Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 526
________________ ૪૮૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૯ મું કેટલેક દિવસે પિલું વહાણ તેજ બંદરે આવ્યું, એટલે સાગરદત્ત પાસેથી જેમણે બધાં ચિને જાણ્યાં હતાં એવા રાજ્યના આરક્ષક પુરૂએ તે વહાણને ઓળખી લીધું. પછી તેમણે તેના સર્વ ખલાસીઓને બોલાવીને પૃથફ પૃથફ પૂછયું કે “આ વહાણને માલિક કેણ છે? તેમાં શું શું કરીયાણું છે? અને તે કેટલાં છે?' તેવી રીતે ઉલટપાલટ પૂછવાથી તેઓ સર્વ ક્ષોભ પામીને જુદું જુદું બોલવા લાગ્યા, તેથી તેમને દગો કરનાર તરીકે જાણી લઈને આરક્ષકએ તત્કાળ સાગરદત્તને ત્યાં બોલાવ્યો. સાગરદત્તને જોતાં જ તેઓ ભય પામીને બોલ્યા કે “હે પ્રભુ? અમે કર્મચંડાળેએ તે મહા દુષ્કર્મ કર્યું હતું. તથાપિ તમારા પ્રબળ પુણ્યથી તમે અક્ષત રહ્યા છે. અમે તમારી વધ્યકેટિને પ્રાપ્ત થયા છીએ, માટે આપ સ્વામીને જે યોગ્ય લાગે તે કરો.” કૃપાળું અને શુદ્ધ બુદ્ધિવાળા સાગરદત્તે રાજપુરૂષેથી તેમને છોડાવ્યા, અને કાંઈક પાથેય આપીને તેમને વિદાય કર્યા. તેના આવા કૃપાળુપણાથી “આ પુણ્યવાનું છે” એમ વિચારનારા ત્યાંના રાજાને મહામતિ સાગરદત્ત ઘણે માનીતે થશે અને તે વહાણનાં કરિયાણા વેચવાવડે તેણે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. પછી પુષ્કળ દાન અપતે તે ધર્મની ઈચ્છાએ ધર્મતીર્થને પૂછવા લાગ્યો કે “જે દેવના દેવ હોય તેને રત્નમય કરવાની મારી ઇચ્છા છે માટે તે મને જણાવો. દેવતત્વ સુધી નહીં પહોંચેલા તે ધર્મતીર્થકેએ તેને જે ઉત્તર આપે તેમાંનું એક વાકય તેને ચગ્ય લાગ્યું નહીં; એટલે તેમાંથી કોઈ આપ્ત પુરૂષે કહ્યું કે અમારા જેવા મુધને એ વાત શું પૂછો છો? તમારે પૂછવું હોય તો એક રત્નને અનુસરીને તપસ્યા કરવામાં તત્પર થાઓ, એટલે તેનો અધિષ્ઠાયિક દેવતા આવીને તમને જે ખરા દેવાધિદેવ હશે તેને જણાવશે.” પછી સાગરદત્ત તે પ્રમાણે કરીને અષ્ટમ તપ કર્યું, એટલે રત્નના અધિષ્ઠાયિક દેવતાએ આવી તેને તીર્થંકરની પવિત્ર પ્રતિમા બતાવીને કહ્યું કે “હે ભદ્ર! આ દેવજ પરમાર્થે સત્ય દેવ છે. આનું સ્વરૂપ મુનિએજ જાણે છે, બીજા કઈ જાણતા નથી.” આ પ્રમાણે કહી મૂર્તિ આપીને તે દેવ સ્વસ્થાને ગયો. સાગરદત્ત તે પ્રતિમાને જોઈને બહુ ખુશી થયે. તે સુવર્ણવણી અહંત પ્રતિમા તેણે સાધુઓને બતાવી. એટલે સાધુઓએ તેને જિનવરે કહેલે ધર્મ કહી સંભળાવ્યું, તેથી સાગરદત્ત શ્રાવક થયે. એક વખતે સાગરદત્ત મુનિઓને પૂછ્યું કે-“હે ભગવંત! આ કયા તીર્થકરની પ્રતિમા છે અને મારે તેની કેવી વિધિએ પ્રતિષ્ઠા કરવી, તે મને કહે.” મુનિએ બેલ્યા-“હાલ પંડ્રવર્ધન દેશમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ સમવસર્યા છે. માટે તેમની પાસે જઈને તે વાત પૂછો.” એટલે તત્કાળ સાગરદત્ત શ્રી પાર્શ્વ પ્રભુની પાસે ગયે અને નમસ્કાર કરીને તે રત્નપ્રતિમા વિષે સર્વ હકીક્ત પૂછી. પ્રભુએ પિતાના સમોસરણને ઉદ્દેશીને સર્વે અહંતના અતિશયે સંબંધી અને તીર્થંકરની પ્રતિમાની સ્થાપના સંબંધી સર્વ હકીકત કહી બતાવી. પછી શ્રી જિનેન્દ્ર વિધિવડે તે તીર્થકરની પ્રતિમાની તેણે પતિષ્ઠા કરાવી. અન્યદા તે સાગરદને પાર્શ્વપ્રભુની ૧ ધર્માચાર્યો–અનેક મતના આગેવાને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542