Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૯ મું માટે તેને મારી નાખે” એમ હું બેલ્યો. તે સાંભળીને નજીક રહેલા એક મુનિએ કહ્યું કે “અરે! આ કેવું કણકારી અજ્ઞાન છે?” તે સાંભળીને મેં નમસ્કાર કરી તે મુનિને પૂછ્યું કે “શું અજ્ઞાન છે?” ત્યારે મુનિ બેલ્યા કે “બીજાને અતિ પીડાકારી વચન બોલવું અને બેટા દેશનું આરોપણ કરવું તેજ અજ્ઞાન છે. પૂર્વ કર્મના પરિપક્વ થયેલા વિપાકથી આ મનુષ્ય તે બિચારા દુઃખમાં પડયા છે, તેમને ઓળખ્યા કર્યા સિવાય મોટા ચાર હેવાને ખેટે દેષ તું કેમ આપે છે? પૂર્વ જન્મમાં કરેલાં કર્મનું અવશેષ ફળ તને થોડા વખતમાં મળશે, માટે તું બીજાની ઉપર મિથ્યા દેષને આ૫ કર નહીં.” પછી મેં તે મુનિને પૂછયું કે “મારાં પૂર્વ કર્મનું અવશેષ ફળ શું છે?' એટલે અતિશય જ્ઞાનવાળા અને કરૂણાનિધિ તે મુનિ બાલ્યા કે “આ ભરતક્ષેત્રને વિષે ગર્જન નામના નગરમાં આષાઢ નામે એક બ્રાહ્મણ હતે. તેને અછુકા નામે સ્ત્રી હતી. આ ભવથી પાંચમે ભવે ચંદ્રદેવ નામે તું તેને પુત્ર હતે. તારા પિતાએ તેને ઘણું ભણાવ્યું, એટલે તું વિદ્વાન થવાથી ત્યાંના વીર રાજાને માન્ય થઈ પડયો. તે સમયે ત્યાં ગાત્મા નામે એક સદ્બુદ્ધિવાન્ નિષ્પાપ સંન્યાસી રહેતો હતો. ત્યાંના વિનીત નામના એક શ્રેષ્ઠીની વીરમતી નામે એક બાળવિધવા પુત્રી હતી. તે એક સિંહલ નામના માળીની સાથે નાસી ગઈ. પેલા ગાત્મા સંન્યાસીની તે વીરમતી પૂજા કરતી હતી. દેવગે નિઃસંગપણને લીધે કોઈને કહ્યા વગર તેજ દિવસે તે સંન્યાસી પણ ત્યાંથી કોઈ ઠેકાણે ચાલ્યો ગયો. પ્રથમ તે “વીરમતી નાસી ગઈ” એમ બધા લોકો કહેવા લાગ્યા. પણ ગાત્માના જવાની ખબર પડવાથી તે વિચાર્યું કે–જરૂર વીરમતી યોગાત્માની સાથે નાસી ગઈ હશે.” એ વાર્તા રાજદ્વારમાં થઈ કે–વીરમતી નાસી ગઈ છે, ત્યારે તેં કહ્યું કે-તે તે યોગાત્માની સાથે ગઈ છે. તે સાંભળી રાજાએ કહ્યું કે-“યોગાત્મા સંન્યાસીએ તે સ્ત્રી વિગેરનો ત્યાગ કર્યો હતો એટલે તે જઈને કહ્યું કે “વીરમતી તેની પૂજા કરતી હતી, માટે તે બંને સાથે જ ગયાં છે.” આ હકીકત વિસ્તરવાથી ગાત્મા પાખંડધારી કહેવા. એ સાંભળીને લેક તેના તેવા દેષથી ધર્મ ઉપર શ્રદ્ધારહિત થયા અને બીજા સંન્યાસીઓએ ગાત્માને પિતાના સમુદાયથી દૂર કર્યો. આવાં દુર્વચનથી નિકાચિત તીવ્ર કર્મ બાંધી મૃત્યુ પામીને તું કેલ્લાક નામના સ્થાનમાં બકરે થયે. પૂર્વ કર્મના દેવથી તારી જી કુંઠિત થઈ ગઈ. ત્યાંથી મૃત્યુ પામીને કેટલાક નામની મોટી અટવીમાં તું શિયાળ થશે. ત્યાં પણ છે સડી જવાથી મૃત્યુ પામીને તું સાકેત નગરમાં રાજમાન્ય મદનદાતા નામની વેશ્યાને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો. જ્યારે તે યુવાન થયો, ત્યારે એક વખતે મદિરાપાન કરી મત્ત થઈને તું રાજમાતા પર આક્રોશ કરવા લાગ્યો. રાજપુત્રે તને વાર્યો, એટલે તે તેને પણ ઊંચે સવારે આક્રોશ કર્યો તેથી તેણે તારી જ છેદી નાખી. પછી લજજા પામી અનશન લઈને તું મૃત્યુ પામ્યા. ત્યાંથી આ ભવમાં તું બ્રાહ્મણ થયે છે, પરંતુ અદ્યાપિ તારે પૂર્વ કમ ભેગવવું થોડું બાકી છે.” તે સાંભળી મને વૈરાગ્ય થયો, તેથી તત્કાળ કેઈ સારા ગુરૂની પાસે જઈને હું સન્યાસી થયો અને ગુરૂની સેવામાં તત્પર રહ્યો. ગુરૂએ મૃત્યુ વખતે તાલpઘાટિની વિદ્યા સાથે આકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org