________________
YO
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
ઇત્યાદિ માટે વપરાયેલાં જોવા મળે છે; તે કેમ ઘટશે ? માટે શબ્દ-અર્થ વચ્ચે “કથંચિ તાદામ્ય સંબંધ છે. અને સંકેત સહકૃત એવો વાચ્ય-વાચકભાવ નામનો સંબંધ પણ છે જ.
अथास्त्येव प्रयोजनार्थिप्रवृत्तिनिमित्तार्थसंदेहोत्पादनं तत् । तथाहि - प्रेक्षितप्रयोजनवाक्यानां प्रयोजनार्थिनां तदुपदर्शितप्रयोजनभावाभावपरामर्शपरः संशयः समाविर्भवति । ततोऽपि च संशयतः सस्यसंपत्त्यादिफले कृष्यादौ कृषीबला इव ते तत्र प्रवर्तन्ते - इति चेत् तदप्राज्यम्, प्रयोजनवाक्योपन्यासात् प्रागप्यस्य साधकबाधकप्रमाणाभावेन भावात् ।
પ્રશ્ન :- “આદિ વાક્યની રચનામાં” તમે ઉપર બતાવેલા બે પક્ષો પૈકી ‘મિuિ RUTન્ત' નામનો બીજો પક્ષ અમે (બૌધ્ધો) માનીએ છીએ. એટલે કે આ “આદિવાક્ય પ્રયોજન બતાવવા માટે છે એવું જે તમે (જૈનો માનો છો તે વ્યાજબી નથી. પરંતુ આ આદિવાક્ય' અર્થસંદેહને ઉત્પન્ન કરવા રૂપ કારણોત્તર માટે કરાય છે એમ અમારું (બૌધ્ધોનું) કહેવું છે.
પ્રયોજનના અર્થી આત્માઓની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત એવો સંદેહ “આ ગ્રન્થમાં આ પ્રમાણ-નયોનું સ્વરૂપ હશે કે નહિ હોય ?” એવા પ્રકારનો જે અર્થસંદેહ થાય છે; તે અર્થસંદેહની ઉત્પત્તિ એ જ આદિવાક્યરચનામાં કારણ છે. સારાંશ કે આદિવાક્યની રચનામાં તમે માનેલું પ્રયોજન' કારણ નથી. પરંતુ પ્રયોજનની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત એવા અર્થસંદેહની ઉત્પત્તિ સ્વરૂપ “કારણાન્તર' એ કારણ છે. એમ અમારૂ બૌધ્ધોનું કહેવું છે. કારણ કે આ શાસ્ત્ર ખોલતાં જ જોયું છે પ્રયોજનવાળુ આદિવાક્ય જેઓએ એવા પ્રયોજનના અર્થી આત્માઓને તે આદિવાક્ય વડે બતાવાયેલું પ્રયોજન આ શાસ્ત્રમાં છે કે નહીં? ઇત્યાદિ વિચારોવાળો સંશય પ્રગટ થાય જ છે અને આવા પ્રકારના સંશયથી તેઓ તે ગ્રન્થમાં પ્રવૃત્તિ કરે છે.
જેમ “ધાન્યની સંપત્તિ આદિ છે ફળ જેનું' એવી ખેતી આદિમાં વરસાદ વરસે ત્યારે જેમ ખેડુતો પ્રવૃત્તિ કરે છે, તેમ, એટલે કે જ્યારે વરસાદ વરસે, ખેતી લાયક ભૂમિ હોય, વાવવા યોગ્ય બીજ-ખાતર આદિ હોય, ત્યારે ખેડુત પોતાના ખેતરમાં બધાં જ સાધનોથી ખેતી કરે છે પરંતુ બધાન્ય પાકશે કે નહીં?' એવો સંદેહ મનમાં હોય જ છે. કારણ કે ખેતી કરે તે બધાંને અનાજ પાકે જ એવો નિયમ નથી. તેથી જેમ ખેડુત સંશયથી ખેતીમાં પ્રવૃત્તિ કરે છે. તેમ પ્રયોજનનો અર્થી આત્મા સંદેહથી આ ગ્રન્થમાં પ્રવૃત્તિ કરશે. માટે આદિવાક્ય પ્રયોજન માટે નથી પરંતુ “અર્થસંદેહ' રૂપ કારણોત્તર માટે છે અને તે અર્થસંદેહ' ગ્રન્થ પ્રવૃત્તિનું કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org