________________
૪ ૨
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા છે વિશેષ પ્રયોજનો જેનાં એવાં બીજા શાસ્ત્રોની સાથે વર્ણકૃત, પદકૃત, અને વાક્યકૃત સાધર્મ્સ જોઈને શું આ શાસ્ત્ર પણ વિશેષ પ્રયોજનથી સપ્રયોજન છે કે અપ્રયોજન છે ? એવો વિશેષ પ્રયોજન વિષયક અર્થસંદેહને કરે જ છે. તથા આ શાસ્ત્ર જો સપ્રયોજન છે તો પણ શું એ અમારા માનેલા ઈષ્ટ એવા તે પ્રયોજન વડે પ્રયોજનવાળું છે? કે અન્ય પ્રયોજન વડે પ્રયોજનવાળું છે ? ઇત્યાદિ વિશેષ અર્થસંદેહ પણ આદિવાક્યના અવલોકન વિના પણ પૂર્વે હોઈ શકે છે માટે વિશેષ અર્થસંદેહ સારૂ આ આદિવાક્ય છે એવો તમારો (બૌધ્ધોનો) બચાવ વ્યાજબી નથી.
તથા વળી તમે ઉપર બતાવેલી લાંબી લાંબી પક્ષોની હારમાળાવાળી ચર્ચા વડે સર્યું, કારણ કે તમારા મતે ધ્વનિ (શબ્દ) અર્થને કહેવાની ધુરાને જ ધારણ કરતો નથી કારણ કે તમારા મતે તો વિકલ્પમાંથી શબ્દ અને શબ્દમાંથી વિકલ્પ જ ઉત્પન્ન થાય છે. અર્થને તો સ્પર્શતો પણ નથી. તો પછી “પ્રયોજનવિશેષના વિષયવાળા અર્થસંદેહને ઉત્પન્ન કરવામાં પણ સમર્થ કેમ થશે ? માટે તમારી વાત અસાર છે.
___ अर्चटश्चर्चचतुरः पुनराह - इह प्रेक्षावतां प्रवृत्तिः प्रयोजनवत्तया व्याप्ता । ततो यद् निष्प्रयोजनम्, न तत् तैरारम्भणीयम् । यथा काक-दन्तपरीक्षा । तथा चैतत् - इति शास्त्रारम्भप्रतिषेधाय प्रयुज्यमानाया व्यापकानुपलब्धेरसिद्धतोद्भावनार्थमादिवाक्यं कर्तव्यमिति ।
__ तदप्यनुपपन्नम्, वाक्यस्य प्रमाणत्वेनानवस्थिततया प्रयोजनविशेषसद्भावप्रकाशनसामर्थ्यशून्यत्वात् तदसिद्धिमुद्भावयितुमपर्याप्तत्वात् ॥
ચર્ચા કરવામાં પોતાની જાતને અતિશય ચતુર માનતા અર્જટ નામના કોઈ બૌદ્ધાચાર્ય હવે કહે છે કે - આ બાબતમાં પંડિતપુરૂષોની પ્રવૃત્તિ પ્રયોજનવત્તાની સાથે વ્યાપ્ત છે. તેથી જે જે શાસ્ત્ર નિમ્પ્રયોજન હોય છે તે તે શાસ્ત્ર તે તે પંડિતો વડે અમારંભણીય હોય છે. જેમ કે કાકદંતપરીક્ષા. તેનું અનુમાન આ પ્રમાણે - રૂદ્ર શાસ્ત્ર (પક્ષ), મારHUર્થ (સાધ્ય), પ્રયોગનજ્વત્િ (હેતુ), આ અનુમાનમાં સાધ્ય વ્યાપ્ય છે અને હેતુ વ્યાપક છે. જો કે તર્કસંગ્રહાદિ ન્યાયના ગ્રન્થોમાં સાધ્યને વ્યાપક અને હેતુને વ્યાપ્ય કહેવાય છે. તથા ન્યૂનદેશવૃત્તિ તે વ્યાપ્ય અને અધિકદેશવૃત્તિ તે વ્યાપક એમ કહેવાય છે. પરંતુ તે ન્યાયની પરિભાષા અહીં ન સમજવી. કારણ કે “પર્વતો વદ્વિમન્ ધૂમત' ઇત્યાદિ અનુમાનોને સામે રાખીને વ્યાપ્ય-વ્યાપકની ઉપરની વ્યાખ્યા કરાયેલી છે. તે વ્યાખ્યા સર્વત્ર લાગુ પડતી નથી. જેમ કે - “પૃથ્વી, રૂતરત્રી, અન્યવત્તાત્, મયં સનીવ: ચૈતન્યવર્ઘી, સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org