Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૩ જો]
શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ વિગેરે
[ ૪૭૭
અમારા જેવા મુનિએજ જાણે.' તેથી પ્રભુએ તત્કાળ પેાતાના સેવકને આજ્ઞા કરી કે ‘આ કુંડમાંથી આ કાષ્ઠ ખેંચી કાઢા, અને તેને યતનાથી ફાડા કે જેથી આ તાપસને ખાત્રી થાય,’ પછી તેઓએ કુંડમાંથી તે કાષ્ઠને બહાર કાઢી યતનાથી ફાડવું, એટલે તેમાંથી એકદમ એક માટે સર્પ નીકળ્યેા. પછી જરા મળેલા તે સર્પને પ્રભુએ બીજા પુરૂષ પાસે નવકાર મંત્ર સંભળાવ્યેા અને પચ્ચક્ખાણુ અપાવ્યાં. તે સમાધિવાળા નાગે પણ ભગવાનની કૃપાદ્રષ્ટિથી સિંચાતાં શુદ્ધ બુદ્ધિએ તે નવકાર સાંભળ્યેા અને પચ્ચખ્ખાણુ ગ્રહણ કર્યાં. પછી તત્કાળ આયુ પૂર્ણ થવાથી નવકારમંત્રના પ્રભાવથી અને પ્રભુનાં દર્શનથી મૃત્યુ પામીને તે નાગ ધરણ નામે નાગરાજ' થયે. પછી · અહા! આ પાવકુમારનું જ્ઞાન અને વિવેક કેાઈ અસાધારણ છે, એમ લેાકેાથી સ્તુતિ કરાતા પ્રભુ પેાતાને સ્થાનકે ગયા. આ બનાવ જોઈ અને સાંભળી કમઠ તાપસે વિશેષ કષ્ટકારી તપ કરવા માંડયું, પરંતુ મિથ્યાત્વીને અત્યંત કષ્ટ ભાગન્યા છતાં પણ જ્ઞાન કયાંથી હાય ? ' અનુક્રમે તે કમઠ તાપસ મૃત્યુ પામીને ભુવનવાસી દેવાની મેશ્વકુમાર નિકાયમાં મેઘમાળી નામે દેવતા થયેા.
શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પેાતાનાં ભાગફળવાળાં કમને ભોગવાઈ ગયેલ જાણીને દીક્ષા લેવામાં મન જોડયુ. તે વખતે તેમના ભાવને જાણતા હૈાય તેમ લેાકાંતિક દેવતાઓએ આવીને પાર્શ્વનાથને વિજ્ઞપ્તિ કરી કે હું નાથ! તીને પ્રવર્તાવે.' તે સાંભળી પ્રભુએ કુબેરની આાજ્ઞાથી જા ભક દેવતાએએ પૂરેલા દ્રવ્યવટે વાર્ષિક દાન આપવા માંડયું. પછી શક્રાદિક ઇંદ્રોએ અને અશ્વસેન પ્રમુખ રાજાએ પરમપ્રભુ શ્રી પાર્શ્વનાથને દીક્ષાભિષેક કર્યાં. પછી ધ્રુવ અને માનવેાએ વહન કરવા ચેાગ્ય એવા વિશાળા નામની શિબિકામાં બેસીને આશ્રમપદ નામના ઉદ્યાન સમીપે આવ્યા. મરૂષક ( મરવા )નાં ઘાટાં વૃક્ષાથી જેની ભૂમિ શ્યામ થઈ ગઈ હતી, જે ડાલરની કળીઓથી જાણે કામદેવની પ્રશસ્તિ (પ્રશંસાપત્ર)ને ધારણ કરતું હોય તેવુ દેખાતુ હતુ, જેનાં મુચકુંદ અને નિપુર'ખનાં વૃક્ષાને ભ્રમરાએ ચુંબન કરતા હતા, માકાશમાં ઉડતા ચારેાળી વૃક્ષના પરાગથી જે સુગ ધમય થઈ રહ્યુ હતુ, અને જેમાં ઈક્ષુદ’ડનાં ક્ષેત્રોમાં એસી ઉદ્યાનપાલિકાએ ઊંચે સ્વરે ગાતી હતી એવા ઉદ્યાનમાં અવસેનના કુમાર શ્રી પાર્શ્વનાથે પ્રવેશ કર્યાં. પછી ત્રીશ વર્ષોંની વયવાળા પ્રભુએ શિમિકા ઉપરથી ઉતરીને આભૂ ષણાર્દિક સ તજી દીધું અને ઇંદ્રે આપેલુ' એક દેવકૃષ્ણ વસ્ત્ર ધારણ કર્યું, પૌષ માસની કૃષ્ણ એકાદશીએ ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુએ અષ્ટમ તપ કરીને ત્રણસેા રાજાઓની સાથે દીક્ષા લીધી. તત્કાળ પ્રભુને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. · એ જ્ઞાન સર્વ તીર્થંકરાને દીક્ષામહોત્સવ વખતે ઉત્પન્ન થાય છે.’
બીજે દિવસે ક્રાકટ નામના ગામમાં ધન્ય નામે ગૃહસ્થને ઘેર પ્રભુએ પાયસાનથી
૧ ભુવનપતિની નાગકુમાર નિકાયના ઇંદ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org