Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪૯૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર
[પર્વ ૯ મું લાવીને બતાવેલા તેણીના રૂપને જોઈને તું પણ તેના પર આસક્ત થશે. પરસ્પર અનુરાગ થયેલે જાણીને તારા પિતાએ તેને તેની સાથે પરણાવ્યું. પછી તારે પિતા તાપસ થશે અને તું રાજા થયે. હે બુદ્ધિમાન ! પૂર્વે બિલના ભાવમાં તે તિર્યને વિગ પમાડીને જે કર્મ બાંધેલું, તે એ ભવમાં તને ઉદય આવ્યું તે યથાર્થ રીતે સાંભળ.
તેજ વિજયમાં એક મહા પરાક્રમી વધન નામે જયપુર નગરને રાજા હતા. તેણે નિષ્કારણ તારાપર કોપાયમાન થઈ માણસ મોકલીને તેને કહેવરાવ્યું કે “ તારી રાણી વસંતસેના મને સોંપી દે, મારૂં શાસન અંગીકાર કર અને પછી સુખે રાજ્ય ભોગવવું નહીં તે મારી સાથે યુદ્ધ કર.” તે સાંભળતાં જ તેને ક્રોધ ચઢળ્યો; તેથી લેકેએ તે વખતે અપશુકન થતાં જોઈને તેને ઘણે વાર્યો, તેપણું તું સૈન્ય સહિત એક ગજેન્દ્ર ઉપર બેસીને તેની સાથે યુદ્ધ કરવા નીકળે. વર્ધન રાજા તે તારાથી પરાભવ પામીને નાસી ગયે પછી તમ નામને એક બળવાન રાજા તારી સાથે યુદ્ધ કરવા આવ્ય, તેણે યુદ્ધ કરીને તારી સેનાને ક્ષીણ કરી દીધી અને તેને જીવથી મારી નાખ્યું. તે વખતે રૌદ્રધ્યાનના વશથી તું મૃત્યુ પામીને છઠ્ઠી નરકમાં નારકી થયે, તારા વિરહથી પીડિત વસંતસેના પણ અગ્નિમાં પ્રવેશ કરીને મૃત્યુ પામી, અને તે પણ તે નરકભૂમિમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળીને તું પુષ્કરવરદ્વીપના ભરતક્ષેત્રમાં એક નિર્ધન પુરૂષને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયે અને તારા જેવી જ જાતિમાં વસંતસેના પણ નરકમાંથી નીકળીને પુત્રીપણે ઉત્પન્ન થઈ. યૌવનવયમાં તમારા બંનેને વિવાહ થયે. દુખનું દ્વાર દારિદ્રય છતાં પણ તમે બંને નિરંતર ક્રિીડા કરવા લાગ્યા. એક વખતે તમે બંને ઘરમાં હતાં, તેવામાં જૈન સાધ્વીએ તમારા જેવામાં આવી, એટલે તમે ઊઠી આદર અને ભક્તિથી અન્નપાન વડે તેમને પ્રતિલાભિત કરી. પછી તેમને તેમના સ્થાન સંબંધી પૂછવાથી તેઓ બોલી કે “બાલચંદ્રા નામે અમારા ગણિની છે, અને વસુશ્રેષ્ઠીના ઘર પાસે અમારો ઉપાશ્રય છે.” પછી દિવસને અંતભાગે મનમાં શુભ ભાવ ધારણ કરીને તમે ત્યાં ગયા; એટલે ગણિની બાલચંદ્રાએ તમને સારી રીતે ધર્મ સંભળાવ્યો, તેથી તેમની પાસે તમે ગૃહસ્થ ધર્મ ગ્રહણ કર્યો. ત્યાંથી મૃત્યુ પામીને તમે બંને બ્રા દેવલોકમાં નવ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાંથી ચવીને તમે આ ભવમાં ઉત્પન્ન થયા છે. પૂર્વે બિલના ભાવમાં તે તિર્યંચ પ્રાણીઓને વિયોગ કરાવ્યો હતો તેમજ દુઃખ દીધું હતું, તે વખતે આ તારી સ્ત્રીએ અનુમોદના કરી હતી, તે કર્મના વિપાકથી આ ભવમાં તને પરણેલી સ્ત્રીઓનો વિનાશ, વિરહ, બંધન અને દેવીના બલિદાન માટે બંદી થવા વિગેરેની વેદના પ્રાપ્ત થઈ કેમકે “ક”ને વિપાક મહા કષ્ટકારી છે.”
પછી બંધુદત્તે ફરીવાર પાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કરીને પૂછયું કે “હવે અહીંથી અમે કયાં જઈશું? અને અમારે હજુ કેટલા ભવ કરવા પડશે?” પ્રભુએ કહ્યું કે “તમે અને અહીંથી મૃત્યુ પામીને સહસ્ત્રાર દેવલોકમાં જશે. ત્યાંથી ચવીને તું પૂર્વ વિદેહમાં ચક્રવતી થઈશ અને આ સ્ત્રી તારી પટ્ટરાણી થશે. તે ભવમાં તમે બંને ચિરકાળ સુધી વિષયસુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org