________________
શબ્દ અને અર્થના સંબંધમાં રામટમુનિનો પૂર્વપક્ષ અને ખંડન
જેમ હેતુનુ પક્ષમાં ન જ હોવું' તે અસિધ્ધ હેત્વાભાસ કહેવાય અને આ હેત્વાભાસ સાધ્ય સિધ્ધ થવા દેતો નથી એટલે સાધ્યનો અગમક છે. તેની જેમ “જે હેતુ પક્ષમાં છે કે નહિ ? તેનો સંદેહ હોય” નિર્ણય ન હોય તો તે હેતુ સંદિગ્ધાસિધ્ધ કહેવાય છે અને તે પણ સાધ્યનો અગમક જ મનાય છે.
અહીં ‘આદિવાક્ય’ જો પ્રમાણ હોત તો પ્રયોજનનો સદ્ભાવ પ્રકાશિત કરત, તેથી ‘નિષ્પ્રયોજનત્વ’ રૂપ વ્યાપકાનુપલબ્ધિની અસિધ્ધતા સાબિત કરત, અને એમ અસિધ્ધ હેત્વાભાસ થવાથી ‘અનારંભણીયત્વ' સાધ્ય સિધ્ધ ન થવા દેત, પરંતુ આદિવાક્ય પ્રમાણ નથી એટલે આ બધુ ભલે થતુ નથી તથાપિ ‘આદિવાક્ય’ મુકવાથી આ શાસ્ત્રમાં ‘નિષ્પ્રયોજનત્વ’ રૂપ વ્યાપકાનુપલબ્ધિનો સંદેહ અવશ્ય કરાવે છે. તમે ‘આદિવાક્ય’ આ ગ્રન્થમાં મુકો એટલે તે વાક્યને જોઈને જ પંડિત પુરૂષોને એમ શંકા થાય કે આ શાસ્ત્ર શું ‘નિષ્પ્રયોનનત્વ' વ્યાપકાનુલપલબ્ધિવાળું છે કે નિયોગનવરહિત છે. આવો સંદેહ તો આદિવાક્ય કરાવે જ છે અને તેથી પણ ‘અનારંભણીય' સાધ્ય સિદ્ધ થતું અટકે જ છે. માટે આદિવાક્ય જરૂરી છે. જેમ કે -
૪૫
આકાશમાં ઉછળતી ધોળી ધોળી ધૂળનો સમૂહ જે દેખાય, તેને જ ‘શું આ ધૂમ હશે ?' એમ ધૂમપણે સંદેહ કરાય તેટલા માત્રથી તે ધનંજયનો (અગ્નિનો) ગમક બની જતો નથી. એટલે કે ધૂમપણે શંકાશીલ બનેલો અને હકીકતથી જે ધૂમરૂપ નથી તેવો ધૂલિપટલ જેમ અગ્નિને જણાવી શકતો નથી. તેમ આ ગ્રન્થમાં ‘નિષ્પ્રયોજનત્વ’ રૂપ વ્યાપકાનુપલબ્ધિ છે કે નહિ એવો સંદેહ ઉત્પન્ન કરતું આ આદિવાક્ય પણ નિષ્પ્રયોજનત્વથી સિધ્ધ થતાં ‘અનારંભણીયત્વ' સાધ્યનું ગમક બનશે નહિ. માટે આદિવાક્ય કરાવું જોઈએ કે જેથી હેતુ શંકાશીલ બનતાં અનારંભણીયત્વ સાધ્ય સિધ્ધ ન થતાં ગ્રંથ આરંભણીય બને.
જૈન - રામટમુનિની આ યુક્તિ પણ પ્રશંસનીય નથી. કારણ કે આ શાસ્ત્રમાં ‘આદિવાક્ય’ ન મુકીએ તો પણ પૂર્વે અનુભવેલા પ્રયોજનવિશેષવાળાં શાસ્ત્રાન્તરોની સાથે પ્રકૃતશાસ્ત્રમાં સાધર્મ્સ જોઈને પણ ‘નિષ્પ્રયોજનત્વ' વિષયક સંદેહ તો થઈ શકે છે. સારાંશ કે આવા પ્રકારના ‘નિષ્પ્રયોજનત્વ'ના સંદેહ માટે આદિવાક્યની જરૂરીયાત નથી. કારણ કે આદિવાક્ય નહિ હોય તો પણ આ શાસ્ત્રનું શાસ્ત્રાન્તરોની સાથે સાધર્મ્સ જોઈને પણ સંદેહ તો આપોઆપ થઈ શકે છે. વળી તમારા બૌધ્ધના મતે તો શબ્દનો અર્થની સાથે કોઈ સંબંધ ન હોવાથી જેમ આદિવાક્ય અસિધ્ધતા ન જણાવી શકે તેમ આ આદિવાક્ય સંદેહ પણ ન જ જણાવી શકે ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org