Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[૪૮૧
સર્ગ ૩ ]
શ્રી પાર્શ્વનાથ પ્રભુને જન્મ વિગેરે ઇદ્રોના પરિવારથી પરવર્યા સતા દિવ્ય સમવસરણમાં બેઠા છે. તે સાંભળી રાજાએ તેને ચગ્ય પારિતોષિક આપ્યું. અને પ્રભુના દર્શનની ઈચ્છાથી ત્વરાવાળા થયેલા રાજાએ એ ખબર તરત વામાદેવીને કહ્યા, પછી અશ્વસેન રાજા વામાદેવી રાણીને તથા બીજા પરિવારને લઈને સંસારસાગરથી તારનારા તે સમવસરણમાં આવ્યા. હર્ષથી પૂર્ણ મનવાળા રાજા પ્રભુને પ્રદક્ષિણા દઈ પ્રણામ કરીને શક્રઈદ્રની પછવાડે બેઠા. પછી શકઇંદ્ર અને અશ્વસેન રાજા ઊભા થઈ ફરીવાર પ્રભુને નમી મસ્તક પર અંજલિ જેડીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
હે પ્રભુ! સર્વત્ર ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળના ભાવને પ્રકાશ કરનારૂં તમારું આ કેવળજ્ઞાન જય પામે છે. આ અપાર સંસારરૂપ સમુદ્રમાં પ્રાણીઓને વહાણરૂપ તમે છે અને નિયમકી પણ તમેજ છે, હે જગત્પતિ! આજનો દિવસ અમારે સર્વ દિવસોમાં રાજા જેવો છે, કારણ કે જેમાં અમારે તમારા ચરણદર્શનને મહોત્સવ પ્રાપ્ત થયેલ છે. આ અજ્ઞાનરૂપ અંધકાર કે જે મનુષ્યની વિવેકદષ્ટિને લુંટનારો છે, તે તમારા દર્શનરૂપ ઔષધિના રસ વિના નિધન થતા નથી. આ મહોત્સવ નદીના નવા આરાની જેમ પ્રાણીઓને આ સંસારમ ઉતરવાને એક નવા તીર્થ (આર) રૂપ છે. અનંત ચતુષ્ટયને સિદ્ધ કરનારા, સર્વ અતિશયેથી શેભનારા, ઉદાસીપણામાં રહેનારા અને સદા પ્રસન્ન એવા તમને નમસ્કાર છે. પ્રત્યેક જન્મમાં અત્યંત ઉપદ્રવ કરનાર એવા દુરાત્મા મેઘમાળી ઉપર પણ તમે કરૂણા કરી છે, માટે તમારી કરૂણા ક્યાં નથી ? (અર્થાત્ સર્વત્ર છે.) હે પ્રભુ! જ્યાં. ત્યાં રહેતા અને ગમે ત્યાં જતા એવા અમને હમેશાં આપત્તિને નિવારનાર એવું તમારા ચરણકમળનું સ્મરણ હશે.”
આ પ્રમાણે સ્તુતિ કરીને શકેંદ્ર અને અશ્વસેન રાજા વિરામ પામ્યા, પછી શ્રી પાર્વનાથ ભગવતે આ પ્રમાણે દેશના આપવા માંડી–“અહો ભવ્ય પ્રાણીઓ! જરા, રેગ અને મૃત્યુથી ભરેલા આ સંસારરૂપ મોટા અરણ્યમાં ધર્મ વિના બીજે કેાઈ ત્રાતા નથી, માટે હમેશાં તેજ સેવવા યોગ્ય છે. તે ધર્મ સર્વવિરતિ અને દેશવિરતિ એમ બે પ્રકાર છે, તેમાં અનગારી સાધુઓને પહેલે સર્વવિરતિ ધર્મ છે. તે સંયમાદિ દશ પ્રકાર છે, અને આગારી -ગૃહસ્થને બીજે દેશવિરતિ ધર્મ છે. તે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર પ્રકાર છે. જે તે વ્રત અતિચારવાળાં હોય છે તે સુકૃતને આપતાં નથી, તેથી તે એક એક વ્રતના પાંચ પાંચ અતિચાર છે, તે ત્યજવા ગ્ય છે. પહેલું વ્રત જે અહિંસા, તેમાં ક્રોધવડે બંધ, છવિ છેદ, અધિક ભારનું આરોપણ, પ્રહાર અને અન્નાદિકને રેધ–એ પાંચ અતિચાર છે. બીજું વ્રત સત્ય વચન–તેના મિથ્યા ઉપદેશ, સહસા અભ્યાખ્યાન, ગુહ્ય ભાષણ, વિશ્વાસીએ કહેલા રહસ્યને ભેદ અને ફૂટ લેખ એ પાંચ અતિચાર છે. ત્રીજું વ્રત અસ્તેય (ચેરી ન કરવી) તેના ચારને અનુજ્ઞા આપવી, ચેરેલ વસ્તુનું ગ્રહણ કરવું, શત્રુ
૧. વહાણને પાર ઉતારનાર. c - 61
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org