Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪૫૮] શ્રી ત્રિષષ્ટિ શલાક પુરુષ ચરિત્ર
[પર્વ ૯ મું પછી તીવ્ર ઝેરવડે ભયંકર એવી દાઢથી મુનિને અનેક સ્થાને દંશ કર્યો. અને દંશવાળાં બધાં
સ્થાનમાં તેણે ઘણું વિષ પ્રક્ષેપન કર્યું. તે વખતે મુનિ ચિંતવવા લાગ્યા કે “અહો ! આ સર્પ કર્મના ક્ષયને માટે મારે પૂર્ણ ઉપકારી છે, જરા પણ અપકારી નથી. લાંબે કાળ જીવીને પણ મારે કર્મનો ક્ષયજ કરવાનો છે, તો તે હવે સ્વલ્પ સમયમાં કરી લઉં.” આ પ્રમાણે વિચારી આલેચના કરી બધા જગતજીને ખમાવીને નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં ધર્મધ્યાનસ્થ એવા તે મુનિએ તત્કાળ અનશન ગ્રહણ કર્યું. ત્યાંથી કાળ કરીને બારમા દેવલેકમાં જંબૂકમાવત્ત નામના વિમાનને વિષે બાવીશ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાં વિવિધ સમૃદ્ધિવડે વિલાસ કરતા અને દેવતાઓથી સેવાતા સુખમશ્નપણે કાળ નિર્ગમન કરવા લાગ્યા.
પેલે મહાસર્પ તે હિમગિરિના શિખરમાં ફરતે ફરતે અન્યદા દાવાનળથી દગ્ધ થઈ ગયે. ત્યાંથી મરીને બાવીશ સાગરોપમના સ્થિતિવાળે તમઃપ્રભા નરકમાં નારકીપણે ઉત્પન્ન થયું. ત્યાં અઢીસે ધનુષ્યની કાયાવડે તે નરકની તીવ્ર વેદનાને અનુભવત સુખને એક અંશ પણ મેળવ્યા વગર કાળ નિર્ગમન કરવા લાગ્યા.
આ જંબુદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહમાં તેનાં આભૂષણ તુલ્ય સુગંધ નામના વિજયમાં શુભંકરા નામે એક મોટી નગરી છે. તે નગરીમાં અવાર્ય વીર્યવાળે વજુવીર્ય નામે રાજા રાજય કરતા હતા, તે ભૂમિપર આવેલા ઇંદ્રની જેમ સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ હતો. તેને મૂર્તિ વડે જાણે બીજી લક્ષ્મીદેવી હોય તેવી લક્ષ્મીવતી નામે પૃથ્વીમાં મંડળરૂપ મુખ્ય મહિલી હતી. કિરણવેગને જીવ દેવસંબંધી આયુષ્ય પૂર્ણ કરી અશ્રુત દેવલોકમાંથી ચ્યવીને સરેવરમાં હંસની જેમ તે લક્ષ્મીવતીના ઉદરમાં અવતર્યો. સમય આવતાં પવિત્ર આકૃતિને ધારણ કરનાર અને પૃથ્વીમાં આભૂષણરૂપ એવા પુત્રને તેણે જન્મ આપે. તેનું વજીનાભ એવું નામ પાડયું. જગદ્રપ કુમુદને ચંદ્રરૂપ અને ધાત્રીઓએ લાલિત કરે તે કુમાર અનુક્રમે માતાપિતાના આનંદની સાથે વૃદ્ધિ પામ્યો. અનુક્રમે યૌવનવય પામી શસ્ત્રશાસ્ત્રમાં વિચક્ષણ થશે. પિતાએ પવિત્ર દિવસે તેને રાજયાભિષેક કર્યો. પછી વાવીયે રાજાએ લક્ષ્મીવતી રાણી સહિત વ્રત ગ્રહણ કર્યું, ત્યાર પછી વજીનાભ પિતાના આપેલા રાજનું સારી રીતે પાલન કરવા લાગ્યો. કેટલેક કાળે વજનાભને પોતાની બીજી મૂર્તિ હોય તેવો અને પરાક્રમથી ચક્રના આયુધવાળા ચક્રવત્તી જેવો ચકાયુધ નામે પુત્ર થયે. ધાત્રીના હસ્તરૂપ કમળમાં ભ્રમરરૂપ એ કુમાર સંસારથી ભય પામતા પિતાની દીક્ષા લેવાની ઈચ્છા સાથે પ્રતિદિન વધવા લાગે. ચંદ્રની જેમ કળાપૂર્ણ એવો તે કુમાર અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયો, ત્યારે પિતાએ તેની પ્રાર્થના કરી કે “હે કુમાર ! આ રાજ્યને ગ્રહણ કરો. હું સંસારથી નિર્વેદ પામેલ છું, તેથી તમને રાયભાર સંપીને હમણાં જ મોક્ષના એક સાધનરૂપ દીક્ષા ગ્રહણ કરીશ.' ચક્રાયુધે કહ્યું કે “હે પૂજય પિતા! બાળચાપલ્યથી કદિ મારાથી કેઈ અપરાધ થઈ ગયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org