________________
શબ્દ અને અર્થની વચ્ચે વાચ્યવાચકભાવના સંબંધનો પણ અસંભવ
હાલ એક ઘટ જોતાં બીજા ઘટમાં અને એક ગાય જોતાં બીજી ગાયોમાં જે વ્યવહાર થાય છે તે વ્યવહારનો તો અભાવ જ થઈ જાય, કારણ કે આ પ્રમાણે પ્રત્યેક વાચ્યવિશેષવાર અને પ્રત્યેક વાચકવિશેષવાર સંકેત કરનારાઓનો તો અવશ્ય અભાવ જ છે. કોઈ આવો વારંવાર સંકેત કરતું વ્યવહારમાં દેખાતુ નથી.
अथ सामान्यगोचरः एव सङ्केतः क्रियते । तदेव च वाच्यवाचकभावाधिकरणं कालान्तरव्यक्त्यन्तरानुसरणनैपुण्यधरं च नित्यत्वाद् व्यक्तिनिष्ठत्वाच्च - इति चेत् । तन्न मनीषिमान्यम्, सामान्यस्याभावाद् । कथं प्रतिभासभाजनमपि तन्नास्ति ? इति चेत् - न, तत्प्रतिभासासिद्धेः । तथाहि दर्शने परिस्फुटत्वेनासाधारणमेव रूपं प्रथते, न साधारणम् ।
-
૩૩
अथ साधारणमपि रूपमनुभूयते गौर्गौरिति । तदसाधीयः, शाबलेयबाहुलेयादितीव्रतीव्रतरगोशब्दादिरूप - विवेकेन तस्याप्रतिभासनात् । न च शाबलेयादिरूपमेव साधारणम्, प्रतिव्यक्तिभिन्नख्योपलम्भात् । यदि च सामान्याधार एव वाच्यवाचकभावः, तदा न शब्दात् प्रवृत्तिः स्यात्, ज्ञानमात्रलक्षणत्वात् सामान्यार्थक्रियायाः, तस्याश्च तदैव निष्पन्नत्वात् ।
Jain Education International
પ્રશ્ન :- પદાર્થો ક્ષણિક હોવાથી પ્રત્યેકક્ષણે બદલાય છે માટે એકસમયના પદાર્થમાં કરેલો સંકેત સમયાન્તરના પદાર્થમાં કામ આવતો નથી, તથા એક ઘટમાં કરાયેલો સંકેત ઘટ નાશ પામતાં નાશ પામે છે. નવા નવા ઘટે નવો નવો સંકેત કરવો પડે છે અને આવા વ્યવહારનો અભાવ છે. કારણ કે વારંવાર કોઈ સંકેત કરતું નથી. ઇત્યાદિ તમે બૌદ્ધોએ જે કહ્યું તે સંકેતનો વિષય પ્રતિક્ષણવર્તી પદાર્થવિશેષ માનીએ તો દોષો આવો. પરંતુ અમે (જૈનો) એમ માનીશું કે ઘટશબ્દનો સંકેત ઘવિશેષમાં નહિ, પરંતુ ઘટત્વનામનું જે સામાન્ય છે. તે સામાન્યના વિષયમાં જ સંકેત કરાય છે. અને તે સામાન્ય જ વાચ્યવાચકભાવના સંબંધનું અધિકરણ બને છે. એમ અમે માનીશું. તે સામાન્ય કાળાન્તરમાં અને વ્યક્ત્વન્તરમાં અનુસરવાની નિપુણતાને ધારણ કરવાવાળું છે. કારણ કે તે સામાન્ય નિત્ય છે અને વ્યક્તિએ વ્યક્તિએ રહેલું છે. ઘટત્વ, ગોત્વ, પટત્વ, નરત્વ ઇત્યાદિ સામાન્ય ત્રિકાળવર્તી હોવાથી નિત્ય છે. તે તે વ્યક્તિઓમાં રહેલું છે. માટે કાલાન્તરે આવનારી વ્યક્તિઓમાં, અને એકકાલવર્તી એવી ભિન્ન ભિન્ન તે તે વ્યક્તિઓમાં રહેવાના સ્વભાવવાળું સામાન્ય છે. માટે સંકેતનો વિષય સામાન્ય છે અને તે જ વાચ્યવાચકસંબંધનો આધાર છે. આવું અમે જૈનો માનીશું.
For Private & Personal Use Only
www.jainelibrary.org