________________
ગ્રન્થના પ્રારંભમાં ઉપકારી અને અપકારીનું સ્મરણ
મળેલ છે. એટલે સાંસારિક અનેક ક્લેશો સ્વરૂપ શત્રુસમૂહનો પ્રાપ્ત થયો છે સંબંધ જેને એવા તે તીર્થેશ, તેને,
આ તીર્થેશો આવા પ્રાપ્ત શત્રુસમૂહવાળા કેવી રીતે થયા? તો જણાવે છે કે - “અવિના” = અહીં વિન્ ધાતુને વિશ્વમ્ પ્રત્યય લાગીને વિન શબ્દ બનેલ છે. તેનો અર્થ પૃથભાવ- જુદા થવું. એમ જાણવો, રાગ અને દ્વેષ વડે કરીને શ્રી અરિહંતભગવંતોએ કહેલા તત્ત્વોથી જે આ પૃથભાવ, તેના વડે પ્રાપ્ત સાંસારિક ક્લેશ રૂપ શત્રુસમૂહવાળા. કારણ કે ભગવંત શ્રી અરિહંત પરમાત્માઓએ કહેલા યથાર્થતત્ત્વનો અનુભવ કરવા છતાં પણ રાગ-દ્વેષ રૂપી કલુષિતતામય કલંકથી આચ્છાદિત હૃદય હોવાથી પરતીર્થિકો તત્ત્વને ઉલટી રીતે જ કહેતા હોવાથી અનંત જન્મ-મરણાદિની પ્રાપ્તિ રૂપ સાંસારિક ક્લેશમય શત્રુસમૂહની ગોચરતાને પામે જ છે. આ વિશેષણ વડે સંભવ અને ઐતિહ્ય પ્રમાણને માનનારા ચરક વિગેરે બાકીના સઘળાયે પણ તીર્થોત્તરીયોને જણાવ્યા છે. અહીં મોહરૂપી મહાનટને નાચવાનો એક જ પ્રકાર નથી. કે જેથી એક એકનું નામ લઈને બધા તીર્થિકોનું સ્મરણ કરી શકાય- મિથ્યાત્વમોહના ઉદયથી વસ્તુ સ્વરૂપને દર્શનકારો અન્યથા-અન્યથા માને છે આ પદમાં ગ્રન્થકારે બહિરંગ અપકારી-સઘળા અન્યતીર્થિકોનું સ્મરણ કર્યું. અહીં
ગૂUT સમૂહં. રૂતિ શત્રુ + [ પ્રથમ સ્વરની વૃધ્ધિ તથા “મસ્વમુવડન્'' ૭૪૭૦ સૂત્રથી ૩ નો અર્ આદેશ થયો છે તેથી શાત્રવ શબ્દ બન્યો છે.
नन्वेवमेतान् प्रतिक्षेपार्थमुपक्षिपतोऽस्य रागद्वेषकालुष्यवृद्धिः स्यात्, इति श्रेयोविशेषार्थमुपस्थितस्याश्रेयसि प्रवृत्तिरापन्ना - इति शङ्का निरसितुं "राग-द्वेष" इति विशेषणम् श्लिष्टमजीघटन् - अरमत्यर्थम्, रागद्वेषयो-विजयनशीलः तेषां स्मृतिमस्मि करोमि न तु अन्यथा इति तत्रभवदभिप्रायः । प्रमाणनयतत्त्वं खल्वत्र शुचिविचारचातुरीपूर्वमालोकनीयम् । न च रागद्वेषकषायितान्तःकरणैर्विरच्यमानो विचारश्चारुतामञ्चति । इत्यन्तरगापकारिस्मरणम् ।
પ્રશ્ન :- આ પ્રમાણે ગ્રન્થના પ્રારંભમાં અન્ય દાર્શનિકોના મતનું ખંડન કરવા માટે તે તીર્થિકોને યાદ કરતા આ આચાર્યને રાગ અને દ્વેષ રૂપી કલુષિતતાની વૃદ્ધિ થશે અને એમ થવાથી કલ્યાણવિશેષ માટે પ્રવર્તેલા આ આચાર્યશ્રીને અકલ્યાણમાં પ્રવર્તવાની આપત્તિ આવશે. ઉત્તર :- આવી શંકાને દૂર કરવા માટે “
રાવનેતામ્” આ પ્રથમપદાત્મક વિશેષણ શ્લિષ્ટ અર્થવાળું (બીજા અર્થથી યુકત) છે. તે જણાવે છે. પવિતા –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org