________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
નિમ્પ્રયોજન હોય અર્થાત્ પ્રયોજનરહિત હોય તે તે શાસ્ત્ર અનારંભણીય હોય છે. આ પ્રમાણે વ્યાપક એવા પ્રયોજનવત્વની અનુપલબ્ધિ થવાથી નિવર્તમાન થતું એવું વ્યાપક પોતાના વ્યાપ્ય આરંભણીયત્વને લઈને જ રિવર્તન પામે છે. આ અનુમાનમાં પ્રયોજનવત્ત્વ એ વ્યાપક છે. તે નિવર્તન પામે તો તેનાથી વ્યાપ્ય આ શાસ્ત્રની “આરંભણીયતા' પણ નિવર્તન પામે, અને તેથી આદિવાક્ય વ્યર્થતાને પામે.
તેથી આવી વ્યાપકાનુપલબ્ધિની અસિદ્ધતા = અવિદ્યમાનતા માટે “આદિવાક્ય' રચાવું જોઈએ એવી અર્ચટમુનિની જે દલીલ છે તે વ્યાજબી નથી. કારણ કે આદિવાક્ય શબ્દાત્મક છે. તેઓના મતે શબ્દ અને અર્થને કોઈ સંબંધ નથી. એટલે શબ્દાત્મક આદિવાક્ય પ્રયોજન વિશેષની સભૂતિ' પ્રકાશિત કરવા સમર્થ નથી. ઇત્યાદિ
रामटस्तु प्रकटयति - यद्यपीदं वाक्यमप्रमाणत्वात् प्रयोजनोपस्थापनाद्वारेण निष्प्रयोजनत्वसाधनमसिद्धं विधातुमधीरम् । तथापि विदग्धं संदिग्धं कर्तुम् । संदिग्धासिद्धमपि च साधनमगमकमेव । यथा समुच्छलद्धवलधूलिपटलं धूमत्वेन संदिह्यमानं धनञ्जयस्येति ।
तदप्यशस्तम्, अनुपन्यस्तेऽपि प्रयोजनवाक्येऽनुभूतपूर्वप्रयोजनविशेषशास्त्रान्तरसाधर्म्यदर्शनेन शास्त्रामात्रादपि निष्प्रयोजनत्वगोचरसंदेहस्य सद्भावात् ।
અર્ચટમુનિની માન્યતાનું જૈનદર્શનકારે ઉપર જે ખંડન કર્યું. તેમાં રામટ નામના કોઈ બૌદ્ધમુનિ અર્ચટમુનિના પક્ષનો બચાવ કરતાં જણાવે છે કે - જો કે અમારા મતે શબ્દ અને અર્થને કોઈ સંબંધ ન હોવાથી શબ્દ તે અપ્રમાણ છે. એટલે જ અમે બૌદ્ધો પ્રત્યક્ષ અને અનુમાન એમ બે જ પ્રમાણ માનીએ છીએ. આગમને પ્રમાણ માનતા નથી. એટલે જ “આદિવાક્ય' પ્રમાણ નથી. અર્થાત્ આદિવાક્ય અપ્રમાણ છે. તેથી પ્રયોજન બતાવવા દ્વારા નિષ્ઠયોજનત્વ રૂપ વ્યાપકાનુપલબ્ધિ હેતુની અસિદ્ધતા કરવાને માટે તે આદિવાક્ય અસમર્થ છે. ભાવાર્થ એવો છે કે જો આદિવાક્ય સપ્રમાણ હોત તો તે પ્રયોજનવત્ત્વને બતાવત, અને પ્રયોજનવત્ત્વને બતાવત એટલે નિષ્પયોજનત્વ રૂપ વ્યાપકની અનુપલબ્ધિ અહીં નથી પણ વ્યાપકની ઉપલબ્ધિ છે એમ પણ બતાવત. એટલે પ્રયોજન બતાવવા દ્વારા નિમ્પ્રયોજન–રૂપ જે વ્યાપકાનુલબ્ધિ હેતુ છે તેની અસિદ્ધતા બતાવત, પરંતુ તે આદિવાક્ય જ અપ્રમાણ છે તે કંઈ બતાવી શકતું જ નથી. તેથી નિષ્પયોજન– રૂપ વ્યાપકાનુપલબ્ધિની અસિધ્ધતા (આ ગ્રન્થમાં પ્રયોજનવસ્વ રૂપ વ્યાપક નથી એમ નહિ. પરંતુ વ્યાપક-પ્રયોજનવત્ત્વ છે એવું) બતાવી શકતું નથી. તેવું બતાવવાને આદિવાક્ય અસમર્થ છે. તથાપિ વ્યાપકાનુલબ્ધિને સંદેહાત્મક કરવાને સમર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org