________________
શબ્દ અને અર્થના સંબંધમાં અર્રટનો પૂર્વપક્ષ અને ખંડન
અનંતપુજીવાન્ ર્મરહિતત્વાત્, ઇત્યાદિ અનુમાનોમાં સાધ્ય-હેતુ સમાનદેશવૃત્તિ પણ હોય છે અને વ્યાપ્યું વ્યાખોતીતિ વ્યાપમ્ - વ્યાયની સાથે વ્યાપીને રહેનાર તે વ્યાપક એ અર્થથી હેતુ પણ વ્યાપક કહેવાય, તથા હેતુથી વ્યાનું યોગ્ય: જાણવાને યોગ્ય તે વ્યાપ્ય. એ અર્થને આશ્રયી સાધ્ય પણ વ્યાપ્ય કહેવાય અર્થાત્ જાણવા યોગ્ય તે વ્યાપ્ય, જણાવનાર તે વ્યાપક. આ અર્થને અનુસારે સાધ્યને વ્યાપ્ય અને હેતુને વ્યાપક કહેવાય. અર્થાત્ સમવ્યાપ્યવ્યાપકમાં આ અર્થ લાગુ પડે છે.
=
જે હેતુ પક્ષમાં ન વર્તતો હોય તે ‘અસિધ્ધ’ હેત્વાભાસ કહેવાય છે જેમ કે શબ્દઃ મુળ: ચાક્ષુષાત્ અહીં ચાક્ષુષત્વ હેતુ શબ્દ નામના પક્ષમાં નથી માટે ‘અસિધ્ધ’ હેત્વાભાસ કહેવાય છે. તેવી રીતે વ્યાપક એવા હેતુની પક્ષમાં અનુપલબ્ધિ અર્થાત્ હેતુનુ પક્ષમાં ન હોવું તે વ્યાપકાનુપલબ્ધિ, આ પણ અસિધ્ધ હેત્વાભાસ કહેવાય છે. તેથી જો આ શાસ્ત્રમાં આદિવાક્ય ન લખીએ તો પ્રયોજનને જણાવનાર આદિવાક્ય ન હોવાથી આ શાસ્ત્ર પ્રયોજનરહિત થાય, પ્રયોજનરહિતતા એટલે હેતુનો અભાવ = વ્યાપકાનુલબ્ધિ, જ્યાં જ્યાં પક્ષમાં વ્યાપકાનુલબ્ધિ હોય ત્યાં ત્યાં ‘શાસ્ત્રારંભ’ નામના સાધ્યનો પણ પ્રતિષેધ જ થાય, અને આપણે શાસ્ત્રમાં પંડિતોની પ્રવૃત્તિ તો સાધવી છે. માટે ‘શાસ્ત્રારંભના પ્રતિષેધ' માટે જ પ્રયોગ કરાતી પ્રયોજનરહિતતા નામની વ્યાપકાનુલબ્ધિ એ ‘અસિધ્ધ’ હેત્વાભાસ છે. એમ વ્યાપકાનુલબ્ધિ નામના અસિધ્ધ હેત્વાભાસની અસિધ્ધતા અવિદ્યમાનતા જણાવવા માટે અને તે અસિધ્ધ હેત્વાભાસતા દૂર કરવા માટે ‘આદિવાક્ય' કરવું જ જોઈએ. આ પ્રમાણે અર્ચટ નામના બૌધ્ધમુનિનું કહેવું છે.
૪૩
Jain Education International
જૈન - તે ઉપર જણાવેલ અર્ચટમુનિનું કથન વ્યાજબી નથી. કારણ કે તેમના મતે શબ્દ અને અર્થની વચ્ચે તાદાત્મ્ય-તત્ક્રુત્પત્તિ અને વ્યાવ્યવાચકભાવ ઇત્યાદિ સંબંધોની વિકલતા હોવાથી અર્થ જણાવવામાં શબ્દ એ પ્રમાણ નથી. હવે જો શબ્દ અર્થ જણાવી શકતા નથી તો ‘આદિવાક્ય' લખીશું તો પણ તે આદિવાક્ય આ ગ્રન્થમાં ‘પ્રયોજન વિશેષનો સદ્ભાવ છે' એવા અર્થને પ્રકાશિત કરવાના સામર્થ્યથી શૂન્ય જ હોવાથી તે વ્યાપકાનુપલબ્ધિની અવિધમાનતા બતાવવામાં અસમર્થ જ રહેશે માટે આ અર્ચટમુનિની
વાત પણ ઉચિત નથી.
For Private & Personal Use Only
=
આ જ સૂત્ર ઉપર લખાયેલી પંડિત શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીકૃત ‘ટિપ્પણી’માં આ વાત સ્પષ્ટ સમજાવી છે કે, અહીં પ્રતિષેધ્ય ‘આરંભણીય' છે. આરંભણીયત્વનું વ્યાપક ‘પ્રયોજનવત્ત્વ’ છે. આ શાસ્ત્ર આરંભણીય છે પ્રયોજનવાન્ હોવાથી, અહીં ‘પ્રયોજનવત્ત્વ’ એ વ્યાપકની અનુપલબ્ધિ ‘નિષ્પ્રયોજ્ઞનત્વ’ એ હેતુથી મૂળ ટીકામાં બતાવી છે. જે જે
www.jainelibrary.org