Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ર જો.
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર.
(પૂર્વના નવ ભવનું વર્ણન) સર્વ પ્રકારની કલ્યાણરૂપ લતાઓને આલંબન કરવાના વૃક્ષરૂપ, જગત્પતિ અને રક્ષણ કરનાર શ્રી પાર્શ્વનાથ પ્રભુને મારે નમસકાર થાઓ. સર્વ વિશ્વના ઉપકારને માટે હવે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું અતિ પવિત્ર ચરિત્ર કહેવામાં આવશે.
આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે નવીન સ્વર્ગનો ખંડ હોય તેવું પતનપુર નામે એક નગર છે. તે નગર સરિતાના પખંડની જેમ રાજહંસોએ સેવેલું, લક્ષ્મીને સંકેતગૃહ જેવું અને પૃથ્વીના મંડનરૂપ છે. તેમાં રહેલા ધનાઢયો લક્ષમીવડે જાણે કુબેરના અનુજ બંધુ હેય અને મોટા ઔદાર્યથી જાણે કલ્પવૃક્ષના સહોદર હોય તેવા જણાતા હતા. “તે અમરાવતી જેવું અને અમરાવતી તેના જેવી” એમ પરસ્પર પ્રતિષ્ઠદભૂત હોવાથી તેની સમૃદ્ધિ વાણીના વિષયને અગોચર હતી. તે નગરમાં અરહિંતનાં ચરણકમળમાં ભ્રમર જેવો અને સમુદ્રની જેમ લક્ષ્મીના સ્થાનરૂપ અરવિંદ નામે રાજા રાજ્ય કરતો હતે. તે જેમ પરાક્રમીઓમાં અદ્વિતીય હતો, તેમ વિવેકી જનેમાં પણ અદ્વિતીય હતું, અને જેમ લક્ષમીવંતમાં ધુર્ય ગણાતે, તેમ યશસ્વી જનમાં પણ ધુર્ય ગણાતો હતો. તે જેમ દીન, અનાથ અને દુઃખી લોકોમાં ધનને વ્યય કરતે, તેમ પુરૂષાર્થના સાધનમાં અહોરાત્રીને વ્યય કરતો હતો, અર્થાત અહોરાત્ર ત્રણ વર્ગને સાધવામાં તત્પર હતા.
અરવિંદ રાજાને તેનીજ જેવો જીવ-જીવાદિ તત્વને જાણનારો પરમ શ્રાવક વિશ્વભૂતિ નામે પુરોહિત હતું. તેને અનુદ્ધરા નામે સ્ત્રી હતી. તેના ઉદરથી કમઠ અને મરૂભૂતિ નામે બે જયેષ્ઠ અને કનિષ્ઠ પુત્ર થયા હતા. કમઠને વરૂણું નામ અને મરૂભૂતિને વસુંધરા નામે સ્ત્રી હતી. તે બંને રૂપલાવણયથી અલંકૃત હતી. બંને પુત્ર કળાભ્યાસ કરીને દ્રવ્ય ઉપાર્જન કરવામાં સમર્થ થયા અને પરસ્પર નેહવાળા હોવાથી તેઓ માતપિતાને પણ આનંદના કારણભુત થયા.
અન્યદા બે વૃષભ ઉપર રથનો ભાર મૂકે તેમ તેમની ઉપર ગૃહભાર મૂકીને વિશ્વભૂતિ પુરોહિતે ગુરૂની પાસે અનશન અંગીકાર કર્યું. પછી તે વિશ્વભૂતિ સમાધિયુક્ત ચિત્ત પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતે મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં દેવતા થા. પતિના વિયેગરૂપ વરથી પીડિત તેની પત્ની અનુદ્ધર શેક અને તપથી અંગને શોષવી નવકાર મંત્ર સંભારતી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org