________________
૧૮
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
મણિરત્નના ઉપદેશની જેમ અશક્યાનુષ્ઠાન વાળું અભિધેય હોય, પોતાની જ માતાના પાણિપીડન (લગ્નના) ઉપદેશની જેમ અનિષ્ટ પ્રયોજનવાળું હોય, અને દશદાડિમાદિ વાક્યોની જેમ સંબંધ વિનાનું પ્રતિપાદન હોય, તો ત્યાં પ્રેક્ષાચક્ષુવાળા (બુધ્ધિ જ ચહ્યું છે જેની એવા) પુરૂષો અલ્પ પણ પ્રવૃત્તિ પ્રારંભતા નથી. તેથી જો આ ગ્રન્થનું પ્રતિપાદન પણ તેવું જ હોય (અશક્યાનુષ્ઠાનાભિધેયવાળું, અનભિમત પ્રયોજનવાળું અને સંબંધવધ્ય હોય) તો તે બુધ્ધિમંતોની પ્રવૃત્તિમાં આ ગ્રન્થનું પ્રતિપાદન નિમિત્ત બનશે નહિ = અર્થાત્ આ ગ્રની કોઈ પંડિત પુરૂષો વાંચશે નહિ આવી શંકા દૂર કરવા માટે જણાવે છે કે –
प्रमाणनयतत्त्वव्यवस्थापनार्थमिदमुपक्रम्यते ॥ १ ॥ प्रकर्षेण संशयाद्यभावस्वभावेन, मीयते परिच्छिद्यते वस्तु येन तत् प्रमाणम् । नीयते - गम्यते, श्रुतप्रमाणपरिच्छिन्नार्थैकदेशोऽनेनेति नयः । ततो द्वयोरपि द्वन्द्वे बह्वच्त्वेऽपि प्रमाणस्याभ्यर्हितत्वेन "लक्षणहेत्वोः" इत्यादिवद् अल्पान्तरादपि नयशब्दात् प्रागुपादानम् । ततः प्रमाणनययोस्तत्त्वमसाधारणं स्वरूपम्, तस्य व्यवस्थापनं यथावस्थिततत्त्वनिष्टङ्कनम्, तदेवार्थः प्रयोजनं यत्रोपक्रमणे तत्तदर्थमिति क्रियाया विशेषणमेतत्, न पुनरिदमितिनिर्दिष्टस्य शास्त्रस्य । आचार्यो हि शास्त्रेण कृत्वा प्रमाणनयतत्त्वं व्यवस्थापयति इत्याचार्यव्यापारस्यैवोपक्रमस्य तद्विशेषणमनुगुणम्, न तु शास्त्रस्य, तस्य करणतयैव तत्रोपयोगात् कर्तृत्वस्य तत्रौपचारिकत्वात् । इदं स्वसंवेदनप्रत्यक्षेण अन्तस्तत्त्वख्यतया प्रतिभासमानं प्रकृतं शास्त्रम्, उपक्रम्यते बहिः शब्दरूपतया प्रारभ्यते ।
સૂત્રાર્થ - પ્રમાણ અને નયોના તત્ત્વોનો યથાર્થ નિશ્ચય કરાવવા માટે આ શાસ્ત્ર શરૂ કરાય છે.
પ્રHIT શબ્દમાં પ્ર ઉપસર્ગ છે. તેનો અર્થ વર્ધીન = પ્રકર્ષે કરીને અત્યંત સ્પષ્ટપણે એટલે કે સંશયાદિ (સંશય - વિપર્યય અને અનધ્યવસાય) ત્રણ અજ્ઞાનાત્મક દોષોના અભાવ સ્વરૂપે, મીયતે એટલે પરિછિદ્યતે = જણાય વસ્તુ જે જ્ઞાન વડે તે જ્ઞાન પ્રમાણ કહેવાય છે. સંશયાદિ ત્રણે દોષોથી રહિત સ્વભાવવાળા પ્રકર્ષ રૂપે વસ્તુ જે જ્ઞાનથી જણાય તે જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. નય શબ્દ ની ધાતુ ઉપરથી બને છે. શ્રુતપ્રમાણથી = આગમ પ્રમાણથી જાણેલા પદાર્થનો એકદેશ જેના વડે જણાય તે નય કહેવાય છે. ત્યારબાદ “પ્રHIT ૨ નયશ તિ પ્રમાણન” આ પ્રમાણે આ બન્ને શબ્દોનો દ્વન્દ્રસમાસ થયો છે.
અહીં “નવ્રુક્ષરાતીતૂત' = ૩૧૧૬૦ થી નય શબ્દમાં અલ્પ સ્વર છે અને પ્રમાણશબ્દમાં અધિકસ્વર છે માટે નયશબ્દનો પૂર્વનિપાત થવો જોઈએ આવી શંકા થવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org