Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 524
________________ ૪૮૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૫ ૯ મું નાગની ફેણના છત્રથી શેલતે, ચાર ભુજાવાળો, બે વામ ભુજામાં નકુલ અને સર્પ તથા બે દક્ષિણ ભુજામાં બીરૂ અને સર્પ ધારણ કરનાર પાશ્વ નામે યક્ષ શાસનદેવતા થયે. કુર્કટ જાતિના સર્ષના વાહનવાળી, સુવર્ણના જેવા વર્ણવાળી, બે દક્ષિણ ભુજામાં પદ્મ અને પાશ તથા બે વામ ભુજામાં ફળ અને અંકુશ ધરનારી પદ્માવતી નામે યક્ષણ શાસનદેવી થઈ. તે બન્ને શાસનદેવતા જેમની પાસે નિરંતર રહે છે અને બીજા પણ અનેક દેવ અને મનુષ્ય વિનીત થઈને જેમની સેવા કર્યા કરે છે એવા પાર્શ્વ પ્રભુ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये नवमे पर्वणि श्रीपार्श्वनाथकौमारदीक्षाकेवलोत्पत्तिवर्णनो नाम तृतीयः सर्गः ।। : શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ સવ વિશ્વના અનુગ્રહને માટે વિહાર કરતા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ એક વખતે સંસારમાં પંડ્ર (તિલક) જેવા પુંડ્ર નામના દેશમાં આવ્યા. તે અરસામાં પૂર્વ દેશમાં તામ્રલિપ્તી નગરીમાં સાગરદત્ત નામે એક કળાત્ત અને સદ્બુદ્ધિમાન યુવાન વણિકપુત્ર રહેતું હતું, તેને જાતિસ્મરણ થયેલું હોવાથી તે સર્વદા સ્ત્રી જાતિને વિષે વિરક્ત હતું, તેથી સ્વરૂપવતી સ્ત્રીને પણ પરણવાને ઈચ્છતે નહીં. તે પૂર્વ જન્મમાં એક બ્રાહ્મણને પુત્ર હતા. તે ભવમાં કેઈ બીજા પુરૂષ સાથે આસક્ત થયેલી તેની પત્નીએ તેને ઝેર આપી સંજ્ઞા રહિત કરી કઈ ઠેકાણે છેડી દીધું હતું. ત્યાં એક ગોકુળી સ્ત્રીએ તેને જીવાડયો હતે. પછી તે પરિવ્રાજક થઈ ગયે. ત્યાંથી મૃત્યુ પામી આ ભવમાં તે સાગરદત્ત નામને શ્રેષ્ઠ પુત્ર થયું હતું, પરંતુ પૂર્વ જન્મના સ્મરણથી તે સ્ત્રીઓથી વિમુખ થયે હતે. હવે પેલી લેક ધર્મમાં તત્પર એવી ગેકુળી સ્ત્રી મૃત્યુ પામીને અનુક્રમે તેજ નગરીમાં એક રૂપવતી વણિકપુત્રી થઈ “આ સ્ત્રીમાં આની દષ્ટિ રમશે” એવી સંભાવના કરીને બંધુજનેએ સાગરદત્તને માટે તેને પસંદ કરી અને ગૌરવ સહિત તેને પ્રાપ્ત પણ કરી, પરંતુ સાગરદત્તનું મન તેની ઉપર પણ વિશ્રાંત થયું નહીં, કારણ કે પૂર્વ ભવના અભ્યાસથી તે સ્ત્રીઓને યમદૂતી જેવી માનતે હતે. બુદ્ધિમાન વણિકપુત્રીએ વિચાર્યું કે “આને કાંઈક પૂર્વ ભવનું સ્મરણ થયું જણાય છે, અને તે જન્મમાં કઈ પંશ્ચલી સ્ત્રીએ આ પુરૂષને હેરાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542