Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 539
________________ સગ ૪ ] શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ [૪૯ ભેગાવી દીક્ષા લઈને સિદ્ધિને પ્રાપ્ત થશે. પ્રભુનાં આ પ્રમાણેનાં વચન સાંભળી બંધુદને પ્રિયદર્શન સાથે તત્કાળ પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. એક દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુ નવ નિધિના સ્વામી એવા એક રાજાના નગર પાસે સમવસર્યા, તે ખબર સાંભળીને તે રાજા પ્રભુને વાંદવા આવ્યો. પ્રભુને વંદન કરીને તેણે પૂછયું કે “હે પ્રભે ! પૂર્વ જન્મના ક્યા કર્મથી હું આવી મોટી સમૃદ્ધિને પ્રાપ્ત થયો છું?” પ્રભુ બેલ્યા-“મહારાષ્ટ્ર દેશમાં હેલર નામના ગામને વિષે પૂર્વ ભવે તું અશોક નામે મળી હતી. એક દિવસે પુખે વેચીને તું ઘેર જતું હતું, ત્યાં અર્ધમાગે કેઈ શ્રાવકને ઘેર અહંતની પ્રતિષ્ઠા થતી હતી, તે જોઈને હું તેના ઘરમાં પેઠે. ત્યાં અહંતનું બિંબ જોઈને તું છાબડીમાં પુષ્પ શોધવા લાગ્યા. તે વખતે તને નવ પુપે હાથમાં આવ્યાં. તે પુષ્પ તે ઘણું ભાવથી તે પ્રભુની ઉપર ચઢાવ્યાં, તેથી તે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. એક વખતે તે પ્રિયંગુ વૃક્ષની મંજરી લઈને રાજાને ભેટ કરી, તેથી પ્રસન્ન થઈને રાજાએ તને લેક શ્રેણના પ્રધાનની પદવી આપી. ત્યાંથી મૃત્યુ પામીને તું એલપુર નામના નગરમાં નવ લાખ દ્રગ્સ (સુવર્ણના સિક્કા)ને સ્વામી થયે. ત્યાંથી મૃત્યુ પામી તેજ નગરમાં નવ કોટી દ્રવ્યને અધિપતિ થયે. ત્યાંથી મૃત્યુ પામી સ્વણુપથ નગરમાં નવ લાખ સુવર્ણને પતિ થયે. ત્યાંથી મૃત્યુ પામી તેજ નગરમાં નવ કોટી સુવર્ણ સ્વામી થયે. ત્યાંથી મૃત્યુ પામી રત્નપુર નગરમાં નવ લાખ રત્નને અધિપતિ થયે. ત્યાંથી મૃત્યુ પામી તેજ નગરમાં નવ કોટી રત્નોને સ્વામી થશે. ત્યાંથી મૃત્યુ પામી વાટિકા નગરીમાં વલ્લભ નામના રાજાને પુત્ર નવ લાખ ગ્રામને અધિપતિ થશે અને ત્યાંથી મૃત્યુ પામી તું આ ભવમાં નવ નિધિને સ્વામી રાજા થયેલ છે. હવે અહીંથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઈશ.” પ્રભુની આવી વાણી સાંભળી રાજાના મનમાં અત્યંત શુભ ભાવના ઉત્પન્ન થઈ, તેથી તત્કાળ તેણે પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. આ પ્રમાણે વિહાર કરતા શ્રી પાર્શ્વનાથ પ્રભુને સોળ હજાર મહાત્મા સાધુએ, આડત્રીશ હજાર સાવીએ, ત્રણસે ને પચાસ ચૌદપૂર્વધારી, એક હજાર ને ચાર અવધિજ્ઞાની, સાડાસાતસો મન:પર્યવજ્ઞાની એક હજાર કેવળજ્ઞાની, આગ્યારસે વૈક્રિયલબ્ધિવાળ, છસો વાદલબ્ધિવાળા, એક લાખ ને ચોસઠ હજાર શ્રાવકે, અને ત્રણ લાખ ને સતેર હજાર શ્રાવિકાઓ-આ પ્રમાણે કેવળજ્ઞાનના દિવસ પછી પરિવાર થયે. પછી પિતાને નિર્વાણસમય નજીક જાણી શ્રી પાર્શ્વનાથ પ્રભુ સંમેતગિરિએ પધાર્યા. ત્યાં બીજા તેત્રીશ મુનિએની સાથે ભગવતે અનશન ગ્રહણ કર્યું. પ્રાતે શ્રાવણ માસની શુકલ અષ્ટમીએ વિશાખા નક્ષત્રમાં જગદ્ગુરૂ શ્રી પાર્શ્વનાથ પ્રભુ તેત્રીશ મુનિએની સાથે મોક્ષપદને પ્રાપ્ત થયા. ગૃહસ્થપણુમાં ત્રીશ વર્ષ અને વ્રત પાળવામાં સીતેર વર્ષ–એમ સો વર્ષનું આયુષ્ય શ્રી પાર્શ્વનાથ પ્રભુએ ભેગવ્યું. શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ત્યાશી હજાર, સાતસો અને પચાસ વર્ષ ગયા પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુ ક્ષે પધાર્યા. તે વખતે શક્રાદિક ઇકો દેવતાઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 537 538 539 540 541 542