________________
પોતાના પ્રાણોથી પણ વધુ વહાલા, કંપમાન કરાઈ છે સર્વત્ર કાયા જેની એવા, પારેવાના પ્રાણોને પૂર્વભવમાં ભક્ષક એવા બાજ પક્ષી)થી બચાવવા ખંડ ખંડ કર્યા છે પોતાની કાયાના અંશો જેણે એવા, પાયુક્તમનવાળા, શાન્તિનાથ પ્રભુ જેવા શોભે છે તેવા બીજા કોઈ દેવો જોયા નથી. /૩૧-૩રા
(૧૭)
महापुण्यस्य सम्भारात् प्राप्तं षटखण्डनायकम् । तुच्छं तदपि विज्ञाय, निस्सारभववर्धकम् ॥३३॥ कुन्थुनाथेन तं त्यक्त्वा, कञ्चकं कञ्चकी यथा ।
लब्धं तीर्थङ्करत्वं हि, सदा कल्याणकारणम् ॥३४॥ જે કુંથુનાથ ભગવાન વડે મહાપુણ્યના સમુહ દ્વારા છ ખંડનું નાયકપણું (ચક્રવર્તીપણું) પ્રાપ્ત કરાયું. તે ચક્રવર્તીપણું પણ અસાર છે. તથા ભવોને જ વધારનારું છે એમ તેને તુર૭ જાણીને સર્પ જેમ કાંચળી ત્યજે તેમ ત્યજીને સદા કલ્યાણ કરનારું તીર્થંકરપણું જે પ્રભુ વડે પ્રાપ્ત કરાયું. (તેમને અમારા નમસ્કાર હોજો) ૩૩-૩૪ો.
(૨૮) कुन्थुनाथानुसारेण, प्राप्य पदद्वयं भवे । भव्यान् विज्ञानपयन्नेवं, किमलभ्यं जगत्त्रये ॥३५॥ अरनाथस्तु सर्वज्ञः, देवेन्द्रसेवितक्रमः ।
प्रातिहार्यादिसम्पन्नः, ममास्तु वाञ्छितप्रदः ॥३६॥ કુંથુનાથ પ્રભુના અનુસાર એક જ ભવમાં (ચક્રવર્તી અને તીર્થંકરપણાની) બન્ને પદવી પ્રાપ્ત કરીને ભવ્યજીવોને જાણે એમ જણાવે છે કે આ સંસારમાં અલભ્ય શું છે? (અર્થાત્ કંઈ જ અલભ્ય નથી) આવા સર્વજ્ઞ, દેવેન્દ્રો વડે વંદાયેલા ચરણ કમલવાળા, આઠ પ્રાતિહાર્યાદિગુણોથી યુક્ત એવા શ્રી અરનાથપ્રભુ મારા વાંછિત પુરનારાથજો .૩૫-૩૬ll.
૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org