________________
શબ્દ અને અર્થની વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ ઘટતો નથી આમ પૂર્વપક્ષ
૩૧
સંબંધ ઉત્પન્ન થાય છે. એવા અર્થવાળો ‘ચતો' અન્ય એવા સંકેતથી પણ સંબંધ થાય છે એમ ત્રીજો પક્ષ જો સ્વીકારાય તો અમે તમને (જૈનોને) પુછીએ છીએ કે આ સંકેત પ્રતીત (પ્રસિધ્ધ) પદાર્થમાં થાય છે કે અપ્રતીત (અપ્રસિધ્ધ) પદાર્થમાં થાય છે ?
આ બે પક્ષમાંથી “અપ્રતીત' માં સંકેત થાય છે એમ તમે કહી શકશો નહિ. કારણ કે તેમ કહેવાથી અતિવ્યાપ્તિ દોષની પ્રાપ્તિ થાય. જો શબ્દનો સંબંધ અપ્રતીતમાં થાય તો પદ શબ્દનો સંબંધ ઘડા સિવાયના અન્ય પદાર્થોમાં પણ થાય, ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં અને ભિન્ન ભિન્ન કાળમાં રહેલા ભિન્ન ભિન્ન અનેક દ્રવ્યોમાં પણ આ ઘટનો સંબંધ માનવાનો પ્રસંગ આવે. કારણ કે અપ્રતીતતા સર્વત્ર સરખી જ છે.
હવે જો આ સંબંધ પ્રતીતમાં થાય છે એમ કહો તો તે પણ વ્યાજબી નથી. કારણ કે તે સર્વે પદાર્થો ક્ષણિક હોવાથી (સર્વ વિતિ ચાતું) જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે જ (તે જ સમયે) ખર (પ્રચંડ) સમીર (પવન) થી સમરિત (વિખેરાયેલા) અંભોધર (મેઘઘટા) ના ધ્વંસની જેમ નાશ પામે છે. હવે પદાર્થો જ જો ક્ષણિક હોવાથી નથી તો સંકેત ક્યાં કરાય ? અર્થાતુ પ્રચંડ પવનથી વિખેરાયેલી મેઘઘટા જેમ નાશ પામે છે તેમ સર્વે પદાર્થો ક્ષણિક હોવાથી ક્ષણમાત્રામાં ઉત્પત્તિ વખતે જ નાશ પામે છે. એટલે સંકેત ક્યાં કરાય ?
હવે કદાચ તમે એવો બચાવ કરો કે ભલે સર્વે પદાર્થો ક્ષણિક હોવાથી નાશ પામો પરંતુ બીજા સમયે તેની સમાન જાતવાળા પદાર્થો ત્યાં ઉત્પન્ન થાય છે. તે નાશ પામે ત્યારે તેની સમાન જાતવાળા ત્રીજા સમયે ત્યાં પદાર્થો ઉત્પન્ન થાય છે. એમ તેની સમાન સમાન જાતવાળા ક્ષણો (પદાથો) ની પરંપરા વિદ્યમાન હોવાથી તે સંબંધની સંકેતવિષયતા કેમ નહિ થાય ? અર્થાત્ તે સંબંધનો સંકેત થશે જ.
તમારા વડે કરાયેલો આવો બચાવ જે છે તે અસતુ છે. કારણ કે પ્રતિક્ષણે નવા નવા પદાર્થોની પરંપરા વિદ્યમાન હોવા છતાં પણ તે તે પદાર્થો “અપ્રતીત” છે. તેથી શબ્દના વિષયભૂત કરવાનું શક્ય નથી. જે પદાર્થ પ્રથમક્ષણે ઉત્પન્ન થયો હતો તે પ્રતીત હતો, પરંતુ તે પદાર્થ તો (ક્ષણિક હોવાથી) તે જ વખતે નષ્ટ થયો, અને દ્વિતીયાદિ સમયોમાં જે જે નવી પદાર્થપરંપરા આવી તે પણ ક્ષણિક હોવાથી જો કે ખરેખર તો વિદ્યમાન જ નથી છતાં સમયમાત્રવર્તી વિદ્યમાન માનીએ તો પણ તે પદાર્થપરંપરા શબ્દોથી અપ્રતીત હોવાથી તેમાં શબ્દનો સંકેત થઈ શકે નહિ, અને જો અપ્રતીતમાં પણ સંકેત કરીએ તો ઉપર જણાવ્યા મુજબ અતિવ્યાપ્તિ આવે. વળી હાલ પ્રતીતનો જ પક્ષ ચાલે છે માટે પણ અપ્રતીતમાં સંકેતસંબંધ ઉચિત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org