Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪૬]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૯ મું. માટે લેવી? અરે હું શું નિશાચરી થઈ !” તે વખતે શુદ્ધ બુદ્ધિવાળે બંધુદત્ત મૃત્યુને નજીક આવેલું જાણી નવકારમંત્રનું પરાવર્તન કરવા લાગ્યું. નવકારમંત્રને ઇવનિ સાંભળીને પ્રિયાશનાએ તત્કાળ પિતાનાં નેત્ર ઉઘાડ્યાં, ત્યાં તે પિતાના પતિને જ પિતાની આગળ છે. તેથી તેણે ચંડસેનને કહ્યું કે “હે ભ્રાતા ! તમે હવે સત્યપ્રતિજ્ઞ થયા છે, કેમકે આ તમારા બનેવી બંધુદત્તજ છે.” પછી ચંડસેન બંધુદત્તના ચરણમાં પડી બોલ્યો કે “આ મારો અજ્ઞાનપણે થયેલે અપરાધ ક્ષમા કરો, અને તમે મારા સ્વામી છે, માટે હવે મને આજ્ઞા આપ.” પછી બંધુદતે હર્ષ પામી પ્રિયદર્શનાને ઉદ્દેશીને કહ્યું કે “આ ચંડસેને તે તમારે ને મારે મેળાપ કરાવ્યો છે, માટે તેમનો શે અપરાધ છે? કાંઈપણ અપરાધ નથી, પછી બંધુદને ચંડસેનને કહીને બીજા જે પુરૂષને બલિદાન માટે કેદ કરી લાવ્યા હતા તેમને છોડાવ્યા, અને ચંડસેનને પૂછયું કે-“તમે આવું કામ શા માટે કર્યું?” એટલે ભિલેના રાજા ચંડસેને પુરૂષબલિની માનતા વિગેરેનો બધો પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું તે સાંભળીને બંધુદત્ત બે કે “હે ચંડસેન! જીવઘાતવડે પૂજા કરવા ચોગ્ય નથી, માટે હવે પછી પુષ્પાદિકવડે દેવીની પૂજા કરજે. આજથી જ તમે હિંસા, પરધન અને પરીને ત્યાગ કરે, મૃષાવાદ છેડી દે અને સંતેષનું પાત્ર થાઓ. ચંડસેને તેમ કરવાને કબુલ કર્યું. તે વખતે દેવી પ્રગટ થઈને બેલી કે “આજથી પુષ્પાદિક પદાર્થો વડેજ મારી પૂજા કરવી.” તે સાંભળીને ઘણા ભિલ્લે ભદ્રક ભાવી થયા.
- પ્રિયદર્શનાએ બાળપુત્ર બંધુદત્તને અર્પણ કર્યો. બંધુદને તે પુત્ર ધનદત્તને આપ્યું અને પિતાની પત્નીને કહ્યું કે “આ મારા મામા થાય છે? તત્કાળ પ્રિયદર્શના મુખ આડું વસ કરીને પિતાના શ્વશુરરૂપ મામાજીને નમી. ધનદતે આશીષ આપી અને કહ્યું કે “આ પુત્રનું હવે નામ પાડવું જોઈએ.” એટલે “આ પુત્ર જીવિતદાન આપવાવડે બાંધને આનંદદાયક થા છે, છે, એવું ધારીને તેનાં માતા પિતાએ તેનું “બાંધવાનંદ” એવું નામ પાડયું. પછી કિરાતરાજ ચંડસેને માતુલ સહિત બંધુદત્તને પોતાને ઘેર લઈ જઈને ભેજન કરાવ્યું અને તેનું લુંટી લીધેલું સર્વ ધન તેમને અર્પણ કર્યું. પછી અંજલિ જેડી ચિત્રકનું ચમ, ચમરી ગાયના વાળ, હાથીદાંત અને મુક્તાફળ વિગેરેની તેની પાસે ભેટ ધરી. પછી બંધુદતે પેલા કેદ કરેલા પુરૂષોને બંધુવતુ ગણી ગ્ય દાન આપીને વિદાય કર્યા અને ધનદત્તને દ્રવ્યવડે કૃતાર્થ કરીને તેને ઘેર મોકલ્ય.
સમર્થ બંધુદત્ત પ્રિયદર્શન અને પુત્ર સહિત ચંડસેનને સાથે લઈને નાગપુરી આવ્યું. તેના બંધુઓ પ્રસન્ન થઈને સામા આવ્યા. રાજાએ બહુમાનથી હસ્તીપર બેસાડીને તેને નગરમાં પ્રવેશ કરાવ્યો. પુષ્કળ દાન આપતે બંધુદત્ત પિતાને ઘેર આવ્યું, અને ભજન કર્યા પછી બંધુઓને પિતાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. પછી છેવટે તેણે સર્વને જણાવ્યું કે “આજ સુધીમાં મને જે અનુભવ મળે છે, તે ઉપરથી હું કહું છું કે-શ્રીજિનશાસન વિના સર્વ અસાર છે.” બંધુદત્તની આવી વાણીથી સર્વ જને જિનશાસનમાં રક્ત થયા. પછી બંધુદતે ચંડસેનને સત્કાર કરીને તેને વિદાય કર્યો અને પોતે બાર વર્ષ સુધી સુખમાં રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org