________________
શબ્દ અને અર્થની વચ્ચે વાચ્યવાચકભાવ નામના સંબંધની સિદ્ધિ
ઉત્તર - તમારો આ સંશય વ્યાજબી નથી. કારણ કે પ્રયોજનને જણાવનારા આ આદિવાક્યના ઉપન્યાસ (= આદિવાક્યની રચના)થી પહેલાં પણ સાધક પ્રમાણોના અભાવે અને બાધકપ્રમાણોના અભાવે આ આત્માને અર્થસંદેહ તો સંભવી શકે છે. અર્થાત્ ‘આદિવાક્યની રચના' કર્યા પૂર્વે પણ આ ગ્રન્થમાં આ પ્રયોજન છે જ એવું કોઈ સાધકપ્રમાણ પણ નહી હોવાથી, તથા આ ગ્રન્થમાં આ પ્રયોજન નથી જ એવું કોઈ બાધકપ્રમાણ પણ નહી હોવાથી, પ્રયોજન વિષેનો ‘અર્થસંદેહ’ તો વાક્યરચનાની પૂર્વે પણ આદિવાક્ય વિના સ્વતઃ પ્રવેશાર્થીઓને દરેકને હોય જ છે. એટલા માટે તો ગ્રન્થ હાથમાં લઈ ખોલે છે - વાંચે છે, જુએ છે. માટે ‘અર્થસંદેહ’ સારૂં આદિવાક્ય નથી.
अथ तदाऽसौ प्रयोजनसामान्ये सत्त्वासत्त्वाभ्यां संशयः, प्रमातारश्च प्रायः प्रयोजनविशेषार्थिन एव इति तद्विषयसंशयोत्पादनाय युक्तमेवेदमिति चेत्, न अस्यापि प्रागेव भावात् । तथाहि प्रमाता शास्त्रमात्रमप्यालो क्यानुभूतप्रयोजनविशेषेण शास्त्रेणाऽस्य वर्णपदवाक्यकृतं साधर्म्यमवधार्य च किमिदमपि सप्रयोजनम्, अप्रयोजनं वा, ? सप्रयोजनमपि किमस्मदभिमतेन तेन तद्वत् किं वान्येन ? इत्यादि वाक्यालोकनं विनापि संदिग्धे । अपि च त्वन्मते न ध्वनिरर्थाभिधानधुरां दधाति । तत्कथं प्रयोजनविशेषविषयसंदेहोत्पादनेऽपि प्रत्यलः स्यात् ? ॥
૪૧
પ્રશ્ન :- ‘આદિવાક્યની રચના' પૂર્વે પ્રયોજનના અર્થીજીવોને ‘અર્થસંદેહ' હોય જ છે એવી જે તમે (જૈનોએ) ઉપર વાત કરી તે બરાબર છે. પરંતુ ત્યારે થયેલો આ સંદેહ સામાન્ય પ્રયોજનને વિષે પ્રયોજનના હોવા અને ન હોવાના વિષયનો છે. પ્રયોજનના સામાન્યપણાનો આવો સંદેહ અવશ્ય વાક્યરચનાની પૂર્વે હોય છે. પરંતુ એવા પ્રકારના સામાન્ય અર્થસંદેહથી પ્રમાતાઓ ગ્રન્થમાં પ્રવૃત્તિ કરતા નથી. કારણ કે ઘણું કરીને પ્રમાતાઓ તો વિશેષપ્રયોજનના જ અર્થી હોય છે; તેથી તે વિશેષપ્રયોજનના વિષયવાળો સંદેહ ઉત્પન્ન કરવા માટે આ આદિવાક્ય રચવું એ યોગ્ય જ છે. ભાવાર્થ આ પ્રમાણે છે - આદિવાક્ય પ્રયોજન માટે નથી પરંતુ ‘અર્થસંદેહ' માટે છે. એમ અમે બૌધ્ધોએ જ્યારે કહ્યું ત્યારે તમે (જૈનોએ) આ સૂત્રરચના પૂર્વે પણ અર્થસંદેહ હોય જ છે એવો જે ઉત્તર આપ્યો તે ઉચિત નથી, કારણ કે પૂર્વે સામાન્ય અર્થસંદેહ હોય છે અને પ્રમાતાઓ વિશેષ અર્થસંદેહથી પ્રવૃત્તિ કરે છે તેથી પ્રમાતાઓની પ્રવૃત્તિ માટે વિશેષપ્રયોજન વિષયક અર્થસંદેહ ઉત્પન્ન થવો જરૂરી છે, અને તેના માટે આદિવાક્યની રચના જરૂરી છે ?
ઉત્તર :- આ વિશેષપ્રયોજન વિષયક અર્થસંદેહ પણ આ આદિવાક્યની રચના પૂર્વે હોય જ છે. તે આ પ્રમાણે - પ્રમાતા પોતે આ શાસ્ત્રમાત્રને પણ જોઈને જ પૂર્વે અનુભવેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org