર્થ ઉત્પન્ન થાય ત્યારે વાગ્યપદાર્થમાં, અને જ્યારે વાચક શબ્દ ઉત્પન્ન થાય ત્યારે વાચકશબ્દમાં, પોત-પોતાની ઉત્પત્તિના કાળે જ, પોતાની સાથે જ ઉત્પન્ન થવાવાળો શક્તિસ્વભાવ વર્તે છે. આ વાચ્ય માટે આ જ વાચક શબ્દ વપરાય, અને આ વાચકથી આ જ વાચ્ય ઓળખાય એવો શક્તિસ્વભાવ તે તે બન્ને વાચ્યવાચક જ્યારે ઉત્પન્ન થયા ત્યારથી સાથે જ ઉત્પન્ન થયો છે. આ બાબતમાં અબાધિત તેવા પ્રકારનો અનુભવ જગતુના જીવમાત્રામાં હોવાથી, અને રંગબેરંગી પદાર્થનું અનેક રંગોવાળું ચિત્રજ્ઞાન સ્વરૂપ જે સ્પષ્ટ ઉદાહરણ છે તેના આધારથી, ધર્મોત્તરાનુયાયીઓએ પહેલાં જે વિરોધ બતાવ્યો હતો તેનો પરિહાર કરાતો હોવાથી અર્થાત્ કોઈ પણ જાતનો વિરોધ આવતો ન હોવાથી વાચ્ય-વાચકમાં આવો શક્તિસ્વભાવ ઉત્પત્તિકાલથી જ છે.
જેમ ચિત્રજ્ઞાનમાં પરસ્પર વિરોધી રંગો સાથે મળીને બનેલા ચિત્રરંગનું જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org