________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
અહીં “ધર્મોત્તર' નામના બૌધ્ધાચાર્યને અનુસરનાર અનુયાયી કોઈ બૌધ્ધ પ્રશ્ન કરે છે કે - “આદિવાક્ય વડે (આ પ્રથમ સૂત્ર વડે) પ્રયોજન સાક્ષાત્ કહેવાય છે' એવું તમે જે કહ્યું - તે હું સહન કરતો નથી. તમારું આ કથન મને સમ્મત નથી. કારણ કે શબ્દોની રચનામય બનેલું આ આદિ વાક્ય “વાચક' છે અને તેનાથી કહેવાતું પ્રયોજન એ “વાચ્ય' છે. એવું તમે (જેનોએ) જે કહ્યું છે તે બાબતમાં અમે તમને (જૈનોને) પૂછીએ છીએ કે તત્ = તે વાચક એવું આદિવાક્ય, સર્વદ્ધ તfમથીત = તેની સાથે સંબંધવાળા એવા વાચ્ચને જણાવે છે કે સર્વદ્ધ તમિત્રથીત = અસંબંધવાળા એવા તે વાચ્યને જણાવે છે? બન્ને પક્ષે તમને દોષ આવે છે. જો “અસંબંધિત” એવું જ પ્રયોજન આદિવાક્ય જણાવતું હોય તો આદિવાક્યથી અસંબંધવાળું પ્રયોજન જેમ જણાય તેમ તે આદિવાક્યથી જ આ પ્રમાણનયતત્ત્વ નામના સમસ્તશાસ્ત્રના અર્થની રચનાનો સાર પ્રગટ થઈ જવાનો સંભવ થશે. અને તેમ થવાથી પ્રસ્તુત શાસ્ત્રના આરંભનો ક્લેશ ઉઠાવવા વડે શો લાભ?
હવે જો તમે (જૈનો) એમ કહો કે પ્રયોજનની સાથે સર્વદ્ધ = સંબંધવાળું એવું આ આદિવાક્ય સંબંધિત એવા પ્રયોજનને જણાવે છે. એમ કહો તો તે તમારું કથન અસંબદ્ધ (અઘટિત) છે. કારણ કે શબ્દ (વાચક) અને અર્થ (વાચ્ય) ની વચ્ચે કોઈ સંબંધ સંભવિત નથી. તે આ પ્રમાણે - વાચક અને વાચ્ય એમ આ બન્ને વચ્ચે તમારા મતે ઘટતો એવો આ સંબંધ કયો માનશો? (૧) શું તાદાભ્ય સંબંધ માનશો કે (૨) શું તદુત્પત્તિ સંબંધ માનશો કે (૩) શું વાચ્યવાચકભાવ સંબંધ માનશો ? એમ ત્રણ પક્ષો સંભવી શકે છે. તેમાં તમે જે પક્ષ કહેશો તેમાં તમને દોષ આવશે જ, તે આ પ્રમાણે -
प्रथमपक्षे स एवात्मा यस्येति विग्रहे - किं तच्छब्दस्य शब्द एव, तदर्थो वा वाच्यतया त्वच्चित्ते चकास्यात् ? यदि शब्दः, तर्हि समस्ता अप्यर्थाः स्वस्ववाचकस्वभावा बभूवांसः इति युगपदशेषाणां तेषां निःशेषकालं यावद् गुमगुमायमानताऽऽपत्तेः - अयत्नोपनतपणववेणुवीणामृदङ्गसङ्गिसङ्गीतकारम्भनिभृतमिव त्रिभुवनं भवेत् । अथ તર્થ, તfÉ તુરી-તર-શ્રીર-મૂરવિરબ્રિોચ્ચાર વ્રજ-પનાવન-નાનાघट्टनादिप्रसक्तिः ।
હવે જો પહેલો પક્ષ એટલે કે “તાદાભ્ય” સંબંધ કહો તો “સ વિ માત્મા થી રૂતિ તવાભ્યિમ્' “તે જ સ્વરૂપ છે જેનું એનું નામ તાદામ્ય” આવો સમાસનો વિગ્રહ થાય છે. ત્યાં “વ” એ તદ્ શબ્દથી વાચ્ય તરીકે તમારા ચિત્તમાં શું શબ્દ જ અભિપ્રેત છે કે શું અર્થ અભિપ્રેત છે? (૧) શબ્દ એ જ છે સ્વરૂપ જેનુ તે તાદાભ્ય? કે (૨) અર્થ એ જ છે સ્વરૂપ જેનું તે તાદાઓ? આ બેમાંથી કયો અર્થ તમારા ચિત્તમાં ચમકે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org