________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
જે વાદિદેવસૂરિજીએ પોતાની પ્રતિભા વડે (સિદ્ધરાજ જયસિંહની સભામાં) પંડિતોની સમક્ષ દિગંબરાચાર્ય (શ્રી કુમુદચંદ્રજી) ને પરાભવ આપ્યો, તે સ્તુત્ય અથવા નવીન એવા દેવસૂરિજી જય પામો. | ૨ |
અહીં “નવ્ય' શબ્દ “નું' ધાતુ સ્તુતિ અર્થમાં છે તેના ઉપરથી બનાવીએ તો નવ્યા એટલે સ્તુત્ય એવો અર્થ થાય છે અને નવ્યનો નવીન-અપૂર્વ એવો પણ અર્થ થાય છે. તે અર્થ કરીએ ત્યારે દિગંબર શબ્દનો વિમ્ = દશે દિશાઓ, અધ્વર = આકાશને, પરી = પરમ, મૂતિ = પ્રકાશ, એવો અર્થ કરવો. એટલે કે જે દેવસૂરિજીએ પોતાની પ્રતિભા વડે દશે દિશાઓને અને આકાશને પરમ પ્રકાશ આપ્યો છે, તે દેવસૂરિજી જય પામો, દશે દિશાઓને અને આકાશને પ્રકાશિત કરવું એ માનવનું સામર્થ્ય નથી, દૈવી શક્તિ જોઈએ, તે દૈવી શક્તિ વાદિદેવસૂરિજીમાં હતી એટલે માનવશક્તિથી અતિરિક્ત હતા માટે “નવ્ય” = અપૂર્વ એમ અર્થ સમજવો.
ક્ષમાને ધારણ કરનારા એવા તીર્થકર ભગવતોની “સ્યાદ્વાદ મુદ્રા” ને આળસ વિનાની ભક્તિ વડે હું સ્તુતિ કરું છું. જે મુદ્રામાં સાચા ન્યાયમાર્ગને અનુસરનારાને તે મુદ્રા શોભારૂપ છે. અને તેનાથી અન્યને (સાચા ન્યાય માર્ગને નહિ અનુસરનારાને) તે સાચો ન્યાયમાર્ગ દંડ રૂપ છે; દુઃખદાયી છે. llll
જે સન્યાયમાર્ગ = સત્તર્કમાર્ગને અનુસરે છે તેને આ સ્યાદ્વાદમુદ્રા શોભા રૂપ બને છે એટલે વાદમાં વિજય આપે છે અને મુક્તિ રૂપી લક્ષ્મી આપે છે. જે પૂરૂષ આ સત્તર્કમાર્ગને નથી અનુસરતો તેને આ સ્યાદ્વાદમુદ્રા સત્તર્કમાર્ગમાં દંડ રૂપ છે એટલે વાદસભામાં પરાભવહેતુ બને છે અને ઉન્માર્ગના કારણે સંસાર પતનનો હેતુ પણ બને છે.
રત્નાકરાવતારિકા” બનાવવાનું કાર્ય શરૂ કરતાં પ્રારંભમાં શ્રી રત્નપ્રભાચાર્યજીએ આ ત્રણ મંગળભૂત શ્લોકોમાં અનુક્રમે દેવ-ગુરૂ અને શાસ્ત્રને પ્રણામ કર્યા છે. સંસાર તરવાનો મૂળમાર્ગ બતાવનાર શ્રી વર્ધમાનસ્વામી દેવ તરીકે પ્રથમ ઉપકારી છે. તેઓએ કહેલો માર્ગ આચાર્યોની પરંપરા દ્વારા શ્રી વાદિદેવસૂરિજીએ રત્નપ્રભાચાર્યને બતાવ્યો માટે શ્રી વાદિદેવસૂરિજી ગુરૂ બીજા ઉપકારી છે. અને સ્યાદ્વાદમુદ્રા અને સાર્કમાર્ગ શાસ્ત્રોમાં છે માટે ત્રીજુ શાસ્ત્ર ઉપકારી છે. એમ ત્રણે ઉપકારીઓને મહામંગલકારી એવા આ ગ્રન્થારંભના પ્રારંભમાં ગ્રન્થકર્તાએ નિર્વિદને ગ્રન્થની પૂર્ણતા થાય તેટલા માટે નમસ્કાર કર્યા છે.
“પ્રમાણ નયતખ્તાલોક' ગ્રન્થના મૂળસૂત્રના અર્થને સમજાવનારી “સ્યાવાદ રત્નાકર” નામની પ્રથમ ટીકા શ્રી વાદિદેવસૂરિજીએ જ બનાવી છે. પરંતુ ખરેખર તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org