Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 520
________________ ૪૮૦ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર એવા આ પ્રભુની ઉપર નિષ્કારણ શત્રુ થઈને તે જે આ કાર્ય આરંવ્યું છે તે હવે દૂર કરી છે, નહીં તે હવે તું રહી શકીશ નહીં.” ધરણંદ્રનાં આવાં વચન સાંભળી મેઘમાળીએ નીચી દૃષ્ટિ કરીને જોયું તે નાગે સેવિત એવા પાર્શ્વનાથ પ્રભુને દીઠા, તેથી તેણે ચિંતવ્યું કે “ચક્રવતીની ઉપર તેને ઉપદ્રવ કરનારા તેઓના આરાધેલા મેઘકુમારની શક્તિ જેમ વૃથા થાય તેમ આ પાર્શ્વનાથની ઉપર મેં મારી જેટલી હતી તેટલી શક્તિ વાપરી તે પણ તે વૃથા થઈ છે. આ પ્રભુ એક મુષ્ટિથી પર્વતને પણ ચૂર્ણ કરવાને સમર્થ છે, તથાપિ એ કરૂણાનિધિ હોવાથી મને ભસ્મ કરતા નથી, પણ આ ધરણંદ્રથી મને ભય લાગે છે. આ લેયપતિને ઉપકાર કરીને લયમાં પણ મારી સ્થિતિ થઈ શકશે નહીં, તે પછી હું કેને શરણે જઈશ? માટે જે આ પ્રભુનું શરણ મળે તેજ હું ઉગરી શકીશ ને મારું હિત થશે?' આ પ્રમાણે વિચાર કરીને તત્કાળ મેઘમંડળને સંહરી લઈ ભય પામતો મેઘમાળી પ્રભુની પાસે આવ્યા, અને નમસ્કાર કરીને બે કે “હે પ્રભુ! જે કે તમે તે અપકારી જન ઉપર પણ ક્રોધ કરતા નથી, તથાપિ હું મારા પિતાના દુષ્કર્મથી દૂષિત થયેલ હોવાથી ભય પામું છું. આવું દુષ્કર્મ કરીને પણ હું નિર્લજજ થઈ તમારી પાસે યાચના કરવા આવ્યું છું, માટે હે જગન્નાથ! દુર્ગતિમાં પડવાથી શંકા પામેલા આ દિન જનની રક્ષા કરે, રક્ષા કરે.” આ પ્રમાણે કહી પ્રભુને ખમાવી નમસ્કાર કરીને મેઘમાળી દેવ પશ્ચાત્તાપ કરતે કરતે પિતાને સ્થાનકે ગયે. પછી પ્રભુને ઉપસર્ગ રહિત થયેલા જાણી સ્તુતિ અને પ્રણામ કરીને નાગરાજ ધરણે પણ પિતાને સ્થાનકે ગયા, એટલે રાત્રી પણ વીતી ને પ્રભાતકાળ થયે. ભગવંત ત્યાંથી વિહાર કરતા અનુક્રમે વારાણસી પુરી સમીપે આવી આશ્રમપદ નામના ઉદ્યાનમાં ધાતકી વૃક્ષની નીચે કાત્સગે રહ્યા. ત્યાં દીક્ષાના દિવસથી ચોરાસી દિવસો વ્યતિત થયે શુભ ધ્યાનથી પ્રભુનાં ઘાતકર્મો તુટી ગયાં, અને ચિત્રમાસની કૃષ્ણ ચતુથીએ ચંદ્ર વિશાખા નક્ષત્રમાં આવતાં પૂર્વાહૂનકાળે શ્રી પાર્શ્વપ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે શક પ્રમુખ દેવતાઓએ આસનકંપથી તે હકીક્ત જાણ ત્યાં આવી સમવસરણની રચના કરી. પ્રભુએ પૂર્વ દ્વારથી તે સમવસરણમાં પ્રવેશ કર્યો. પ્રથમ સમવસરણની મધ્યમાં આવેલા સત્તાવીશ ધનુષ્ય ઊંચા ચિત્રવૃક્ષને મેરૂને સૂર્યની જેમ પ્રભુએ પ્રદક્ષિણ કરી, પછી “તીર્થાય નમ:' એમ કહીને શ્રી પાર્શ્વપ્રભુ પૂર્વાભિમુખે ઉત્તમ એવા રત્નસિંહાસન ઉપર બિરાજમાન થયા. વ્યંતરોએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુના જ પ્રભાવથી પ્રભુની જેવાં બીજા ત્રણ પ્રતિબિંબે વિકુવ્ય. ચારે નિકાયના દેવ, દેવીઓ, નર, નારીએ, સાધુ અને સાદવીઓ એમ બારે ૫ર્ષદા પ્રભુને નમસ્કાર કરીને પિતપિતાને યોગ્ય સ્થાનકે બેઠી. તે વખતે પ્રભુને આ અપૂર્વ વૈભવ જેઈ વનપાળે આવી અશ્વસેન રાજાને આ પ્રમાણે કહ્યું કે-“હે સ્વામિન! એક વધામણી છે, શ્રી પાર્શ્વનાથ પ્રભુને હમણાં જગતના અજ્ઞાનને નાશ કરનારૂં કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ છે, અને મહા અતિશયસંપન્ન એવા તે જગત્પતિ શક્રાદિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542