Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 535
________________ મગ ૪] શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ [૪૫ ગામિની વિદ્યા મને આપી અને આદરથી શિક્ષા આપી કે “ધર્મ અને શરીરના રક્ષણ વિના બીજા કોઈ કામમાં આ વિદ્યાને યોજવી નહીં, હાસ્યમાં પણ અસત્ય બોલવું નહીં, જે પ્રમાદથી અસત્ય બેલાઈ જાય તે નાભિ સુધી જળમાં રહી ઊંચા હાથ કરી આ બે વિદ્યાને એક સહજ ને આઠ વાર જાપ કરવો.” વિષયની આસક્તિથી ગુરૂની એ શિક્ષા હું ભૂલી ગયો, મેં અનેક વિપરીત કામ કર્યા. પેલા ઉધાનમાં દેવાલય પાસે રહ્યો સતે હું તમારી પાસે મૃષા બેલ્યો. ગઈ કાલે સ્નાન કર્યા વગર દેવાચન કરવાને કઈ દેવાલયમાં આવેલ, તેણે મને તપત્રત ગ્રહણ કરવાનું કારણ પૂછયું, એટલે મેં પ્રમાદથી ઈચ્છિત પત્નીના વિરહનું છેટું કારણ બતાવ્યું. ત્યારપછી ગુરૂના કહેવા પ્રમાણે જળમાં રહી તે વિદ્યાને જાપ કર્યો નહીં. અર્ધી રાત્રે સાગર શ્રેષ્ઠીના ઘરમાં ચોરી કરવાને ગયો. દેવગે દ્વાર ઉઘાડાંજ લેવાથી શ્વાનની જેમ હું તેમાં પેસી ગયું અને તેનું રૂપું અને સુવર્ણ ચેરીને બહાર નીકળ્યો. એટલે દૈવગે રાજપુરૂષોએ મને પકડી લીધું. તે વખતે મેં આકાશગામિની વિદ્યાને ઘણી સંભારી, પણ તેની કુરણ થઈ નહિ.” આ પ્રમાણે બધી વાત સાંભળ્યા પછી મંત્રીએ પૂછ્યું કે-“તને બધી વસ્તુઓ મળી, પણ રત્નને કરંડીઓ કેમ ન મળ્યો? શું તેનું સ્થાનક ભૂલી ગયો છે?” તેણે કહ્યું “જ્યાં મેં તે કરંડીઓ દાટો હતું, ત્યાંથી દેવગે તેને જાણવાથી કેઈએ હરી લીધે જણાય છે.” આ પ્રમાણે સાંભળીને મંત્રીએ તે સન્યાસીને છોડી મૂકો. પછી પેલા મામા ભાણેજને યાદ કર્યા, અને ચિંતવ્યું કે જરૂર તેઓએ અજાણતાં આ રત્નને કરંડીઓ લીધે હશે, પણ ભયથી તેઓ બરાબર જવાબ દઈ શક્યા નહીં હોય, માટે હવે અભય આપીને તેમને ફરીવાર પૂછવું.' પછી મંત્રીએ તેમને બોલાવી અભય આપીને પૂછ્યું, એટલે તેઓએ જે યથાર્થ હતું તે કહી બતાવ્યું, તેથી નીતિમાન મંત્રીએ તેમને છોડી મૂક્યા, અને તેઓને ખમાવ્યા. પછી ત્યાંથી છુટી બે દિવસ રહીને તેઓ આગળ ચાલ્યા એટલે ત્રીજે જ દિવસે પિલા ચંડસેનના પુરૂષે જે બલિદાનને માટે પુરૂષને શોધતા હતા તેઓના હાથમાં આવ્યા, તેથી તેમને પણ બીજાની સાથે બંદીવાન કરી ચંડસેના દેવીની પાસે બલિદાન માટે તેઓ લઈ આવ્યા. પછી ચંડસેન દાસી અને પુત્ર સહિત પ્રિયદર્શનાને લઈને ચંડસેના દેવીનું અર્ચન કરવા આવ્યો. તે વખતે “આ ભયંકર દેવીને જેવાને વણિક સ્ત્રી સમર્થ થઈ શકશે નહિ” એવું ધારી ચંડસેને પ્રિયદર્શનનાં નેત્રને વસ્ત્રવડે ઢાંકી દીધાં. પછી ચંડસેને પિતે પુત્રને લઈને નેત્રની સંજ્ઞાએ બલિદાનના પુરૂષોને લાવવા સેવકને કહ્યું. દેવેગે પ્રથમ બંધુદત્તનેજ લાવવામાં આવ્યું. પછી પુત્રને દેવીને પ્રણામ કરાવી રક્તચંદનનું પાત્ર હાથમાં આપી ચંડસેને પ્રિયદર્શનને કહ્યું કે “દેવીની પૂજા કરો.” પછી નિર્દય ચંડસેને પોતેજ મ્યાનમાંથી ખનું કાઢ્યું. તે વખતે પ્રિયદર્શના દીન થઈને વિચાર કરવા લાગી કે–“મને ધિક્કાર છે, કેમકે મારે માટે જ આ દેવીને આ પુરૂષનું બલિદાન અપાય છે, તે તેમાં મારીજ અપકીતિ છે. ત્યારે તેવી અપકીતિ શા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542