Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪૮૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૯ મું રાજ્યનું ઉલ્લંઘન કરવું, પ્રતિરૂપ વસ્તુને ભેળસંભેળ કરે અને માન માપ તેલ બેટાં રાખવાં-એ પાંચ અતિચાર છે. ચોથું વ્રત બ્રહ્મચર્ય–તેને અપરિગ્રહીતાગમન, ઈત્વરપરિગ્રહીતાગમન, પરવિવાહરણ, તીવ્ર કામગાનુરાગ અને અનંગ ક્રીડા-એ પાંચ અતિચાર છે. પાંચમું વ્રત અપરિગ્રહ (પરિગ્રહનું પ્રમાણુ) તેમાં ધન ધાન્યનું પ્રમાણુતિક્રમ, તાંબા પીત્તળ વિગેરે ધાતુનું પ્રમાણતિક્રમ, દ્વિપદ ચતુષ્પદનું પ્રમાણ તિક્રમ, ક્ષેત્ર વસ્તુનું પ્રમાણતિક્રમ અને રૂખ્ય સુવર્ણનું પ્રમાણતિકમ-એ પાંચ અતિચાર છે. તે અતિચાર અનાજનાં નાનાં મોટાં માપ કરવાથી, તામ્રાદિકનાં ભાજને નાનાં મોટાં કરવાથી, દ્વિપદ ચતુષ્પદના ગર્ભધારણવડે થયેલ વૃદ્ધિથી, ઘર કે ક્ષેત્ર વચ્ચેની ભીંત કે વાડ કાઢી નાખીને એકત્ર કરી દેવાથી, અને રૂપ્ય સુવર્ણ કોઈને આપી દેવાથી લાગે છે. પણ તે વ્રત ગ્રહણ કરનારને લગાડવા ચોગ્ય નથી.
સ્મૃતિ ન રહેવી, ઉપર, નીચે અને તછ ભાગે જવાના કરેલા પ્રમાણનું ઉલ્લંઘન કરવું અને ક્ષેત્રની વૃદ્ધિ હાનિ કરવી-એ પાંચ છઠ્ઠા દિગવિરતિવ્રતના અતિચાર છે. સચિત્ત ભક્ષણ, સચિત્તના સંબંધવાળા પદાર્થનું ભક્ષણ, તુચ્છ ઔષધિનું ભક્ષણ તથા અપકવ અને દુષ્પકવ વસ્તુને આહાર–એ પાંચ અતિચાર ભેગપગ પ્રમાણ નામના સાતમા વ્રતના છે. એ અતિચાર ભેજન આશ્રી ત્યાગ કરવાના છે. અને બીજાં પંદર કર્મથી ત્યજવાના છે. તેમાં ખર કર્મને ત્યાગ કરવો. એ ખર કર્મ પંદર પ્રકારનાં કર્માદાનરૂપ છે. તે આ પ્રમાણેઅંગારજીવિકા, વનજીવિકા, શકટજીવિકા, ભાટકજીવિકા, ફેટજીવિકા દંતવાણિજ્ય, લાક્ષવાણિજ્ય, રસવાણિજ્ય, કેશવાણિજ્ય, વિષવાણિજ્ય, યંત્રપીડા, નિલ છન, અસતીષણ, દવદાન અને સરશેષ-એ પંદર પ્રકારનાં કર્માદાન કહેવાય છે. અંગારાની ભઠ્ઠી કરવી, કુંભાર, લુહાર તથા સુવર્ણકારપણું કરવું અને ચુનો તથા ઇટ પકાવવી, એ કામો કરીને જે આજીવિકા કરવી તે અંગારજીવિકા કહેવાય છે. છેદેલાં ને વગર દેલાં વનનાં પત્ર પુષ્પ અને ફળને લાવીને વેચવાં, અને અનાજ દળવું ખાંડવું, એ કામ કરીને જે આજીવિકા કરવી તે વનછવિકા કહેવાય છે. શકટ તે ગાડાં અને તેનાં પિડાં, ધરી વિગેરે અંગને ઘડવાં, ખેડવાં અને વેચવાં, એથી જે આજીવિકા કરવી તે શકટજીવિકા કહેવાય છે. ગાડાં, બળદ, પાડા, ઊંટ, ખર, ખચ્ચર અને ઘોડાઓને ભાડે આપી ભાર વહન કરાવીને તેના વડે જે આજીવિકા કરવી તે ભાટકજીવિકા કહેવાય છે. સરેવર તથા કુવા વિગેરે દવા અને શિલા પાષાણને ઘડવા, એમ પૃથ્વી સંબંધી જે કાંઈ આરંભ કરવા અને તે વડે આજીવિકા કરવી તે ઑટજીવિકા કહેવાય છે. પશુઓનાં દાંત, કેશ, નખ, અસ્થિ, ત્વચા . અને રૂંવાડાં વિગેરે તેનાં ઉત્પત્તિ સ્થાનેથી ગ્રહણ કરીને તે ત્રસ અંગે જે વ્યાપાર કરે તે દંતવાણિજ્ય કહેવાય છે. લાખ, મણશીલ, ગાળી, ધાવડી અને ટંકણખાર વિગેરે વસ્તુનો જે વ્યાપાર કરે તે પાપના ગૃહરૂપ લાક્ષવાણિજ્ય કહેવાય છે. માખણ, ચરબી, મધ અને મદિરા વિગરેનો વ્યાપાર કરવો તે રસવાણિજ્ય કહેવાય છે. અને બે પગવાળા મનુષ્યાદિ અને ચાર પગવાળા પશુ આદિને જે વ્યાપાર કરવો તે કેશવાણિજ્ય કહેવાય છે. કેઈ પણ જાતનું ઝેર, કોઈ પણ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org