________________
૩૮
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
विकल्पयोनयः शब्दाः विकल्पाः शब्दयोनयः ।
कार्यकारणता तेषां, नार्थं शब्दाः स्पृशन्त्यपि । તેથી “પ્રમાનિયતત્ત્વ" ઇત્યાદિ પદોવાળું જે આદિવાક્ય છે તે સાક્ષાત્ સ્વવાથ્ય એવા પ્રયોજનને કહેવાને સમર્થ નથી. કારણ કે જેમ બીચારા ગરીબ ચાંડાલો (તુચ્છ હોવાથી) ઉત્તમજાતિના ગણાતા બ્રાહ્મણને સ્પર્શવાને પણ અસમર્થ છે. તેમ આ વાચકશબ્દો સ્વલક્ષણરૂપ (પોતાનાથી લક્ષિત થતા એવા સ્વવાટ્યરૂપ) પદાર્થોને એક ક્ષણવાર પણ સ્પર્શ કરવાને સમર્થ નથી. અર્થાત્ વાચકશબ્દો વાગ્યઅર્થને અલ્પ પણ સ્પર્શતા નથી કારણ કે તે શબ્દો વિકલ્પરૂપ શિલ્પિવડે કલ્પાયેલા અર્થમાત્રને જણાવવાના જ વિષયવાળા છે. અને મનના વિકલ્પો ઉપેક્ષા (કલ્પના) સ્વરૂપ વ્યાપારમાં જ પર્યવસિત થઈ જાય છે.
સારાંશ એમ છે કે બોલનારા લોકોએ મનમાં જે વિકલ્પ (સંકલ્પ) કરીને શબ્દોનો પ્રયોગ કર્યો હોય તે શબ્દપ્રયોગ તે વિકલ્પોથી કલ્પાયેલા અર્થમાત્રને જણાવવામાં તત્પર છે. જેમ કે કોઈ વક્તાએ માટીના બનેલા ઘડાનો મનમાં વિકલ્પ કરીને ‘પદમીના' કહ્યું હોય તો તે વટ શબ્દ માટીના ઘડાને જ જણાવે છે અને કોઈ વક્તાએ શરીરનો જ ઘટ તરીકે સંકલ્પ કરીને યદ શબ્દનો પ્રયોગ કર્યો હોય તો તે પદ શબ્દ કાયા અર્થને જણાવે છે. માટે મનના વિકલ્પોરૂપી શિલ્પિવડે જે જે શબ્દ જે જે અર્થમાં કલ્પીને બોલાય છે તે તે શબ્દો તે તે ઉભેક્ષા (કલ્પના) કરાયેલાં અર્થોને જણાવવાના જ વ્યાપારમાં પર્યવસાન પામે છે - શાસ્ત્રોમાં કહ્યું છે કે
વક્તા મનમાં અર્થનો વિકલ્પ કરીને તે વિકલ્પમાં શબ્દ પ્રયોગ કરે છે; તેથી વક્તાની અપેક્ષાએ વિકલ્પોમાંથી શબ્દ ઉત્પન્ન થાય છે અર્થાત્ વિકલ્પ છે યોનિ જેની એવા શબ્દો છે અને શ્રોતાની અપેક્ષાએ શબ્દ સાંભળીને “વક્તા વડે આ શબ્દ આ અર્થમાં પ્રયોજાયો છે” એવો વિકલ્પ શ્રોતાના મનમાં જન્મે છે; તેથી શ્રોતાની અપેક્ષાએ શબ્દમાંથી વિકલ્પ ઉત્પન્ન થાય છે. અર્થાત્ શબ્દ છે યોનિ જેની એવા વિકલ્પો છે. આ પ્રમાણે વક્તા-શ્રોતા એમ બન્નેની અપેક્ષાએ “વિકલ્પ-શબ્દ-શબ્દ-વિકલ્પ' એમ માત્ર આ વિકલ્પ અને શબ્દ વચ્ચે જ ધારાવાહી ચાલે છે. તેઓમાં જ માત્ર કાર્ય-કારણતા રહેલી છે. વક્તાની અપેક્ષાએ વિકલ્પ એ કારણ અને શબ્દ એ કાર્ય, તથા શ્રોતાની અપેક્ષાએ શબ્દ એ કારણ અને વિકલ્પ એ કાર્ય આ પ્રમાણે સમજવું. બાકી આ શબ્દો અર્થને (પદાર્થને) તો અડકતા પણ નથી. શબ્દ અને પદાર્થનો તો સ્પર્શ પણ નથી. વાચ્યને અને વાચકને તો કંઈ સંબંધ નથી.
तदेतदखिलमनिलान्दोलिताऽर्कतूलतरलम् । यत एवं वदतस्ते किमादिवाक्योप
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org