________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
દોષો આવે, પરંતુ અમે જૈનો શું કહીએ છીએ તે તો તમે સાવધાનીથી સાંભળો - પછી ખંડન કરો. અમે એમ માનીએ છીએ કે “આ સંસારની તમામ વસ્તુ સામાન્ય-વિશેષ એમ ઉભયાત્મક હોવા વડે સ્વતંત્ર સામાન્ય વિશેષથી જાન્યતર રૂપ વાળી, પ્રત્યક્ષ પ્રમાણથી સિધ્ધ, અને કથંચિત્ અનુવૃત્તિ અને કથંચિડ્યાવૃત્તિ વાળી છે તે આ પ્રમાણે -
સંસારમાંની ઘટ-પટ-નટ-તટ આદિ સર્વ વસ્તુઓ દ્રવ્યથી સામાન્યાત્મક પણ છે અને પર્યાયથી પ્રતિસમયે બદલાતી હોવાથી વિશેષાત્મક પણ છે એમ સામાન્ય-વિશેષ ઉભયાત્મક-ઉભયરૂપ સર્વ વસ્તુઓ છે. આ જ કારણથી વેદાન્ત-બૌધ્ધ-ન્યાય-વૈશેષિકાદિએ માનેલા એકાન્ત સામાન્ય-વિશેષથી આ ઉભયવાદ જાત્યન્તર છે કારણ કે વેદાન્ત સામાન્યને જ સ્વીકારે છે. બૌધ્ધ વિશેષને જ સ્વીકારે છે. અને ન્યાય-વૈશેષિક બન્નેને સ્વીકારે છે પરંતુ એકાન્ત ભિન્ન માને છે જ્યારે અમે (જેનો) ઉભયમય વસ્તુ માનતા હોવાથી આ ઉભયાત્મકપણું એ જાત્યન્તર છે. પ્રત્યક્ષ પ્રતીતિથી પણ આ જ પ્રમાણે જણાય છે. સોનાનું કુંડળ ભાંગી કડુ બનાવતાં સોનાપણે સામાન્ય પણ છે અને કડા-કુંડળ પણ વિશેષ પણ છે. અને આજ કારણથી સુવર્ણાદિ આ દ્રવ્ય કડા-કુંડળ પર્યાયોમાં દ્રવ્યદૃષ્ટિએ કાયમ અન્વયવાળુ હોવાથી કથંચિ અન્વયવાળું પણ છે. અને તે જ સુવર્ણ કડા-કુંડળ પર્યાયભાવે પરિવર્તનવાળું હોવાથી કંચિત્ વ્યાવૃત્તિવાળું પણ છે. આ રીતે જાન્યતર એવું ઉભયાત્મકપણું એ જ વાચ્ય-વાચકભાવના સંબંધનો આધાર અમે માનીશું.
ઉત્તર :- તે આ તમારૂં (જૈનોનું) કથન કોઈ અપૂર્વ જ કપટ યુક્ત નાટકની પટુતાને જ પ્રકટ કરનારું છે. કેવળ હડહડતું જુઠાણું માત્ર જ છે. કારણ કે સામાન્ય અને વિશેષ એમ ઉભયનું તાદામ્ય ધરાવે એવી વસ્તુ માનવામાં દુર્ધર (જેને દુઃખે નિવારી શકાય) એવા વિરોધોની પરંપરા હોવાથી દુર્ગધ્ય જ છે. જે પ્રકાશ હોય તે અન્ધકાર ન હોય અને જે અધિકાર હોય તે પ્રકાશ ન હોય, જે આપણી માતા હોય તે આપણી પત્ની ન હોય અને જે આપણી પત્ની હોય તે આપણી માતા ન હોય. આ જેમ પરસ્પર વિરૂદ્ધ છે તેમ જે સામાન્ય હોય તે વિશેષ ન હોય અને જે વિશેષ હોય તે સામાન્ય ન હોય માટે જૈનોની ઉભયાત્મક માનવાની માન્યતા દુર્ધર વિરોધોથી ભરેલી ઉપરના દ્રષ્ટાતોની જેમ સમજવી.
આ પ્રમાણે નિત્ય-અનિત્ય-અને નિત્યાનિત્ય આ ત્રણ પક્ષોમાંથી નિત્ય-અનિત્ય બે પક્ષોનું ખંડન પુરૂં થયું, ત્રીજો નિત્યાનિત્યપક્ષ, અને અતિરિક્તના પાડેલા બે ભેદોમાંનો બીજો કથંચિત્ ભિન્ન આ બે પક્ષો ખંડન કરવાના બાકી રહે છે. પરંતુ હમણાં સામાન્ય વિશેષ એમ ઉભયાત્મકપણાનું જે ખંડન કર્યું. તેનૈવ = એ જ પ્રકાર વડે બાકી રહેલા કથંચિભેદ, અને નિત્યાનિત્ય એમ બન્ને પક્ષો પણ ખંડિત થયેલા સમજી લેવા તે તમામ પક્ષોનું સામાન્યચિત્ર આ પ્રમાણે - (જુઓ પાના નં. ૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org