Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૪] શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ
(૪૯૧ આવું છું” બંધુદને પૂછ્યું કે “ત્યાં ધનદત્ત સાર્થવાહ કુશળ છે?' એટલે તે મુસાફરે દીન વદને કહ્યું કે “ધનદત્ત વ્યાપાર કરવાને બહાર ગામ ગયો હતો, તેવામાં એક દિવસ તેના મોટા પુત્રે ઘેર પત્ની સાથે ક્રીડા કરતા સતા ત્યાંથી ચાલ્યા જતા રાજાની અવગણના કરી, તે અપરાધથી ક્રોધ પામેલા રાજાએ તેનું સર્વસ્વ લુંટી લીધું અને તેના પુત્ર, કલત્ર વિગેરે સર્વ કુટુંબને કેદ કર્યું. ધનદત્ત ઘેર આવ્યું ત્યારે રાજાને અરજ કરતાં અને પિતાની પાસેનું દ્રવ્ય દંડમાં આપતાં બાકી રહેલા કેટી દ્રવ્યને માટે તે પિતાની બહેનના પુત્ર બંધુદત્તને શોધવાને નીકળે છે. રાજાએ તે શરતે તેને છોડયો છે.” આ પ્રમાણેની હકીકત સાંભળીને બંધુદને ચિંતવ્યું કે
અહે દૈવે આ શું કર્યું! જેને માટે મને પૂર્ણ આશા હતી, તેને પણ દૈવે વ્યસનસમુદ્રમાં પાડી. દીધે છે, પણ હવે જે થયું તે ખરૂં, હવે તે અહીં રહીને જ મારા માતુલની રાહ જોઉં, અને તેને મળી નાગપુરીએ જઈ તેને અર્થ સત્વર સાધી આપું.” આવો વિચાર કરીને તે ત્યાં જ રહ્યો.
પાંચમે દિવસે કેટલાકની સહાય લઈને સાથે સાથે ખેદયુક્ત મનવાળો માતુલ ધનદત્ત ત્યાં આવ્યું અને તે જ વનમાં યક્ષમંદિરની પાસે રહેલા એક તમાલ વૃક્ષ નીચે બેઠે. દૂરથી બરાબર ઓળખાયા નહીં એટલે બંધુદતે તેને ઓળખવાને માટે તેની નજીક જઈને પૂછયું કે-“તમે કોણ છો? અહીં કયાંથી આવે છે ? અને ક્યાં જવાના છો? તે કહે. ધનદત્ત બેલ્ય-“હે સુંદર! હું વિશાળ પુરીથી આવું છું અને અહીંથી મહાપુરી નાગપુરીએ જવાનું છે.” બંધુદત્ત બે કે-“મારે પણ ત્યાં જ આવવાનું છે, પણ ત્યાં તમારૂં સંબંધી કેશુ છે? તે બોલ્યા કે “ત્યાં બંધુદત્ત નામે મારે એક ભાણેજ છે.” બંધુદત્તે કહ્યું, “હા, તે મારે પણ મિત્ર છે.” પછી બંધુદત્ત પિતાના માતુલને ઓળખ્યા, પણ પિતાની ઓળખાણ પાડ્યા વિના તે તેની ભાથે મળી ગયું. પછી તે બન્નેએ સાથે ભેજન કર્યું. બીજે દિવસે પ્રાતઃકાળે બંધુદત શૌચ કરવાને નદીતીરે ગયે, ત્યાં એક કદંબના ગપુરમાં રત્નની છાયાવાળી પૃથ્વી દીઠી. એટલે તેણે તીક્ષણ શંગવડે તે પૃથ્વી ખેતી, તેમાંથી રત્ન આભૂષણોથી ભરપૂર એક તાંબાને કરંડીઓ નીકળે. તે કરંડીઓને છાની રીતે લઈને બંધુદત્ત ધનદત્તની પાસે આવ્યો, અને તે કરંડીઓ મળવાની બધી હકીકત કહી બતાવી. પછી નમ્રતાથી કહ્યું કે “હે મારા મિત્રના માતુલ! મેં એક કાપડી પાસેથી તમારી બધી હકીક્ત જાણુ છે, માટે તમારા પુણ્યથી પ્રાપ્ત થયેલે આ કરંડીઓ તમેજ ગ્રહણ કરો. આપણે અને અહીંથી વિશાળા નગરીએ ‘જઈ રાજાને ધન આપી કારાગૃહમાંથી આપણાં માણસને છોડાવીએ. પછી આપણે નાગપુરી જઈશું.' આ પ્રમાણે કહી આગળ કરંડીઓ ધરીને બંધુદત્ત મૌન રહ્યો, એટલે ધનદત્ત બેલ્યો કે “મારે અત્યારે તરત મારાં મનુષ્યોને છોડાવવાની કાંઈ જરૂર નથી, હમણાં તો તમારા મિત્ર બંધુદને મળવું છે. પછી તે જેમ કહેશે તેમ કરીશું.' પછી બંધુદત્ત પિતાની મેળે પ્રગટ થયો, અર્થાત્ તેજ બંધુદત્ત છે એમ કહ્યું. એટલે તેને ઓળખીને ધનદત્ત બેલ્યો કે-“અરે! તું આવી દશાને કેમ પ્રાપ્ત થયો?' પછી બંધુદતે પિતાનો સર્વ વૃત્તાન્ત જણાવ્યો. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org