________________
૨૬
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
अथानित्यः, तदा सर्ववाच्यवाचकेष्वेकः प्रतिवाच्यवाचकं भिन्नो वा, एकश्चेत्, तर्हि एकस्मादेव शब्दादशेषपदार्थप्रतिपत्तिप्रसङ्गः । द्वितीयपक्षे तु किमसौ तत्र संबद्धोऽसंबद्धो वा भवेत् ? असम्बद्धश्चेत् तर्हि घटशब्दात् अपि पटप्रतीतिः स्यात् । पटशब्दाच्च घटप्रतीतिः । द्वयोरपि वाच्यवाचक-भावयोरुभयत्राविशेषात् । अथ सम्बद्धः, तादात्म्येन तदुत्पत्त्या वा ? न तावत् तादात्म्येन, भेदपक्षकक्षीकारात् । नापि तदुत्पत्त्या, यतः किमयं वाच्योत्पत्तिकाले जायेत, वाचकोत्पत्तिकाले,युगपदुभयोरुत्पत्तिकाले, एकस्य प्रथममुत्पादेऽपि यदैव च द्वितीय उत्पद्यते तदैव वा ? नाद्यौ पक्षावलणौ, द्वयाधारत्वे-नास्यान्यतरस्याप्यसत्तायामुत्पत्तिविरोधात् । तार्ती यिक विकल्पे तु क्रमेणोत्पदिष्णवःपदार्थाः शब्दाश्च अवाच्याः अवाचकाश्च भवेयुः।
તાદામ્ય અને તદુત્પત્તિ એમ બે સંબંધોનું ખંડન કરીને ધર્મોત્તરાનુયાયી બૌધ્ધ હવે ત્રીજા વાચ્યવાચકભાવ સંબંધ નામના ત્રીજા પક્ષનું ખંડન કરે છે - તે બૌધ્ધ જૈનોને પુછે છે કે વાચ્યવાચકભાવના સંબંધવાળો ત્રીજો પક્ષ પણ ક્ષેમકર નથી. કારણ કે આ સંબંધ શું વાચ્યવાચકના સ્વભાવભૂત છે કે વાચ્યવાચકથી અતિરિક્ત (ભિન્ન) છે?
જો આઘભેદ કહો એટલે કે સ્વભાવભૂત છે એમ જો કહો તો વાચ્ય-વાચક જ થશે. તે બન્નેને જોડનારી સંબંધ જેવી ત્રીજી ચીજ (વસ્તુ) સિધ્ધ થશે નહિ. જે જેના સ્વભાવભૂત હોય તે તેનાથી જુદી વસ્તુ હોતી નથી જેમકે વૃક્ષ અને વૃક્ષત્વ, તેમ આ સંબંધ પણ વાગ્યવાચકના સ્વભાવભૂત જ જો હોય તો તે વાચ્ય-વાચક બે પદાર્થો જ રહેશે પરંતુ તે બન્નેને જોડનાર સંબંધ જેવી અતિરિકત કોઈ વસ્તુ સિધ્ધ થશે નહિ.
હવે જો દ્વિતીય ભેદ કહો તો એટલે કે આ સંબંધ વાચ્ય-વાચકથી અતિરિક્ત (ભિન્ન) છે એમ જો કહો તો (૧) વાચ્યવાચકથી આ સંબંધ શું એકાન્ત ભિન્ન છે કે (૨) કથંચિત્ ભિન્ન છે ? આ બન્ને પક્ષોમાંથી જો આદ્યભેદ = એકાન્નભિન્ન છે એમ જો કહો તો તેમાં અમારા વડે તમારી સામે મેત્રથે ત્રૌવતે = ત્રણ પક્ષો રજુ કરાય છે. વાચ્ય-વાચકથી ભિન્ન માનેલો એવો આ સંબંધ શું (૧) નિત્ય છે ? (૨) શું અનિત્ય છે ? કે (૩) શું નિત્યાનિત્ય છે? આ ત્રણે પક્ષોમાં તમને દોષ જ આવશે. - તે આ પ્રમાણે -
જો આ સંબંધ નિત્ય છે એમ પહેલો પક્ષ કહેશો તો આ સંબંધ વડે સંબંધ પામનારા વાચ્ય-વાચક આત્મક બન્ને સંબંધિતને પણ નિત્ય માનવાની આપત્તિ આવશે. કારણ કે જો સંબંધ નિત્ય છે તો તેના વડે જોડાનારા સંબંધી પણ નિત્ય જ હોવા જોઈએ. અન્યથા = જો સંબંધી એવા વાચ્યવાચકને નિત્ય નહી માનો અને અનિત્ય માનશો તો તેઓને સંયોજિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org