________________
૪૯૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૯ મું આટલું સાંભળતાં જ ચંડસેનને મૂછી આવી. ડીવારે સંજ્ઞા મેળવીને તેણે પ્રિયદર્શનાને કહ્યું કે “હે બાળા! તારા પિતાએ મને પૂર્વે જીવાડે છે, માટે તું ભય પામીશ નહીં. તે મારો વૃત્તાંત મૂળથી સાંભળ. હું ચેરના રાજા તરીકે પ્રસિદ્ધ છું. એક વખતે હું ચોરી કરવાને માટે નીકળે. પ્રદેષકાળે વત્સદેશના ગિરિ નામના ગામમાં ગયે. ત્યાં ચારથી વીંટાઈને હું મદ્યપાન કરવા બેઠો. તેવામાં રક્ષકએ આવીને મને પકડશે, અને ત્યાંના રાજા માનભંગ પાસે રજુ કર્યો. તેણે મને મારી નાખવાને આદેશ કર્યો. પછી મને મારવાને લઈ જતા હતા, તેવામાં તારા માતા પિતા પોષધ કરી પારણાને માટે ઘેર જતા હતા તે ત્યાંથી નીકળ્યા. મારી હકીક્ત સાંભળીને તે કૃપાળુ શેઠે મને છેડા. પછી કેટલાંક વસ્ત્રો અને ધન આપીને તેમણે મને વિદાય કર્યો, તેથી તે મારા ઉપકારીની પુત્રી છે, માટે મને આજ્ઞા કરી કે હું તારું શું કામ કરું?” પ્રિયદર્શના બોલી “હે ભ્રાતા ! તમારી ધાડ પડવાથી વિયુક્ત થયેલા મારા પતિ બંધુદત્તની સાથે મને મેળવે.’ એ પ્રમાણે કરીશ” એમ કહી પલ્લીપતિ પ્રિયદર્શનાને પોતાને ઘેર લાવ્યું અને પિતાના દેવતા હોય તેમ તેને અતિ ભક્તિથી જેવા લાગ્યા પછી અભય દાનવડે પ્રિયદર્શનને આશ્વાસન આપીને ચંડસેન પોતે બંધુદત્તને શોધવા નીકળે.
અહીં બંધુદત્ત પ્રિયાને વિયેગ થવાથી હિંતાલવનના મધ્યમાં આવી સ્વસ્થ થઈને આ પ્રમાણે ચિંતવવા લાગ્યું કે “મારા વિયોગથી મારી વિશાળવેચના પ્રિયા એક દિવસ પણ જીવી શકે તેમ નથી, તેથી જરૂર તે મૃત્યુ પામી હશે. તે હવે હું શી પ્રત્યાશાથી જીવું? માટે મારે મરણનું શરણ છે, કેમકે તેથી મને કાંઈ વિશેષ હાનિ નથી.” આ પ્રમાણે વિચારીને સપ્તચ્છદના મોટા વૃક્ષ ઉપર ચઢી ફાંસે ખાઈને મૃત્યુ પામવા માટે તે તૈયાર થયે. સપ્તચ્છા વૃક્ષની પાસે આવતાં તેણે એક મોટું સરોવર જોયું. તેમાં પ્રિયાના વિરહથી દુઃખિત એવો એક રજહંસ તેના જેવામાં આવ્યું. પિતાની પેઠે તેને દુઃખી અને દીન જોઈને તે વધારે દુઃખી થયે, કેમકે “દુઃખી જનની માનસિક પીડા દુઃખી જનજ જાણે છે.” બંધુદત્ત ત્યાં થોડીવાર ઊભો રહ્યો, તેવામાં કમળની છાયામાં બેઠેલી રાજહંસીની સાથે તે રાજહંસને મેળાપ થયે. તેને એ પ્રમાણે પ્રિયાને મેળાપ થયેલે જોઈ બંધુદત્તે વિચાર્યું કે “જીવતા નરને ફરીવાર પણ પ્રિયાને સંગમ થાય છે, માટે હમણાં તો હું મારી નગરીએ જાઉં, પણ આવી નિર્ધન સ્થિતિએ ત્યાં શી રીતે જવાય? તેમ પ્રિયા વિના કેશાબીપુરીએ જવું તે પણ યોગ્ય નથી, તેથી હમણાં તે વિશાળાપુરીએ જાઉં, ત્યાં મારા માતુલ પાસેથી દ્રવ્ય લઈ તે ચેર સેનાપતિને આપીને મારી પ્રિયાને છોડાવું. પછી પ્રિયા સાથે નાગપુરી જઈ મારા ઘરમાંથી દ્રવ્ય લઈને માતુલને પાછું આપી દઈશ. સર્વ ઉપાયમાં આ ઉપાય જ મુખ્ય છે.” આ વિચાર કરીને તે બંધુદત પૂર્વ દિશા તરફ ચઢ્યા. બીજે દિવસે અતિ દુઃખિતપણે ગિરિસ્થળ નામના સ્થાનમાં આવ્યું. ત્યાં માર્ગની નજીકમાં વૃક્ષોથી ઢંકાયેલા એક યક્ષાના મંદિરમાં તેણે વિશ્રામ કર્યો. તેવામાં શ્રમથી પીડિત એક વટેમાર્ગ ત્યાં આવ્યું. તેને બંધુદ ને પૂછ્યું કે “તમે ક્યાંથી આવે છે?' તેણે કહ્યું કે “હું વિશાળાનગરીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org