________________
અતિશય નિકટના ઉપકારી, ત્રિશલારાણીના પુત્ર, ગુણોના ભંડાર, અમૃત જેવી વાણી વાળા એવા જ્ઞાતપુત્ર મહાવીપ્રભુને પ્રણામ કરું છું. કે જેમનાથી “સુધર્મા સ્વામી આદિની પાટપરંપરા પ્રવર્તે છે. અને જેઓ ચોથા આરાના અંતે થયા છે તે મહાવીપ્રભુને ભક્તિભાવવાલો હું સ્તુતિ કરું છું. ૪૭-૪૮
ઉપસંહાર विघ्नवातविनाशाया,-वतारिकाविवेचने ।
विद्वद्वर्गप्रवेशाय, कृतमिदं स्तवं मया ॥४९॥ | વિનોના સમુહના વિનાશ માટે અને પંડિત પુરૂષોના આ ગ્રંથમાં પ્રવેશ માટે અવતારિકાના (રત્નાકરાવતારિકાના) વિવેચન કાલે મારા વડે (ધીરૂભાઈ વડે) આ સ્તવન કરાયું છે. ll૪૯ો.
धैर्यं धृत्वा स्थिरीकृत्य, मनो निहत्य वासनाम् ।
प्रपाठ्यं चैकचित्तेन, तच्चतुर्विशतिस्तवम् ॥५०॥ ધીરજ ધારણ કરીને, મનને બરાબર સ્થિર કરીને, અને મોહની વાસના ત્યજીને, એકચિત્તે આ ચતુર્વિશતિસ્તવન ભણવા યોગ્ય છે. આપણા
कल्याणमस्तु तेषां हि, तत्स्तवनादुपार्जितात् ।।
पुण्यप्रसञ्चयाद् येषां, मुक्तौ चित्तं भवे तनुः ॥५१॥ આ સ્તવનની રચનાથી (તથા રત્નાકરાવતારિકાનું વિવેચન લખવાથી) જે પુણ્યનો પ્રકૃષ્ટ સંચય પ્રાપ્ત થયો છે તેનાથી તે જીવોનું કલ્યાણ થજો કે જે જીવોનું ચિત્ત મુક્તિમાં છે માત્ર શરીર જ સંસારમાં છે. પ૧
- ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
समाप्तम्
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org