Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૨ એ. ] ખરવિદ્યાધર સાથે સૂર્પનખાનું પાણિગ્રહણ.
[૧૭ કહ્યું-“હે માનદ ! આ અનુચિત સમારંભ કેમ કરે છે? જરા વિચાર કરો. કેમકે કન્યા તે અવશ્ય કોઈને આપવી જ પડતુ, તે તે કન્યાજ કદી સ્વેચ્છાએ કેઈ તેના મનગમતા કુલીન વરને વરે તે તેમાં ખોટું શું છે? તે તે ઊલટું સારૂં ગણાય. એ દૂષણને પુત્ર ખરવિદ્યાધર સૂર્પણખાને ગ્ય વર છે, અને તે તમારે એક નિર્દોષ અને પરાક્રમી સુભટ થઈ પડે તે છે, માટે પ્રધાનપુરૂષને એકલી તેની સાથે તેને વિવાહ કરો અને તેને પાતાળલંકાનું રાજ્ય સોંપી તેના ઉપર પ્રસન્ન થાઓ.” આ પ્રમાણે બંને અનુજ બંધુઓએ પણ રાવણને કહ્યું. એટલે મય અને મારીચ નામના બે રાક્ષસ અનુચરોને મોકલી સૂર્પણખાને ખર સાથે પરણાવી દીધી. પછી ખરવિદ્યાધર પાતાળલંકામાં રહી રાવણની આજ્ઞા પાળ સતે ચંદ્રગુપ્તાની સાથે નિર્વિદને ભેગ ભેગવવા લાગ્યો. તેણે ચંદ્રોદરને કાઢી મૂકો હતા તે કાળગે મૃત્યુ પામે તે વખતે તેની અનુરાધા નામે પત્ની ગર્ભિણી હતી તે નાસીને વનમાં જતી રહી. તેણે વનમાં સિંહણ જેમ સિંહને જન્મ આપે તેમ નીતિ પ્રમુખ ગુણેના પાત્ર વિરાધ નામના પુત્રને જન્મ આપે. યૌવનવય પ્રાપ્ત થતાં તે વિરાધ સર્વ કળાસાગરના પારને પામી ગયે, પછી એ મહાભુજ અખલિત વેગે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યો.
એ અરસામાં રાવણે પોતાની રાજસભામાં કથાપ્રસંગે વાનરેશ્વર વાળી ઘણે પ્રૌઢ પ્રતાપી અને બળવાન છે.” એવું સાંભળ્યું. તેથી તરત જ સૂર્યની જેમ બીજાના પ્રતાપને નહિ સહન કરનારા રાવણે એક દૂતને શિક્ષા આપી વાળીની પાસે મોકલ્યો. તેણે આવી વાળીને નમસ્કાર કરી ધીર વચને કહ્યું – “હું રાવણને દૂત છું, તેથી તેને કહેવરાવેલે એક સંદેશ સાંભળો-તમારા પૂર્વજ શ્રીકંઠે શત્રુઓથી પરાભવ પામી અમારા શરણ્ય એવા પૂર્વજ કીરિધવળને શરણે આવ્યા હતા. પોતાના શ્વસુરપક્ષના જાણે તેમનું શત્રુઓથી રક્ષણ કરી તેમના વિગથી કાયર થઈ આ વાનરદ્વીપમાં જ તેમને રાખ્યા હતા. ત્યારથી આપણે પરસ્પર સ્વામી સેવકને સંબંધ થયેલો છે, અને એ પ્રમાણે આપણે બંને પક્ષમાં ઘણા રાજાઓ થઈ ગયા છે. એજ અનુક્રમે સત્તરમાં તમારા પિતામહ કિકિંધિ રાજા થયા. તે વખતે સુકેશ નામે મારા પ્રપિતામહ થયા હતા. તેઓની વચ્ચે પણ તેવી રીતનેજ સંબંધ ચાલ્યો હતો. તે પછી અઢારમા સૂર્યરા નામે તમારા પિતા થયા; જેઓ યમરાજાને ત્યાં બંદીખાને પડ્યા હતા તેમાંથી મેંજ છેડાવેલા છે તે સર્વ જન જાણે છે, અને પાછા તેમને મેં કિષ્કિધા નગરીના રાજય ઉપર બેસાર્યા તે પણ પ્રખ્યાત છે. અધુના તેમના વાળી નામે તમે પુત્ર થયા છે તે આપણા પૂર્વથી ચાલ્યા આવતા સ્વામી સેવકના સંબંધિવત્ તમે અમારી સેવા કરો.” દૂતનાં આવાં વચન સાંભળી ગર્વરૂપ અગ્નિના શમી વૃક્ષ જેવા મહા મનસ્વી વાળીએ અવિકારી આકૃતિ રાખી ગંભીર વાણીએ કહ્યું-“રાક્ષસો અને વાનરોના રાજાઓને એટલે કે તમારા અને મારા બંને કુળને આજ દિન સુધી પરસ્પર અખંડિત સનેહસંબંધ છે, તે હું જાણું છું. આપણા પૂર્વજોએ સંપત્તિ અને વિપત્તિમાં પરસ્પર સહાય આપેલી છે, તેનું કારણ માત્ર નેહ છે. કાંઈ સ્વામી સેવકપણું નથી. હે દૂત! સર્વજ્ઞ અહંતદેવ c: 3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org