________________
૩૯
શબ્દ અને અર્થની વચ્ચે વાગ્યવાચકભાવ નામના સંબંધની સિદ્ધિ क्षेपप्रतिक्षेपः काङ्गितः ? किं वा कारणान्तरं किमपि तत्करणेऽस्तीति विवक्षितम् । नाद्यः पक्षः तत्र तत्र तावकैस्तस्य करणात् । नाप्युत्तरः, तस्य कस्यचिदसत्त्वात् ।।
હે બૌધ્ધ ! તે આ તારું સઘળું કથન પવનથી ઉડાડાયેલા આકડાના રૂની તુલ્ય ચંચળ છે. જેમ પવનના ઝપાટાથી રૂ આકાશમાં વેરવિખેર થઈ જાય છે. તેમ આ તારું સઘળું પણ પ્રતિપાદન ક્ષણભંગુર-ચંચળ છે. કારણ કે આટલી લાંબી ચર્ચા બોલતા એવા તારે કહેવું છે શું ? (૧) તને શું આદિવાક્યની રચનાનું ખંડન જ ઈષ્ટ છે. આદિવાક્ય રચાવું જ ન જોઈએ એમ ઈષ્ટ છે કે (૨) આદિવાક્ય પ્રયોજન માટે છે એવું અમે જે કહ્યું તેને બદલે તે આદિવાક્ય કરવામાં તને પ્રયોજન વિના બીજુ કોઈ પણ કારણ છે. એમ ઈષ્ટ છે ? આ બે પક્ષોમાં કયો પક્ષ તારા વડે વિવક્ષાયો છે ?
જો પહેલો પક્ષ તું કહે તો તે બરાબર નથી કારણ કે તમારા ગ્રન્થકારો (આચાર્યો) વડે પણ તે તે શાસ્ત્રો (ની આદિ) માં તે તે આદિવાક્યની રચના કરાયેલી જ છે. જો આદિવાક્ય ન જ કરાતું હોય તો તમારા ગ્રન્થકર્તાઓએ તે તે શાસ્ત્રોમાં આદિવાક્ય કેમ કહ્યું છે? એટલે માત્ર અમારા ઉપરના દ્વેષ વિના) આ કથનમાં બીજું કાંઈ તથ્ય નથી. હવે જો બીજો પક્ષ કહો તો તે પક્ષ પણ ઉચિત નથી. કારણ કે પ્રયોજનને જણાવવા સિવાય આ આદિવાક્યનું બીજુ કોઈ પણ કારણ અવિદ્યમાન જ છે; અર્થાત્ પ્રયોજનને સમજાવવા વિના આદિવાક્યની રચનાનું બીજુ કોઈ કારણ સંભવતું જ નથી.
તથા શબ્દ અને અર્થની વચ્ચે “કથંચિત્ તાદામ્ય” સંબંધ છે. જે અમારા બનાવેલા ૩૭મા પાના ઉપર છાપેલા ચિત્રમાં ૧૭૧૮ નંબરથી અંકિત છે. શબ્દથી અર્થ કથંચિદ્ર ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન છે. જેમ મોદક-ઉપલ-કરવાલ આદિ શબ્દોનું ઉચ્ચારણ કરાયે છતે વદનપૂરણ, ચૂરણ અને પાટન થતું નથી એટલે શબ્દ બોલવા છતાં અર્થ (પદાર્થ) આવી જતો નથી. માટે શબ્દથી અર્થ ભિન્ન પણ છે. તથા તે તે શબ્દો બોલાયે છતે નિશ્ચિત્ત પણે તે તે વિવક્ષિત અર્થની જ પ્રતીતિ થાય છે; અન્ય અર્થની પ્રતીતિ થતી નથી માટે શબ્દથી અર્થ અભિન્ન પણ છે.
કદાચ તમે (બૌધ્ધો) એમ પ્રશ્ન કરો કે અર્થો અનંત હોવાથી આ શબ્દથી આ જ અર્થ સમજવો' એવો નિયમ શાના આધારે થાય? તો તેનો ઉત્તર એ છે કે વકતા-શ્રોતાના મનની વિવક્ષાના બળે શબ્દથી પ્રતિનિયત અર્થની પ્રતીતિ થાય છે. પરંતુ સ્વછંદપણે અર્થની પ્રતીતિ થતી નથી. તથા શબ્દ અને અર્થને જો કોઈ સંબંધ ન જ હોય તો તમારા જ શાસ્ત્રોમાં પરમાણુ-ક્ષણ વિગેરે જે જે શબ્દો અમુક ચોક્કસ પ્રતિનિયત અણુ-પદાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org