________________
શબ્દ અને પદાર્થ વચ્ચે તાદાભ્યસંબંધના અસંભવનો પૂર્વપક્ષ
જો તમે તદ્ નો અર્થ શબ્દ કરશો તો “શબ્દાત્મક છે સ્વરૂપ જેનું' એવો તાદાભ્ય સંબંધ થશે એમ થવાથી દરેક પદાર્થો શબ્દાત્મક થશે. તેથી સમસ્ત પણ પદાર્થો પોતપોતાના વાચક (શબ્દ) સ્વભાવવાળા થવા લાગશે. વાચ્ય અને વાચકનો એકાન્ત અભેદ થવાથી ઘટ-પટાદિ પદાર્થો ઘટ-પટાદિ શબ્દસ્વરૂપ બનશે. તેથી અશેષ એવા તે તમામ પદાર્થો સદાકાળ યાવતું એકી સાથે ઘટ-પટ-ઘટ-પટ ઇત્યાદિ ગણગણાટ કરતા હોય તેવી આપત્તિ આવશે. અર્થાત્ સમસ્ત પદાર્થો બોલતા થઈ જશે. અને તેમ થવાથી વગર પ્રયત્ન વગાડાયેલા પણવ (ઢોલ), વેણુ (તંબુરો), વીણા (વાંસળી), અને મૃદંગ (તબલા) વિગેરે વાજીંત્રોના સંગવાળા સંગીતના આરંભથી ભરપૂર ત્રણ જગતું જાણે હોય શું ? એવું થશે. પરંતુ જગતમાં આવો અનુભવ થતો નથી માટે આમ માનવું યોગ્ય નથી અર્થાત્ વાચકાત્મક સ્વરૂપવાળા પદાર્થો હોય એવું દેખાતું નથી. શબ્દાત્મક પદાર્થો છે આવું માનવામાં પ્રથમ આ એક દોષ આવશે.
મથ તદર્થ = હવે ‘સત્ત' એ વિગ્રહમાં તત્ શબ્દનો અર્થ નો અર્થ એટલે પદાર્થ કરવામાં આવે તો “સ વ માત્મા યાચ તત્ = તે પદાર્થ એ જ છે સ્વરૂપ જેનું' એવો અર્થ થશે એમ થવાથી ઉચ્ચારણ કરાતા દરેક શબ્દો પદાર્થ રૂપ જ બની જશે. તેથી તુરગ, તરંગ, શૃંગાર અને ભંગાર આવા શબ્દોનું ઉચ્ચારણ કરાયે છતે તુરગ શબ્દ બોલતાં જ મુખમાંથી મોટો ઘોડો જ નીકળી પડવો જોઈએ. અને તેનાથી ચૂરાઈ જવાનો પ્રસંગ આવશે, તેવી જ રીતે તરંગ શબ્દ બોલતાં મુખમાંથી દરીયાઈ મોજાં નીકળી પડવાં જોઈએ અને તેનાથી પ્લાવિત થવાનો (ભીંજાઈ જવાનો) પ્રસંગ આવશે, શૃંગાર શબ્દ બોલતાં મુખમાંથી ભોગ્ય સ્ત્રી આદિ પાત્ર પ્રગટ થશે અને તેનાથી સંભોગ થવાની આપત્તિ આવશે, તથા ભંગાર શબ્દ બોલતાં મુખમાંથી તેવા પાત્રો (વાસણ) નીકળી પડશે તેની સાથે ઘટ્ટન થવાનો (અથડાઈ જવાનો) પ્રસંગ આવશે. આદિ શબ્દથી આ જ પ્રમાણે જે જે શબ્દ બોલાશે તે તે પદાર્થો જ મુખમાંથી બહાર આવશે અને તેનાથી તે તે કાર્ય થવાની આપત્તિ આવશે. પરંતુ આવું થતું દેખાતું નથી. માટે અર્થાત્મક શબ્દો છે. આવું માનવામાં આ બીજો દોષ આવશે.
किञ्च, अतीतानागतवर्धमान-पद्मनाभादिकल्पितकथादिवचसामुच्चारणमचतुरस्त्रं स्यात् । न हि वृक्षात्मा शिशपा तमन्तरेणापि क्वापि संपद्यते । तथात्वे हि स्वस्वरूपमेवासौ जह्यात् कुम्भ-स्तम्भाम्भोरुहादिवत् । प्रत्यक्षमपि चैतयोस्तादात्म्यं न क्षमते । कर्णकोटरकुटुम्बी खल्वभिलापः प्रत्यक्षेण लक्ष्यते । क्षितितलावलम्बी तु कलश-कुलिशादिर्भावराशिः इति कथमनयोरैक्यं शक्येत वक्तुम् ? तन्न तादात्म्यपक्षोपक्षेपः सूक्ष्मः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org