________________
ગર્ભિત રીતે અપકારીઓનું સ્મરણ
૧૭
અરિહંત પરમાત્માઓએ પ્રતિપાદન કરેલા એવા આગમોને મેં જાણેલાં હોવાથી હું પણ ખરેખર અત્યંત સમસ્ત વસ્તુઓનો જ્ઞાતા જ છું. ભલે હું કેવલી ન હોઉં તો પણ કેવલીપુત્ર (કેવલી સંતાનીય) હોવાથી કેવલી જ છું. આગમના સહારે સર્વ વસ્તુઓને હું પણ યથાર્થ જાણું છું. માટે તે ઋષિઓ જેમ દિવ્યદૃષ્ટિ-વાળા છે તેમ હું પણ કેવલીભાષિતઆગમોના અભ્યાસથી દિવ્યદૃષ્ટિવાળો જ છું.
“સ્યાદ્વાદરત્નાકર” નામની ટીકા ગ્રન્થકર્તાની પોતાની જ બનાવેલી હોવાથી તે બ્રહવૃત્તિમાં ખંડન કરવાની અપેક્ષાએ અપકારી એવા આ પ્રતિવાદીઓનું સ્મરણ કરવામાં આવ્યું નથી. કારણ કે શ્લોકોમાં છુપાયેલા આ પ્રમાણેના આવા અર્થોને પ્રગટ કરતા એવા મોટા માણસોને ઔચિત્યતા ઉલ્લંધિત થતી નથી એમ નહિ પરંતુ અવશ્ય ઔચિત્યતા ઉલ્લંધિત જ થાય છે માટે મોટા માણસો આવા ગર્ભિત અર્થોને સ્વયં પોતે પ્રગટ કરતા નથી તેઓનો ગ્રન્થપ્રારંભ કાર્યસિધ્ધિ માટે જ હોય છે.
પરંતુ કાર્યસિધ્ધિ માટે કરાતા આ સૂત્રમાં કેટલીક આવી શ્લેષઅર્થવાળી શબ્દરચના કરીને ગર્ભિત અર્થો (વ્યંગ્ય અર્થો) ની સૂચના માત્ર કરેલી હોય છે કે જે સૂચના કેટલાક સહૃદય પુરૂષોના હૃદયથી જ સંવેદ્ય હોય છે. જે અમે અમારી લઘુટીકા રત્નાકરાવતારિકામાં સ્પષ્ટ કરી છે. માટે આ રીતે વ્યંગભાવે સૂચના કરાયેલું અપકારીનું સ્મરણ અમે જે લઘુટીકામાં સ્પષ્ટ કર્યું છે તે અવિરૂદ્ધ જ છે.
ननु यदिह ज्वरप्रसरापसारिशेषशिरोरत्नोपदेशवद् अशक्यानुष्ठानाभिधेयम्, जननीपाणिपीडनोपदेशवद् अनभिमतप्रयोजनम्, दशदाडिमादि वाक्यवत् सम्बन्धवन्ध्यं च, न तत्र प्रेक्षाचक्षुषः क्षोदिष्ठामपि प्रवृत्तिं प्रारभन्ते, तद्यदीदमपि तथा, न तर्हि तेषां प्रवृत्तौ निमित्तं स्यात् । इत्यारेकामधरीकर्तुमचीकृतन् -
પ્રશ્ન :- કોઈ પણ ગ્રન્થમાં બુધ્ધિમાનું પુરૂષોની પ્રવૃત્તિ ત્રણ કારણોથી હોય છે. (૧) શક્યાનુદ્ધેય = આ ગ્રન્થમાં જે કંઈ કહેવાય તે શક્ય - પ્રાપ્ત કરી શકાય તેવું હોવું જોઈએ. (૨) અભિમત પ્રયોજન = ઈષ્ટપ્રયોજનવાળું - આ ગ્રન્થ ભણવાથી કંઈને કંઈ પ્રયોજન સિધ્ધ થતું હોવું જોઈએ, (૩) સંબંધયુક્ત = આ ગ્રન્થમાં જે કંઈ કહેવાય છે તે કયા શાસ્ત્રોની સાથે સંબંધિતપણે કહેવાય છે. આ ત્રણે નિમિત્તોથી ભરેલો જે ગ્રન્થ હોય તે જ ગ્રન્થ પંડિતપુરૂષોને આદરણીય બને છે. તે ત્રણ નિમિત્તો વિનાનો ગ્રન્થ આદરણીય બનતો નથી. તેથી -
જો અહીં (આ ગ્રન્થમાં) તાવના વેગને દૂર કરે એવા શેષનાગના મસ્તક ઉપર રહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org