________________
૨૪
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
તથા વળી અતીતકાળમાં થયેલા પ્રભુશ્રી વર્ધમાનસ્વામી, અને અનાગત કાળમાં થવાવાળા શ્રી પદ્મનાભ તીર્થંકર પ્રભુ વિગેરે સંબંધી કલ્પાયેલી (લખાયેલી) કથાઓના શબ્દોનું ઉચ્ચારણ અમનોહર (અઘટિત) થશે. કારણ કે તે બન્ને પદાર્થો (વ્યક્તિઓ) આજે વિદ્યમાન નથી. અને જો શબ્દો બધા અર્થાત્મક જ હોય તો અર્થ હોતે છતે જ શબ્દપ્રયોગ થાય. શબ્દ અને અર્થ અભિન્ન માન્યા હોવાથી અર્થ વિના શબ્દોચ્ચારણ અસંભિવત બને. કારણ કે શિંશપા નામનું વૃક્ષવિશેષ વૃક્ષાત્મક (વૃક્ષસ્વરૂ૫) છે તેથી તે વૃક્ષાત્મક સ્વરૂપ વિના શિંશપા ક્યાંય પણ હોઈ શકે નહિ. તથા– દિ = કારણ કે જો તેમ હોય તો, એટલે કે વૃક્ષાત્મક સ્વરૂપ વિના પણ જો શિશપા હોય તો આ શિંશપાએ પોતાનું વૃક્ષાત્મક એવું સ્વરૂપ કુંભ - સ્તંભ અને કમળ આદિની જેમ છોડેલું થાય. એટલે કે જેમ કુંભ સ્તંભ અને કમળ એ સર્વે વૃક્ષસ્વરૂપ વિના ઉપલબ્ધ થાય છે. કારણ કે તે બધા પદાર્થો વૃક્ષાત્મક નથી. તેમ શિશપા પણ વૃક્ષાત્મક સ્વરૂપને ત્યજી સ્વતંત્ર દેખાવું જોઈએ. પરંતુ દેખાતું નથી. તેથી શિંશપા નક્કી વૃક્ષાત્મક જ છે. તેવી રીતે વર્ધમાન અને પદ્મનાભ આદિ શબ્દો પણ જો અર્થાત્મક હોય તો વૃક્ષાત્મક સ્વરૂપવાળુ શિશપા, જેમ વૃક્ષ વિના સંભવતુ નથી તેમ આ પુરૂષો હાલ વિદ્યમાન ન હોવાથી તેમના વાચક શબ્દોનું ઉચ્ચારણ અઘટિત થશે. આ ત્રીજો દોષ આવશે.
તથા વળી પ્રત્યક્ષપ્રમાણથી પણ આ બન્નેનું (શબ્દ અને અર્થનું) તાદામ્ય જણાતું નથી. કારણ કે શબ્દ તે શ્રોત્રેન્દ્રિયના છિદ્રમાં પ્રત્યક્ષ થતો જણાય છે અને કલશ-કુલિશ (વજ) વિગેરે પદાર્થરાશિ પૃથ્વીતલ ઉપર પ્રત્યક્ષ થાય છે. વકતા વડે બોલાયેલો શબ્દ શ્રોતાના કાનમાં પ્રવેશ પામે ત્યારે તે શ્રોત્રેન્દ્રિયથી પ્રત્યક્ષ થાય છે અને તે જ શબ્દોથી વાચ્ય એવા ઘટ-વજ વિગેરે પદાર્થો પૃથ્વીતલના અવલંબને (આધારે) રહેલા નીચે પડેલા ચક્ષુથી પ્રત્યક્ષ થાય છે. તેથી પણ આ શબ્દ અને અર્થનું ઐક્ય (તાદાભ્ય) કહેવાને કેમ શક્તિમાન થવાય ? તેથી તાદામ્ય સંબંધના પક્ષના ઉપન્યાસ યુક્તિસંગત નથી.
तदुत्पत्तिपक्षेऽपि किं शब्दादर्थ उन्मज्जेत्, अर्थाद् वा शब्दः । प्राचिकविकल्पे कलशादिशब्दादेव तदर्थोत्पत्तेर्न कोऽपि सूत्रखण्डदण्डचक्रचीवरादिकारणकलापमीलनक्लेशमाश्रयेत्, प्रयोजनवाक्यमात्रादेव च तत्प्रसिद्धेः प्रकृतशास्त्राऽऽरम्भाभियोगोऽपि निरूपयोग: स्यात् । द्वितीये पुनरनुभवबाधनम्, अधर-रदन-रसनादिभ्यः शब्दोत्पत्तिसंवेदनात् ।
આ પ્રમાણે “તાદાભ્યસંબંધ” ઘટતો નથી એમ જણાવીને હવે તે ધર્મોત્તરાનુયાયી બૌદ્ધાચાર્ય હવે શબ્દ અને અર્થની વચ્ચે “તદુત્પત્તિસંબંધ” પણ ઘટતો નથી તે જણાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org