________________
૪૭૬ ] શ્રી ત્રિષષ્ટ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૯ મું થશે. હે મહારાજા ! મારે પ્રભાવતી નામે કન્યા છે, તેને મારા આગ્રહથી પાર્શ્વનાથ કુમાર માટે ગ્રહણ કરો. આ મારી પ્રાર્થના અન્યથા કરશે નહીં.” અથવસેને કહ્યું, “આ મારા પાર્વકુમાર સદા સંસારથી વિરક્ત છે, તેથી તે શું કરશે, તે હજુ મારા જાણવામાં આવતું નથી. અમારા મનમાં પણ સદા એ મને રથ થયા કરે છે કે આ કુમારને ગ્ય વધુ સાથે વિવાહોત્સવ કયારે થશે? જો કે તે બાલ્યવયથી સ્ત્રીસંગને ઈચ્છતા નથી, તો પણ હવે તમારા આગ્રહથી તેને પ્રભાવતી સાથેજ બળાત્કારે વિવાહ કરીશું.” આ પ્રમાણે કહીને અશ્વસેન રાજા પ્રસેનજિતને સાથે લઈ પાથર્વકુમારની પાસે આવ્યા અને કહ્યું કે “હે કુમાર! આ પ્રસેનજિત્ રાજાની પુત્રી સાથે પરણે.” પાર્શ્વકુમાર બોલ્યા- “હે પિતાજી! સ્ત્રી વિગેરેને પરિગ્રહ ક્ષીણપ્રાય થયેલા સંસારરૂપ વૃક્ષનું જીવનૌષધ છે, તે એવા ત્યા સંસારને આરંભ કરનાર એ કન્યાને હું શા માટે પરણું? તે મૂળથી પરિગ્રહ રહિત થઈને આ સંસારને તરી જઈશ.” અશ્વસેન બેલ્યા“હે કુમાર! આ પ્રસેનજિતુ રાજાની કન્યાનું પાણિગ્રહણ કરીને એકવાર અમારે મને રથ પૂરે કરો. હે પુત્ર! જેના આવા વિચાર છે તે સંસારને તે તરી ગયેલ જ છે, માટે વિવાહ કરીને પછી જ્યારે ગ્ય સમય આવે, ત્યારે તે પ્રમાણે વાર્થને સિદ્ધ કરો.” આ પ્રમાણેનું પિતાનું વચન ઉલ્લંઘન કરવાને અસમર્થ થઈ પાકુમારે ભાગ્ય કર્મ ખપાવવાને માટે પ્રભાવતીનું પાણિગ્રહણ કર્યુંપછી લોકોના આગ્રહથી ઉધાન અને ક્રીડાગિરિ વિગેરેમાં પ્રમાવતીની સાથે ક્રીડા કરતા પ્રભુ દિવસે નિર્ગમન કરવા લાગ્યા.
એક દિવસ પાર્શ્વપ્રભુ મહેલ ઉપર ચઢી ગોખમાં બેસીને કૌતુકથી સમગ્ર વારાણસી પુરીને કરતા હતા, તેવામાં પુપના ઉપહાર વિગેરેની છાબડીઓ લઈને ઉતાવળે નગર બહાર નીકળતા અનેક સ્ત્રી પુરૂષોને તેમણે દીઠા; એટલે પાસના લોકોને પૂછયું કે “આજે કર્યો મહત્સવ છે કે જેથી આ લેકે ઘણાં અલંકાર ધારણ કરીને સત્વર નગર બહાર જાય છે?” તેના ઉત્તરમાં કઈ પુરૂષે કહ્યું, “હે દેવ! આજે કઈ મહોત્સવ નથી, પણ બીજું કારણ ઉત્પન્ન થયેલું છે. આ નગરીની બહાર કમઠ નામને એક તપસ્વી આવ્યો છે, તે પંચાગ્નિ તપ કરે છે, તેની પૂજા કરવાને માટે નગરજને ત્યાં જાય છે. તે સાંભળી પાર્શ્વનાથ પ્રભુ તે
તક જેવાને માટે પરિવાર સહિત ત્યાં ગયા, એટલે કમઠને પંચાગ્નિ તપ કરતે ત્યાં દીઠો. પછી ત્રિવિધ જ્ઞાનધારી પ્રભુએ ઉપયોગ દેતાં અગ્નિના કુંડમાં કાષ્ઠના અંતર ભાગે રહેલા એક મોટા સપને બળતે ને, તેથી કરૂણાનિધિ ભગવાન બોલ્યા કે “અહો ! આ કેવું અજ્ઞાન ! જે તપમાં દયા નથી તે તપજ નથી. જેમ જળ વિના નદી, ચંદ્ર વિના રાત્રી અને મેઘ વિના વર્ષો તેમ દયા વિના ધર્મ પણ કેવો? પશુની જેમ કદિ કાયાના કલેશને ગમે તેટલે સહન કરે, પરંતુ ધર્મતત્વને સ્પર્શ કર્યા વિના નિર્દય એવા પ્રાણીને શી રીતે ધર્મ થાય?” તે સાંભળી કમઠ બોલ્યો કે “રાજપુત્રો તે હાથી, ઘેડા વિગેરે ખેલાવી જાણે અને ધર્મ તે.
૧ ચાર દિશાએ અગ્રિડે અને મસ્તકપર તપાયમાન સય' એમ પંચાગ્નિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org