Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૪ છે ] શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ
[૪૭ એક સમયે શરદુ ઋતુમાં શ્રી પાર્શ્વપ્રભુ ત્યાં સમવસર્યા. બંધુદત્ત મટી સમૃદ્ધિ સાથે પ્રિયદર્શન અને પુત્રને લઈ તેમને પ્રણામ કરવા ગયા. પ્રભુને વંદના કરીને તેણે ધર્મદેશના સાંભળી. પછી બંધુદત પૂછયું કે “હે પ્રભે! મારી છ સ્ત્રીઓ પરણતાંજ કથા કર્મથી મૃત્યુ પામી? આ પ્રિયદર્શનાને મને કેમ વિરહ થયે? અને મારે બે વખત કેમ બંદિવાન થવું પડવું? તે કૃપા કરીને કહે.”
પ્રભુ બોલ્યા કે-“પૂર્વે આ ભરતક્ષેત્રને વિષે વિંધ્યાદ્રિમાં શિખાસન નામે તું બિલને રાજા હતા. તું હિંસા કરનાર અને વિષયપ્રિય હતે. આ પ્રિયદર્શના તે ભાવમાં શ્રીમતી નામે તારી સ્ત્રી હતી. તેની સાથે વિલાસ કરતે તું પર્વતના કુંજગૃહમાં રહેતું હતું. એક વખતે કેટલાએક સાધુઓને સમૂહ માર્ગ ભૂલી જવાથી અટવીમાં આમ તેમ ભમતું હતું, તે તારા જગૃહ પાસે આવ્યું. તેને જોઈને તને હૃદયમાં દયા આવી. તે જઈને તેમને પૂછ્યું કે તમે અહીં કેમ ભમે છે?” તેઓ બેલ્યા કે “અમે માર્ગ ચુક્યા છીએ.” પછી શ્રીમતીએ તને કહ્યું કે “આ મુનિઓને ફળાદિકનું ભોજન કરાવીને પછી માર્ગે ચડાવી આવે, કારણ કે આ અટવી દુરૂત્તરા છે. પછી તે કંદ ફળાદિક લાવીને તેમની પાસે મૂકયાં, એટલે મુનિઓ બેલ્યા કે-આ ફળ અમારે કલ્પતાં નથી, માટે જે વર્ણ, રસ અને ગંધાદિકથી રહિત હેય તે અમને આપો. જે લાંબે કાળ થયા લીધેલું હોય તેવું નિરસ (અચિત્ત) ફળાદિક અમારે કપે છે. તે સાંભળી તે તેવાં ફળાદિક લાવીને તેમને પ્રતિલાભિત કર્યા. પછી સાધુઓને માર્ગ બતાવ્યું, એટલે તેઓએ તને ધર્મ સંભળાવી પંચ પરમેષ્ઠી નમસ્કારરૂપ મહા મંત્ર આપીને કહ્યું કે-“હે ભદ્ર! પખવાડીઆમાં માત્ર એક દિવસ સવ સાવદ્ય કર્મ છેડી એકાંતે બેસી આખો દિવસ તારે આ મંત્ર સંભારે, પણ તે વખતે કદિ કઈ તારો દ્રોહ કરે તોપણ તારે તેની ઉપર કેપ કરે નહીં.' આ પ્રમાણે ધર્મનું આચરણ કરતાં તારે સ્વર્ગની લક્ષ્મી પણ દુર્લભ નથી. પછી તેમ કરવાને તે સ્વીકાર્યું, એટલે મુનિઓએ અન્યત્ર વિહાર કર્યો. એક વખતે તું એકાંતે બેસી તે મંત્રનું સ્મરણ કરતા હતા, તેવામાં ત્યાં એક કેશરીસિંહ આવ્યો. તેને જોઈને તત્કાળ શ્રીમતી ભય પામી. એટલે “ભય પામીશ નહીં” એમ બેલતાં જ તે ધનુષ્ય ગ્રહણ કર્યું. તે વખતે શ્રીમતીએ ગુરૂએ આપેલા નિયમને સંભારી દીધે, તેથી તું નિશ્ચળ થઈ ગયો. પછી તે સિંહ તારું અને મહામતિ શ્રીમતીનું ભક્ષણ કરી ગયે. ત્યાંથી મરણ પામીને તમે બંને સૌધર્મ દેવલોકમાં પલ્યોપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાંથી એવીને અપરવિદેહ ક્ષેત્રમાં ચકપુરના રાજા કુરૂમૃગાંકને ઘેર બાલચંદ્રા રાણથી તું પુત્રપણે ઉત્પન્ન થયે, અને શ્રીમતી ત્યાંથી ચ્યવીને તે કુરૂમૃગાંક રાજાના સાળા સુભૂષણ રાજાની કુરૂમતી નામની રાણીથી પુત્રીપણે ઉત્પન્ન થઈ. તમારા બંનેનાં શબરમૃગાંક અને વસંતસેના એવાં નામ પાડયાં. અનુક્રમે પોતપોતાના સ્થાનમાં તમે બંને યૌવનવયને પ્રાપ્ત થયાં. વસંતસેના તારા ગુણ સાંભળીને તારા પર આસક્ત થઈ, અને એક ચતુર ચિત્રકારે ચિત્રી 1c - 63
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org